Search This Blog

Saturday, 27 June 2015

Mag ni Dalno Shiro

મગની દાળનો  શીરો [માઝૂમ] 

સામગ્રી:
  1. મગની ફોતરાવાળી દાળ  1 કપ
  2. ઘી 1 કપ
  3. દૂધ 1 કપ
  4. પાણી 1 કપ
  5. પોણો કપ ખાંડ 
  6. થોડો જ પીળો કલર 
  7. બદામ અને પીસ્તા 
  8. કેસર અને ઈલાયચીનો ભૂકો 

રીત:
  1. મગની દાળને 6 થી 8 કલાક પાણીમાં પલાળી રાખવી, પલળી   જાય એટલે  ફોતરા કાઢી મિક્સરમાં પીસી લેવી,  
  2. એક કઢાઈમાં ઘી મૂકી પીસેલી દાળ  નાખી ધીમાં તાપે આછી બદામી રંગની થાય ત્યાં સુધી શેકવી,
  3. બીજી બાજુ દૂધ અને પાણી ભેગા કરી ઉકાળવા મૂકવાં  રંગ પણ પાણીમાં જ નાખી દેવો,  
  4. દાળ  શેકાઈ  જાય ત્યારે  દૂધ અને પાણીનું મિશ્રણ તેમાં નાખી ખુબ હલાવ્યા કરવું, 
  5. થોડી વાર પછી ખાંડ નાખી હલાવવું 
  6. ઘી છુટું પડી જાય પછી બદામ પિસ્તાની કતરણ ઈલાયચીનો ભૂકો અને કેસર નાખી સર્વ કરવું.

Satynarayan ni Prsadno Shiro

સત્યનારાયણની પ્રસાદનો શીરો


સામગ્રી: 
  1. 600 ગ્રામ રવો
  2. 600 ગ્રામ ઘી
  3. 3 લીટર દૂધ 
  4. 600 ગ્રામ ખાંડ
  5. થોડીક ચારોળી, ઈલાયચીનો ભૂકો અને બદામની કતરણ 

રીત: 
  1. કઢાઈમાં  ઘી મૂકી ગરમ થાય  એટલે રવો નાંખી  ધીમા તાપે  સતત હલાવીને શેકવું,
  2. બીજી બાજુ દૂધ ગરમ થવા મુકવું,  
  3. રવો આછો બદામી થાય એટલે શેકાવાની સુગંધ આવવા લાગશે  ત્યારે જ  ગરમ દૂધ ધીરેથી એમાં રેડવું,   
  4. તાપ  ખુબ ધીમો રાખવો,   
  5. બધું દૂધ બળી જાય ત્યારે ખાંડ નાંખવી આ દરમ્યાન સતત હલાવ્યા કરવું  થઈ  જાય ત્યારે ઘી છુટું પડશે, 
  6. ઉપર ઈલાયચીનો ભૂકો અને બદામની કતરણ ભભરાવવી અને સર્વ કરવું.

Shiro

શીરો: 



સામગ્રી:
  1. ઘઉંનો સહેજ જાડો લોટ 1 કપ
  2. ઘી 1 કપથી સહેજ ઓછું
  3. પાણી 3 કપ
  4. દ્રાક્ષ 
  5. ખાંડ 1 કપ
  6. ઈલાયચીનો ભૂકો 
  7. બદામની કતરણ 

રીત: 
  1. કઢાઈમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ નાખવો, 
  2. બીજી બાજુ બીજા વાસણમાં પાણી ગરમ થવા મુકવું.
  3. લોટ બદામી રંગનો થાય (શેકાઈ  જવાની સુગંધ આવે) એટલે તેમાં ગરમ પાણી રેડવું (પાણી રેડતી વખત ધ્યાન રાખવું ગરમ હોવાથી છાંટા ઉડશે) .
  4. સુકી દ્રાક્ષ અત્યારે જ નાંખી દેવી જેથી ફૂલી જાય તરતજ સતત હલાવ્યા કરવું.
  5. પાણી જયારે બળી જાય ત્યારે તેમાં ખાંડ નાંખવી, અને હલાવતા રહેવું, થઈ જાય ત્યારે આપોઆપ ઘી છુટું પડશે.
  6. ઈલાયચીનો ભૂકો અને બદામની કતરણ નાંખવી (બદામ બાફીને કાતરી કરીને પણ નાખી શકાય).સર્વ કરો.

Puranpoli

પુરણપોળી 




સામગ્રી: 
  1. તુવેરની દાળ 1 કપ
  2. ખાંડ અથવા ગોળ 1 કપ
  3. ઈલાયચીનો ભૂકો 1/2 ટીસ્પૂન 
  4. ખસખસ 1/2 ટીસ્પૂન 
  5. જાયફળનો ભૂકો 1/4 ટીસ્પૂન
  6. ઘી 
  7. ઘઉંનો લોટ 1/2 કપ અને મેંદો 1/2 કપ

રીત: 
  1. તુવેરની દાળમાં થોડુક પાણી નાંખી  કુકરમાં બાફવા મુકવી.  
  2. ચઢી જાય એટલે પાણી હોય તો નીતારી લેવું, 
  3. કઢાઈમાં ઘી મૂકી તુવેરની દાળ તેમાં નાંખી ઘી અથવા ખાંડ નાંખવી.
  4. ગેસ પર મુકીને હલાવવું, (જો આ વખતે પૂરણ બહુ  ઢીલું લાગે તો ઘઉંના લોટમાં ઘીનું મોણ  નાખી આ  લોટ તેમાં ભભરાવવો અને હલાવ્યા કરવું. જેથી ઘટ્ટ થઇ જાય).
  5. પૂરણ માં તાવેતો વચ્ચે  ઉભો રહી શકે તો થઈ  ગયું કહેવાય, જો તાવેતો નીચે પડી જાય તો થોડી વાર વધારે રહેવા દેવું.
  6. તેમાં ખસખસ,  ઈલાયચી  તેમજ  જાયફળનો  ભૂકો નાંખવો.
  7. પુરણને ને ઠંડું થવા દેવું અને સરળતા  રહે એ માટે ગોળા વાળી  દેવા.
  8. બંને લોટ ભેગા કરી સહેજ મોણ નાંખી રોટલી કરતાં સહેજ કઠણ  (પરોઠા જેવો) લોટ બાંધવો.
  9. લોટનું અટામણ લઈને રોટલી વણી તેમાં પૂરણનો ગોળો મૂકી બંધ કરી ઉપરથી હળવે થી વણી ધીમા તાપે ઘી મૂકી શેકી લેવું, (અથવા શેકાઈ  જાય પછી ઘી લગાડવું). અને સર્વ કરવું.

Friday, 26 June 2015

Laapsi

લાપસી  અથવા કંસાર




સામગ્રી :

  1. ઘઉંનો જાડો લોટ 1 કપ
  2. પાણી 1 1/4 કપ 
  3. ગોળ 3 ટેબલસ્પુન
  4. તેલ  1 ટેબલસ્પુન  બીજું   તેલ 1 ટેબલસ્પુન
  5. ઘી 2 ટેબલસ્પુન
  6. ઘી અને બુરું ખાંડ
રીત:
  1. એક તપેલીમાં ( એક કપ ઘઉંનો લોટ હોય તો )  1 1/4 કપ પાણી લેવુ, તેમાં ગોળ નાંખવો અને ગરમ થવા મુકવું.
  2. લોટને અલગથી  1 ટેબલસ્પુન  તેલનું  મોણ  નાંખી મોઈ લેવો.
  3. પાણી ઉકલે એટલે થોડું પાણી કાઢી લઇ તપેલીના પાણીમાં 1 ટીસ્પુન  તેલ અને  લોટ નાંખી  વેલણ વડે એક સરખું હલાવી દેવું. 
  4. ઢાંકીને ધીમાતાપે થવા દેવુ. વચ્ચે વચ્ચે થોડી વારે હલાવતા રહેવું.  થોડું ઘી ચારે બાજુ નાંખી સીજવા દેવું, પાણી જો ઓછું લાગે તો પાણી ઉમેરી શકાય. અને પાણી વધારે લાગે તો લોટ ઉમેરી શકાય.  
  5. ચેક કરવા માટે જો વેલણ પર લોટ ચોંટે  નહી તો કંસાર થઈ ગયો કહેવાય.
  6. કંસાર પર ઘી અને બુરું ખાંડ નાંખી સર્વ કરવો.

Fulwadi

ફૂલવડી 



સામગ્રી:
  1. ચણા નો ઝાડો લોટ 250 ગ્રામ  
  2. ખાટું દહીં 100 ગ્રામ
  3. તેલ મોણ  માટે
  4. સાજીનાં  ફૂલ 1/2 ટીસ્પુન
  5. મરી 10 નંગ
  6. ધાણા 1 ટીસ્પુન
  7. વરીયાળી 1 ટીસ્પુન
  8. ગરમ  મસાલો 1 ટીસ્પુન
  9. મરચું 2 ટીસ્પુન
  10. તલ 1 ટીસ્પુન
  11. ખાંડ 50 ગ્રામ
  12. રવો 50 ગ્રામ
  13. લીંબુનાં  ફૂલ 2  ટીસ્પુન
  14. હળદર 1/2 ટીસ્પુન 
  15. મીઠું

રીત:
  1. એક બાઉલમાં દહીં, તેલ, સાજીનાં ફૂલ, લઇ ખુબ ફીણવું (તેલ વધારે લેવું).
  2. તેમાં ચણાનો લોટ નાંખી મરી, ધાણા, ગરમ મસાલો, મીઠું, મરચું, હળદર, તલ, ખાંડ, વરીયાળી, રવો અને લીંબુનાં ફૂલ નાંખી મિક્સ કરવું.
  3. પાણી વડે (ઝારા ઉપર ઘસાય એવું) શીરા જેવું ઢીલું ખીરું તૈયાર કરવું અને આ ખીરા ને 2 થી 3 કલાક ઢાંકીને રહેવા દેવું.
  4. કઢાઈ માં તેલ મૂકી બરાબર  ગરમ થાય એટલે થોડું તેલ લઇ પલાળેલા લોટમાં નાખવુ. અને ફીણવું. 
  5. કઢાઈ  પર ફૂલવડી નો ઝારો મૂકી હાથથી લોટને દબાવવો (ઘસવો નહી). આ રીતે ફૂલવડી પાડવી.
  6. ફૂલવડી તળતી વખતે એ ધ્યાન રાખવું કે થોડી (સહેજ) ઢીલી હોય ત્યારે જ કાઢી લેવી ઠંડી થશે ત્યારે કડક થશે.

Wednesday, 24 June 2015

Vej. Paneer Angara

વેજ. પનીર અંગારા


સામગ્રી:
પેસ્ટ બનાવવા માટે:
  1. ઝીણી સમારીને તળેલી ડુંગળી 1 નંગ  
  2. સમારેલાં  ટામેટાં 2 નંગ 
  3. આદુની પેસ્ટ 1ટીસ્પુન 
  4. લસણની પેસ્ટ 1 1/2 ટીસ્પુન 
  5. કાજુ 10 થી 12 નંગ 
  6. પાણી 

વેજીટેબલ્સ બનાવવા માટે :
  1. ડાઈસ કટ  કરેલી ડુંગળી 1 ટેબલસ્પુન
  2. ડાઈસ કટ કરેલા કેપ્સીકમ 2 ટેબલસ્પૂન  
  3. તેલ 1/2 ટીસ્પુન
  4. બટર 1 ટીસ્પુન
  5. મીઠું
  6. ખાંડ  અને મીઠું નાંખીને બાફેલાં  ફ્લાવર,ગાજર વટાણા  અને  ફણસી 1 કપ
ગ્રેવી બનાવવા માટે: 
  1. તળેલા પનીરના ટુકડા 150 ગ્રામ
  2. તેલ 1 ટેબલસ્પૂન 
  3. બટર  1 1/2 ટેબલસ્પૂન 
  4. પાણી
  5. હળદર 1/2 ટીસ્પુન
  6. મરચું 1 1/2 ટીસ્પુન
  7. ધાણા પાવડર 1 ટેબલસ્પૂન 
  8. જીરું પાવડર 1 ટીસ્પુન
  9. કિચનકિંગ મસાલો 1 ટેબલસ્પૂન 
  10. મીઠું
  11. પાણી
  12. કેચપ  1 ટેબલસ્પૂન 
  13. મોળો માવો 2 ટેબલસ્પૂન 
  14. કોથમીર 2 ટેબલસ્પૂન 
  15. ક્સુરીમેથી 1 ટેબલસ્પૂન 
  16. કાજુના ફાળિયા 8 થી 10 નંગ
દુંગાર  માટે:
      ડુંગળીનું ફોડયું, ઘી અને અંગારો. 

રીત:
પેસ્ટ માટે:
  1. મિક્સર જારમાં તળેલી ડુંગળી, સમારેલાં  ટામેટાં  આદુ, લસણની પેસ્ટ અને કાજુ લઇ ક્રશ કરી લો.  (જરૂર પડે તો થોડું  પાણી ઉમેરવું).
   વેજીટેબલ્સ માટે : 
  1. એક કઢાઈ માં બટર  અને  તેલ લઇ ડાઈસ કટ  કરેલાં  ડુંગળી  અને  કેપ્સીકમ, મીઠું, બાફેલાં શાકભાજી  લઇ સાંતળી લો. 
  2. બીજી કઢાઈમાં  તેલ અને બટર  લઇ તેમાં તૈયાર કરેલી  પેસ્ટ ઉમેરો.
  3. પાણી બળે એટલે તેમાં હળદર, મરચું, ધાણા પાવડર,  જીરું પાવડર  કિચનકિંગ મસાલો   મીઠું  અને પાણી ઉમેરી મિક્સ કરી લો 
  4. તેમાં કેચપ, અગાઉ સાંતળેલા વેજીટેબલ્સ, મોળો માવો, તળેલું પનીર અને જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી ફરીથી મિક્સ કરીલો. 
  5. કસુરીમેથી અને કાજુના ફાળિયા  ઉમેરી હલાવી લો, અને સર્વ કરો. 
દુંગાર માટે:
  1. સબ્જીને સર્વિંગ  બાઉલમાં લઇ તેની ઉપર ડુંગળીનું ફોડ્યું  મૂકો  
  2. ફોડયા ઉપર સળગેલો અંગારો મૂકી, 1 ટીસ્પુન ઘી રેડી તરતજ ઢાંકણ ફીટ ઢાંકી દેવું.
  3. 2 મિનીટ પછી સર્વિંગ કરતી વખતે જ ખોલવું.  પીરસતી વખતે અંગારો કાઢી લેવો.

Monday, 22 June 2015

Mix Veg. Sabji Rastorant Style

મિક્સ વેજીટેબલ સબ્જી રેસ્ટોરંટ  સ્ટાઈલ


 
સામગ્રી - ગ્રેવી માટે:
  1. સમારેલાં ટામેટાં 3 મોટા
  2. સમારેલી 2 ડુંગળી
  3. કાજુ 2 ટેબલસ્પૂન  
  4. તેલ 2 ટેબલસ્પૂન   
સામગ્રી - સબ્જી માટે:
  1. નાનાં સમારેલાં  બટાટા 1/4 કપ
  2. નાનાં  સમારેલાં ગાજર1/4 કપ 
  3. ફ્લાવર નાનું સમારેલું 1.4
  4. ફણસી  સમારેલી 1/4 કપ
  5. કેપ્સીકમ સમારેલાં 1/4 કપ
  6. વટાણા 1/4 કપ
  7. પનીર 1/4 કપ
  8. બટર 2 થી 3 ટેબલસ્પૂન 
  9. ક્રીમ 2 થી 3  ટેબલસ્પૂન 
  10. કોથમીર
  11. મીઠું
  12. લાલ મરચું પાવડર 1 1/2 ટેબલસ્પૂન  
  13. જીરા પાવડર 1 ટીસ્પુન 
  14. ધાણા  પાવડર 1 ટીસ્પુન 
  15. ગરમ મસાલા 1/2 ટીસ્પુન 
  16. ક્સુરીમેથી 1/2 ટીસ્પુન 
  17. આદુ  લસણની પેસ્ટ 1  ટીસ્પુન
  18. શેલો ફ્રાય કરવા માટે તેલ
રીત: પેસ્ટ
  1. કઢાઈમાં  તેલ ગરમ થવા મૂકો 
  2. તેમાં ડુંગળી, ટામેટાં અને કાજુ ઉમેરી કુક થવા દો  
  3. બરાબર કુક થઇ જાય (ટામેટાં, ડુંગળી ચઢી જાય અને તેલ છુટું પડશે.)પછી ગેસ બંધ  કરી દો. અને ઠંડુ થાય પછી મિક્સરમાં કે બ્લેન્ડર વડે ક્રશ કરીલો. ગ્રેવી તૈયાર છે,
(આ ગ્રેવીને બદલે ફ્રોજન કરેલી મખની ગ્રેવી પણ લઇ શકાય જુઓ [Anita parmar rasoi book makhni greavy)
  1. કઢાઈમાં તેલ લો અને તેમાં બટાટા, ગાજર, ફણસી, ફુલાવર ને એક એક અલગથી સાંતળીને કાઢી લો 
  2. હવે પનીરના ટુકડા સાંતળીને  કાઢી લો,
  3. હવે એજ કઢાઈમાં  બટર (જરૂર પડેતો તેલ ઉમેરવું) ઉમેરી આદુ  લસણની પેસ્ટ સાંતળો. 
  4. ટામેટાં ની અગાઉ બનાવેલી પેસ્ટ ઉમેરી સાંતળો.
  5. એ દરમ્યાન મીઠું, લાલ મરચું પાવડર, ઉમેરી ઢાંકીને કુક થવા દો. 
  6. 3 થી 4 મિનીટ થઇ જાય પછી  વટાણા  અને  કેપ્સિકમના ટુકડા ઉમેરી 2 મિનીટ થવા દો  કારણકે વટાણા અને કેપ્સીકમ બન્ને કાચા જ છે.
  7. હવે બધી શાકભાજી ઉમેરી હલાવી લો. 
  8. હવે ધાણાજીરું પાવડર, ગરમ મસાલા પાવડર,  ક્સુરીમેથી હાથથી મસળીને ઉમેરો હલાવી ઢાંકીને 1 મિનીટ થવા દો.
  9. છેલ્લે ક્રીમ ઉમેરી થોડી વાર પછી ગેસ બંધ કરી દો.
  10. કોથમીર ભભરાવી સર્વ કરો.

All purpose Makhni Greavy For Many Punjabi Recipes

મખની ગ્રેવી :



સામગ્રી:
  1. ટામેટાં મોટા સમારેલાં  1 1/2 કિલોગ્રામ
  2. બટર 1/2 કપ (બટર  ન હોય તો તેલ ચાલે પણ બટર થી સારું થશે).
  3. મીઠું
  4. લીલાં મરચાં  75 ગ્રામ
  5. લાલ સુકા મરચાં  150 ગ્રામ
  6. કાજુ 1/4 કપ (કાજુ વધારે ન લેવાં)
  7. ડુંગળી 350 ગ્રામ મોટી સમારેલી (4 નંગ મોટી)
  8. આદું  લસણની પેસ્ટ 1/2 ટેબલસ્પૂન 
  9. કસૂરી મેથી 2 ટીસ્પુન 
  10. ઈલાયચી 8 થી 10
  11. લવિંગ 5 થી 7
  12. તજ 4 થી 5 ટૂકડા
  13. તમાલપત્ર 2 થી 3 નંગ
  14. ખાંડ  2  ટેબલસ્પૂન
રીત: 
  1. એક નાના કપડાના ટુકડામાં ઈલાયચી, તજ, લવિંગ, તમાલપત્ર બાંધી લો.
  2. કુકરમાં બટર મૂકી તેમાં નાના કપડામાં બાંધેલા મસાલાની પોટલી એક સાઇડમાં મુકો.
  3. હવે  ડુંગળી, કાજુ  ઉમેરી 5 મિનીટ સાંતળો.
  4. જીંજર ગાર્લિક પેસ્ટ (આદુ  લસણની પેસ્ટ) ઉમેરી કાચી સ્મેલ દુર થાય એટલું જ શેકો (વધારે ન શેકવું).
  5. હવે લાલ મરચું પાવડર, લીલાં મરચાં, ટામેટાં  ઉમેરી મિક્સ કરો. 
  6. કુકરનું ઢાંકણ બંધ કરી 15 થી 20 મિનીટ થવા દઈ 5 થી 6 વ્હીસલ થવા દો.
  7. કુકર ઠંડુ થાય પછી ઢાંકણ ખોલી કુકરમાં મુકેલી પોટલી કાઢી લો.
  8. મિશ્રણને ગાળી પાણી કાઢી લઇ ટામેટાં, ડુંગળીને મિક્સર કે બ્લેન્ડર વડે વાટી લો.
  9. કઢાઈમાં આ  મિશ્રણ ને ગરમ થવા મુકો. 
  10. 2 મિનીટ થવા દઈ તેમાં મીઠું, ખાંડ, કસૂરીમેથી હાથથી મસળીને  ઉમેરો. 
  11. ખદખદવા દો અને ગેસ બંધ કરી ઠંડુ થવા દો. 
  12. કન્ટેઇનરમાં કે જીપબેગમાં ભરી ફ્રીજમાં ફ્રોજન કરવા મૂકી દો.
  13. આ રીતે બનાવેલી મખની  ગ્રેવીમાંથી  પનીર બટર મસાલા, મિક્સ વેજ, મિકસ વેજ મસાલા, પનીર ટીકા મસાલા  જેવી વાનગી બનાવી શકાશે.

Saturday, 20 June 2015

Methi Matar Malai

મેથી મટર  મલાઈ



ગ્રેવીમાટે:
  1. ઘી 2  ટેબલસ્પૂન
  2. તેલ 1 ટેબલસ્પૂન
  3. બાફેલી ડુંગળીની પેસ્ટ 1/2 કપ
પેસ્ટ બનાવવા માટે: 
  1. કાજુ 2 ટેબલસ્પૂન
  2. મગજતરી 2 ટેબલસ્પૂન
  3. ખસખસ 1 ટેબલસ્પૂન
  4. મોળો માવો 1/2 કપ
  5. મીઠું
  6. ખાંડ  2 ટેબલસ્પૂન
  7. ગરમ મસાલો 1/2 ટીસ્પૂન 
  8. ઈલાયચી 1/4tટીસ્પૂન
  9. ક્સુરીમેથી ચપટી
  10. દૂધ 1 કપ
સબ્જી  બનાવવા માટે:
  1. ઘી 1 ટેબલસ્પૂન
  2. તેલ 1 ટેબલસ્પૂન
  3. બાફેલાં  વટાણા 1  કપ
  4. મીઠું નાંખી  નિતારેલી મેથીની ભાજી 1 કપ
  5. ગરમ મસાલો 1/4 ટીસ્પૂન
  6. ખાંડ
  7. મીઠું
  8. ઈલાયચી પાવડર 1/4 ટીસ્પૂન
  9. છીણેલું પનીર 2 ટેબલસ્પૂન
  10. મોળો માવો 1 ટેબલસ્પૂન
  11. પાણી
  12. ક્રીમ 1 ટેબલસ્પૂન
રીત:
વ્હાઈટ ગ્રેવી: 
  1. કઢાઈમાં 2 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન તેલ લઇ બાફેલી ડુંગળીની પેસ્ટ ઉમેરી સાંતળો.   
  2. હવે કાજુ, ખસખસ અને મગજતરીની પેસ્ટ ઉમેરો.(ત્રણેય સામગ્રીને હુંફાળા પાણી કે દુધમાં 2 કલાક પલાળીને વાટવીઆ રીતે પેસ્ટ બને છે.)
  3. ચોંટે નહિ એ રીતે હલાવતા રહી કુક કરો. 
  4. ઘી છૂટવા જેવું લાગે એટલે મોળો માવો, મીઠું, ખાંડ, ગરમ મસાલો , ઈલાયચી પાવડર, ક્સુરીમેથી, ઉમેરી હલાવીને  કુક થવા દો.  
  5. હવે 1 કપ દૂધ ઉમેરી હલાવીને થોડું ઘી છૂટે ત્યાં સુધી થવા દો.
  6. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, (ઘટ્ટ થઇ જાય એવું થાય એ સ્થિતિમાં આવે ત્યારે એને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે) અત્યારે થોડું લીક્વીડ રાખવું.

  1. બીજી કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી અને 1 ટીસ્પૂન તેલ લો.
  2. તેમાં બાફેલા વટાણા અને લીલી મેથીની ભાજી ઉમેરો.
  3. તેમાં ગરમ મસાલો 1/4 ટીસ્પૂન, મીઠું, ઈલાયચી પાવડર 1/2 ટીસ્પૂન, છીણેલું પનીર 2 ટેબલસ્પૂન, મોળો માવો 1 ટેબલસ્પૂન  ઉમેરી (ન નાખવો હોય તો ચાલે), બધું મિક્સ કરી કુક થવા દો.
  4. હવે અગાઉ તૈયાર કરેલી વ્હાઈટ ગ્રેવી આમાં ઉમેરો.
  5. ઘટ્ટતા સેટ કરવા માટે થોડું પાણી અથવા દૂધ ઉમેરો.
  6. 1 મિનીટ કુક થવા દઈ થોડી મલાઈ ઉમેરી હલાવી ગેસ બંધ કરી સર્વ કરો 

Jain Methi Matar Malai Rastorant style

જૈન મેથી મટર  મલાઈ  રેસ્ટોરંટ  સ્ટાઈલ: 


સામગ્રી:    
મેથી અને મટરનું મિશ્રણ બનાવવા માટે: 
  1. મેથી 150 ગ્રામ
  2. ઘી 1 ટેબલસ્પુન 
  3. તેલ 1 ટીસ્પુન 
  4. હિંગ 1/4 ટીસ્પુન
  5. હળદર 1/4  ટીસ્પુન
  6. મીઠું
  7. બાફેલાં  વટાણા 1 કપ 
  8. આદુ મરચાં ની પેસ્ટ 1 ટીસ્પુન 
  9. ગરમ મસાલો ચપટી
  10. મલાઈ 1 ટીસ્પુન
ગ્રેવી: 
  1. ઘી 1 ટેબલસ્પુન 
  2. તેલ 1 ટેબલસ્પુન
  3. આદુ મરચાંની પેસ્ટ 1 ટેબલસ્પુન 
  4. બાફેલી દુધીની પેસ્ટ 1/4 કપ 
  5. મીઠું
  6. સુંઠ પાવડર ચપટી 
  7. ઈલાયચી પાવડર ચપટી
  8. ધાણાજીરું 1ટીસ્પુન 
  9. વ્હાઈટ પેસ્ટ 1 કપ (2 ટેબલસ્પુન કાજુ, 2 ટેબલસ્પુન મગજતરીનાં બી અને 1 ટેબલસ્પુન ખસખસ 2 કલાક દુધમાં પલાળીને વાટી લેવી)
  10. કસૂરી મેથી 1 ટેબલસ્પુન
  11. દૂધ 1/2 કપ
  12. ઈલાયચી પાવડર ચપટી
  13. ખાંડ  1/2 ટીસ્પુન 
  14. પાણી જરૂર મુજબ 
  15. ગરમ મસાલો 1 ટેબલસ્પુન
  16. મલાઈ 1/4 કપ

રીત;
મેથી અને મટર નું  મિશ્રણ બનાવવા માટે 
  1. કઢાઈમાં ઘી અને તેલ લઇ.
  2. તેમાં હિંગ, હળદર, મેથીના સમારેલા પાન, મીઠું, બાફેલાં વટાણા, આદુ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો અને મલાઈ લઇ મિક્સ કરો, અને તેને સાંતળી લો.
 ગ્રેવીની રીત: 
  1. બીજી કઢાઈમાં ઘી અને  તેલ લઇ.
  2. તેમાં આદુ  મરચાંની  પેસ્ટ, દુધીની પેસ્ટ, ગરમ મસાલો, મીઠું, સુંઠ પાવડર, ઈલાયચી પાવડર, ધાણા જીરું પાવડર, વ્હાઈટ પેસ્ટ, કસૂરી મેથી,  દૂધ, મલાઈ અને ખાંડ ઉમેરી  મિક્સ કરી લો.
  3. ત્યારબાદ તેમાં બનાવેલું મેથી અને વટાણાનું મિશ્રણ ઉમેરી તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરો.
  4. સબ્જીને કુક થવા દો 
  5. થઇ જાય એટલે ઈલાયચી પાવડર છાંટી હલાવી ગેસ બંધ કરી દો અને સર્વ કરો.

Friday, 19 June 2015

Paneer Butter Masala Rastorant style /paneer makhanvala

પનીર બટર  મસાલા રેસ્ટોરંટ સ્ટાઈલ



સામગ્રી: 
  1. બટર 3  ટેબલસ્પૂન
  2. તેલ  ટેબલસ્પૂન 
  3. મોટાં સમારેલાં 5 મોટાં ટામેટાં
  4. મોટી સમારેલી  1 મોટી ડુંગળી
  5. કાજુ  ટેબલસ્પૂન 
  6. જીંજર ગાર્લિક પેસ્ટ ટેબલસ્પૂન
  7. લાલ મરચું પાવડર 2   ટેબલસ્પૂન 
  8. મીઠું
  9. ગરમ મસાલો 1/2  ટીસ્પૂન
  10. ઈલાયચી  પાવડર 1/2 ટીસ્પૂન
  11. ક્સુરીમેથી ટીસ્પૂન
  12. ક્રીમ 2 ટેબલસ્પૂન 
  13. ખાંડ 1 ટીસ્પૂન
રીત:
  1. કઢાઈમાં થોડું તેલ લઇ ગરમ થવા મુકો.
  2. તેમાં મોટાં  સમારેલાં ટામેટાં,  મોટી સમારેલી ડુંગળી, અને કાજુ ઉમેરી ઢાંકીને 5 મિનીટ થવા દો.
  3. ટામેટાં અને ડુંગળી ચઢી જાય  એટલે ઠંડુ થવા દઈ તેને એક મિક્સર જારમાં લઇ વાટી પેસ્ટ બનાવો.                    
  4. કઢાઈમાં  3 ટેબલસ્પૂન   બટર  ગરમ થવા મુકો. સાથે જ  2 ટેબલસ્પૂન   તેલ ઉમેરી દો.
  5. જેથી  બટર  બળી ન જાય. 
  6. ગરમ થાય એટલે તેમાં 2 ટીસ્પૂન જીંજર ગાર્લિક પેસ્ટ ઉમેરો.
  7. 1/2 મિનીટ થવા દઈ તેમાં 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરો. 
  8. અગાઉ બનાવેલી પેસ્ટ ઉમેરો. થોડું મીઠું નાંખો.
  9. હલાવી ઢાંકીને થવા દો અત્યારે થોડી પાતળી ગ્રેવી જેવું હશે.
  10. વચ્ચે વચ્ચે હલાવીને જોતા રહેવું. થઇ જાય ત્યારે ઘટ્ટ થશે એ વખતે થોડું પાણી ઉમેરી શકાય.
  11. ઘટ્ટ થાય ત્યારે તેમાં 1/2 ટીસ્પૂન  ગરમ મસાલો, મીઠું, 1 ટીસ્પૂન  ક્સુરીમેથી, 1/2 ટીસ્પૂન ઈલાયચી પાવડર અને 2 ટેબલસ્પૂન ક્રીમ  ઉમેરો.
  12. ટેક્ષ્ચર ઘટ્ટ રહેવું જોઈએ.
  13. હવે પનીરના નાના ટુકડા ઉમેરો.
  14. પછી  એમાં 1 ટીસ્પૂન  ખાંડ  ઉમેરવી, હલાવી ગેસ બંધ કરી દેવો, (નહિતર ક્રીમમાંથી ઘી છૂટવા લાગશે) સર્વ કરો.
  15. રોટી, નાન, પરાઠા સાથે સારું લાગે છે.

Thursday, 18 June 2015

Paneer Passanda

પનીર પસંદા: 

પનીર સેન્ડવીચ માટે:
  1. પનીર 250 ગ્રામ,
  2. છીણેલું પનીર 2 થી 1/2 ટેબલસ્પૂન,
  3. સમારેલી  કીસમીસ 1 ટેબલસ્પૂન,
  4. કાજુ 6 થી 8 નંગ અથવા 2 ટેબલસ્પૂન,
  5. લીલા મરચાં 1 થી 2,
  6. કોથમીર સમારેલી  1 ટેબલસ્પૂન,
  7. ફુદીનાનાં  ઝીણાં  સમારેલાં પાન  1/2  ટેબલસ્પૂન,
  8. લાલ મરચું પાવડર 1/4  ટેબલસ્પૂન,
  9. જીરા પાવડર 1/4 ટેબલસ્પૂન,
  10. મીઠું, અને ફ્રાય કરવા માટે તેલ,
  11. કોર્નફ્લોર અને પાણી [સેન્ડવીચ બોળવા  માટે].
પસંદા ગ્રેવી: ડુંગળીની પેસ્ટ માટે:  
  1. 2 મોટી અથવા 150 ગ્રામ અથવા 1 કપ સમારેલી  ડુંગળી,
  2. તેલ  2  ટેબલસ્પૂન,
  3. પાણી ફ્રાય ડુંગળીને ક્રશ કરવા માટે 4 થી 5 ટેબલસ્પૂન.
ટામેટાની  પેસ્ટ:
  1. 3 મોટાં  અથવા 250 ગ્રામ અથવા 3 કપ સમારેલાં   ટામેટાં,
  2. કાજુ 10 થી 12,
  3. તજનો ટુકડો 1/2 ઇંચ,
  4. લીલી ઈલાયચી 2,
  5. ફોડા  જાવંત્રી 2,
  6. લવિંગ 2,
  7. 1 કપ પાણી ટામેટા ચઢવા માટે1 કપ.
ગ્રેવી  માટે:
  1. તેલ 1થી 2  ટેબલસ્પૂન,
  2. તમાલપત્ર 1નંગ,
  3. હળદર 1/4 ટીસ્પૂન, 
  4. લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન, 
  5. ધાણા પાવડર 1/2 ટીસ્પૂન,
  6. ગરમ મસાલો 1/4  ટીસ્પૂન,
  7. ખાંડ 1/4 ટીસ્પૂન,
  8. ક્સુરીમેથી 1 ટીસ્પૂન,
  9. પાણી 1 કપ,
  10. ક્રીમ 2 ટેબલસ્પૂન,
  11. કોથમીર અને મીઠું,
  12. જિંજર ગાર્લિક પેસ્ટ 1/2  ટીસ્પૂન,
  13. શાહજીરું અથવા જીરું 1/2 ટીસ્પૂન.
રીત : 
  1. એક કઢાઈ માં 2 કપ મોટાં  સમારેલાં ટામેટાં, 10 થી 12 નંગ કાજુ, ટુકડો તજ,  2 લીલી ઈલાયચી,  2 લવિંગ,  1 કપ પાણી  લઇ ધીમા તાપે  ટામેટાં સોફ્ટ થઇ જાય ત્યાં સુધી ચઢવા દો. 
  2. ટામેટાં ચઢી જાય પછી ગેસ બંધ કરી 
  3. કઢાઈમાં બાકીનું પાણી કાઢી લઇ ટામેટાં  ઠંડા થાય પછી મિક્સરમાં વાટી લો.
  4. વધેલું પાણી વાટતી વખતે જરૂર પડે તો લેવા માટે બચાવી રાખવુ.
  5. બીજી કઢાઈ માં 2 ટેબલસ્પૂન   તેલ ગરમ થવા મૂકો. 
  6. 1 કપ સમારેલી  ડુંગળી ધીમા તાપે સાંતળવા મુકો. 
  7. થોડું મીઠું નાખો જેથી ડુંગળી જલ્દી ચઢી જશે. 
  8. ડુંગળી બ્રાઉન થઇ જાય પછી ઠંડી થવા દઈ મિક્સર જારમાં લઇ 4 થી 5 ટેબલસ્પૂન ટામેટાંનું બચાવેલુ પાણી નાંખી વાટી લો.
  9. ડુંગળીની સ્મુધ પેસ્ટ બનાવી બાઉલમાં કાઢી એકબાજુ રાખો
        એજ જારમાં આગળના ટામેટાં વાળું મિશ્રણ પાણી સાથેજ લઇ વાટી લો. વાટતી  વખતે બીજું પાણી ઉમેરવું નહિ ટામેટાં કે કાજુના ટુકડા ન રહે એ રીતે સ્મુધ પેસ્ટ બનાવો.

પનીરને સ્ટફ કરવા માટે:
  1. એક બાઉલમાં કે પ્લેટમાં 2 થી 2 1/2 ટેબલસ્પૂન   છીણેલું પનીર [પનીરને બદલે ચીઝ પણ લઇ શકાય], 1 ટેબલસ્પૂન કીસમીસ ના ટુકડા 6 થી 8 કાજુ ના નાના ટુકડા, 1 થી 2 લીલાં મરચાં, 1 ટેબલસ્પૂન  સમારેલી  કોથમીર, 1/2 ટીસ્પૂન  ફુદીનાનાં  પાન લો.
  2. હવે તેમાં 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જીરા પાવડર અને મીઠું ઉમેરો.
  3. બધું બરાબર મિક્સ કરીને બાજુ માં રાખો [તીખાશ  જોઈતા પ્રમાણ માં વધઘટ  કરી શકાય. ચટપટા સ્વાદ માટે આમચુર પાવડર  પણ   નાંખી શકાય.] આ રીતે સ્ટફિંગ તૈયાર થયું.
  4. પનીરના ત્રિકોણ આકારની સ્લાઈસમાં ટુકડા કરી લો. 
  5. ઉપરનું સ્ટફિંગ પનીરના બે ટુકડાની વચ્ચે ભરી લો. 
  6. હવે એક બાઉલમાં 4 ટેબલસ્પૂન  પાણી લઇ થોડો કોર્નફલોર ઉમેરી પાતળું ખીરા જેવું બનાવો.
  7. પનીરના સ્ટફ કરેલા ટુકડા તેમાં બોળી  ગરમ તેલમાં શેલો ફ્રાય કરીલો [તળવાના  નથી.] 
  8. ફ્રાય કરેલા ટુકડાને પેપર પર લઇ તેલ નીતારી લો.
પનીર પસન્દાની  ગ્રેવી ની રીત:
  1.  હવે જે કઢાઈ માં ટામેટાં  સાંતળ્યા  હતા  એજ કઢાઈ માં 1 થી 1 1/2 ટેબલસ્પૂન તેલ મુકો.
  2. તેમાં 1 તમાલપત્ર, 1/2 ટીસ્પૂન  શાહ્જીરુ  ઉમેરો  [શાહજીરું ન હોય તો જીરું પણ ચાલે] 
  3. તતડે એટલે 1 થી 1/2 ટીસ્પૂન  જી.ગા.પેસ્ટ [આદુ + લસણની પેસ્ટ ] ઉમેરો સાંતળો. 
  4. હવે એમાં ટામેટાં અને કાજુની બનાવેલી પેસ્ટ ઉમેરો અને 3 થી  5 મિનીટ સુધી થવા દો  
  5. વચ્ચે વચ્ચે હલાવતા રહો.  
  6. ડુંગળીની પેસ્ટ પણ ઉમેરો. હલાવો 
  7. 3 થી 4 મિનીટ ધીમી આંચે ચઢવા દો . 
  8. થોડી વાર થાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન  ધાણા પાવડર  અને 1/2 ટીસ્પૂન  લાલ મરચું  પાવડર ઉમેરી હલાવો. 
  9. હવે 1 કપ પાણી ઉમેરો, હલાવો. 
  10. ઢાંકીને ચઢવા દો તેલ છૂટે ત્યાં સુધી ચઢવા દો. 
  11. ગ્રેવી થોડી ઘટ્ટ થઇ જશે. 
  12. મીઠું અને થોડી ખાંડ ઉમેરો, ગરમ મસાલો 1/4 ટીસ્પૂન , 1 ટીસ્પૂન ક્સુરીમેથી, 2 ટેબલસ્પૂન ક્રીમ અથવા ઘરની મલાઈ ઉમેરો.  ગેસ બંધ કરી તેમાં ફ્રાય કરેલા પનીરના ટુકડા ગોઠવી દો. 
  13. અથવા  પનીરના ટુકડા ગ્રેવીમાં ડુબાડી દો અને સર્વ કરો. 
  14. રોટી,નાન, પરાઠા, લચ્છા પરાઠા ,વેજ પુલાવ,જીરા રાઈસ, મલબાર પરાઠા સાથે સારું લાગે છે.

Wednesday, 17 June 2015

Standered garam masalo

Standered Garam Masalo  [Dal Shakno]


સામગ્રી: 
  1. શાહજીરું  2 ટેબલસ્પૂન
  2. જીરું  2  ટેબલસ્પૂન
  3. એલચો 2  ટેબલસ્પૂન
  4. લવિંગ 2 ટેબલસ્પૂન
  5. ઈલાયચી 2  ટેબલસ્પૂન
  6. મરી 1  ટેબલસ્પૂન
  7. તજ 6 થી 7 ટુકડા
  8. તમાલપત્ર 6 નંગ,
  9. જાવંત્રી 1 ફૂલ,
  10. સુંઠ પાવડર  1 ટેબલસ્પૂન
રીત:
  1. કઢાઈમાં 2 ટેબલસ્પૂન  શાહજીરું, 2  ટેબલસ્પૂન જીરું,  2   ટેબલસ્પૂન એલચો,  2 ટેબલસ્પૂન  લવિંગ,  2   ટેબલસ્પૂન ઈલાયચી,  1  ટેબલસ્પૂન મરી,  6 થી 7 ટુકડા તજ,  તમાલપત્ર 6 નંગ,  જાવંત્રી 1 ફૂલ,  બધું શેકો,
  2. થોડું શેકાઈ  જાય એટલે ગેસ બંધ કરો,
  3. થોડી વાર મસાલાને હલાવતા રહેવું.
  4. થોડું ઠંડુ થાય પછી મિક્સરમાં લઇ તેની અંદર સુંઠ પાવડર  1  ટેબલસ્પૂન ઉમેરીને વાટી લેવું.
  5. ચાળીને ઠંડો થાય પછી બરણીમાં ભરી દેવો 
  6. લગભગ 100 ગ્રામ જેટલો મસાલો થશે. 

Monday, 15 June 2015

Dal Bati ni Dal

દાળ બાટી ની દાળ :                                                                          
                                                                          



સામગ્રી:
  1. બાફેલી  1/2 વાડકી મગની દાળ , 1/4 વાડકી ચણાની દાળ, 1/4 વાડકી તુવરની દાળ, 2 ટેબલસ્પૂન  અડદ ની દાળ (બધું થઈને એક બાઉલ જેટલી થશે)  (બધી દાળ સાથે જ કુકરમાં બાફી લેવી)
  2. તેલ 2 ટેબલસ્પૂન,    
  3. જીરું 1 ટીસ્પૂન   
  4. લાલ મરચું 1 નંગ,    
  5. તજ 2 નંગ,    
  6. તમાલપત્ર 1 નંગ,    
  7. લવિંગ 4 નંગ,  
  8. મીઠા લીમડાના પાન  4 થી 5 નંગ,    
  9. હળદર 1/2  ટીસ્પૂન   
  10. લાલ મરચું પાવડર 2 ટીસ્પૂન    
  11. ધાણા જીરું 1 ટીસ્પૂન   
  12. ગરમ મસાલો 1/2  ટીસ્પૂન   
  13. પાણી,    
  14. મીઠું,    
  15. લીંબુનો રસ 2 ટીસ્પૂન  
  16. કોથમીર 1 ટેબલસ્પૂન  
  17. પીરસવા માટે લીલી ચટણી અને લસણ ની ચટણી
દાલ બાટી  ની દાળ ની રીત :
  1. એક કઢાઈમાં  2 ટેબલસ્પૂન  તેલ લો.   
  2. તેમાં 1 ટીસ્પૂન જીરું,  ખડા મસાલા (1 લાલ મરચું , 2 ટુકડા તજ, 1 તમાલપત્ર, 4 લવિંગ) આખા જ ઉમેરો,   
  3. હવે 4 થી 5 લીમડાના પાન, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો નાંખી હલાવો. 
  4. તરત જ 1/2 કપ પાણી રેડો, અને એને 5 મિનીટ માટે ઉકળવા દો,   
  5. ઉકળે એ દરમ્યાન બાફેલી મિક્સ દાળ તેમાં ઉમેરવી, (1/2 વાડકી મગની દાળ , 1/4 વાડકી ચણાની દાળ, 1/4 વાડકી તુવરની દાળ,   2 ટેબલસ્પૂન અડદ ની દાળ મિક્સ કરીને કુકરમાં બાફી લેવી બધું થઈને એક બાઉલ જેટલી થશે),  
  6. તેમાં મીઠું, 2 ટીસ્પૂન લીંબુનો રસ, થોડી કોથમીર અત્યારે ઉમેરવી,  મિક્સ કરી 2 થી 3 મિનીટ ઉકળવા દો. 
  7. સર્વ કરો 
  8. ઉપર ઘી રેડવું.

Dal Bati ni Bati



દાલ બાટી ની બાટી                 

 બાટી:   સામગ્રી:
  1. ઘઉંનો કકરો લોટ 1/2 કપ, 
  2. ઘઉનો ઝીણો લોટ 1/4 કપ,         
  3. ચણાનો લોટ 2 ટેબલસ્પૂન 
  4. મીઠું,  
  5. હળદર ચપટી,  
  6. ખાવાનો  સોડા ચપટી,  
  7. દહી 2 ટેબલસ્પૂન 
  8. તેલ 2 ટેબલસ્પૂન
  9. ઘી 2 ટેબલસ્પૂન
  10. આખા ધાણા 1 ટીસ્પૂન
  11. પાણી,  
  12. ઘી બાટી ડીપ કરવા માટે  

બાટી બનાવવા ની રીત:      
  1. એક બાઉલમાં 1/2 કપ ઘઉંનો કકરો લોટ લઇ તેનાથી અડધો ઘઉંનો ઝીણો લોટ લેવો
  2. 2 ટેબલસ્પૂન ચણાનો ઝીણો લોટ (ઓપ્શનલ છે ન લેવો હોય તો ન લેવો), મીઠું, ચપટી હળદર, ચપટી ખાવાનો સોડા (સાજીના ફૂલ), 2 ટેબલસ્પૂન   મોળું દહી,  2 ટેબલસ્પૂન તેલ, 2 ટેબલસ્પૂન ઘી (તેલ ને બદલે એકલું ઘી પણ લેવાય), 1 ટીસ્પૂન  આખાધાણા હાથથી મસળીને લેવા,  
  3. બધું બરાબર મિક્સ કરી પાણી થી ભાખરીની કણક જેવો કણક તૈયાર કરો,  
  4. કણકને હલકા હાથે જ મસળવો બહુ દબાવવો નહિ,  
  5. તેમાંથી ગોળ લાડુ બનાવીને વચ્ચે ખાડો કરી બાટી તૈયાર કરવી. હવે ગેસ ઉપર ક્લાડું અથવા તવી મૂકી તેના ઉપર લોટ ચાળવાની અથવા કોઇપણ તારની ચારણી ઉંધી મૂકી તેના પર બાટી મૂકી બુજારું ઢાંકવું
  6. વચ્ચે વચ્ચે ફેરવતા રહીને લગભગ 10 મિનીટ સુધી શેકીને લાલાશ પડતી શેકવી. 
  7. શેકાઈ જાય પછી તેને સહેજ ભાગી ન જાય એ રીતે દબાવીને એક ઘી ભરેલા બાઉલમાં મુકવી
  8. ઘીવાળી જ સર્વ કરવી.

   
= window.adsbygoogle || []).push({});