કણક માટે: સામગ્રી :
- મેંદો 100 ગ્રામ,
- ઘંઉનો લોટ 50 ગ્રામ,
- તેલ 50 મિલી.
- પાણી
- ઘી વેઢમી શેકવા માટે.
પુરણ માટે : સામગ્રી
- સફરજનનું છીણ 1 કપ,
- બાફેલી તુવેરની દાળ 2 ટેબલસ્પૂન
- ખાંડ 1/2 કપ,
- ગોળ 2 ટેબલસ્પૂન
- મોળો માવો 1/2 કપ,
- ખસખસ 1 ટીસ્પૂન
- ઈલાયચી પા. 1 ટીસ્પૂન ,
- મિક્સ ડ્રાયફ્રુટસ 2 ટેબલસ્પૂન ,
- એપલ એસેન્સ1/4 ટીસ્પૂન ,
રીત:
- એક કઢાઈમાં 2 નંગ સફરજનની છાલ કાઢીને છીણી લીધેલા લો.
- બાફેલી તુવરની દાળ ઉમેરો ,
- ખાંડ 1/2 કપ નાંખો, હલાવો,
- કુક થવા દો,
- ખાંડ ઓગળે ત્યાં સુધી અને ઘટ્ટ થવા આવે ત્યાં સુધી હલાવો,
- હવે 2 ટેબલસ્પૂન સમારેલો ગોળ ઉમેરી હલાવો,
- ઘટ્ટ થવા માંડે એટલે મોળો માવો, ખસખસ, ઈલાયચીપાવડર, ડ્રાય ફ્રુટ્સ નાખી હલાવો,
- ગેસ બંધ કરી સફરજનનું એસેન્સ ઉમેરી બાઉલમાં કાઢી લો.
- ઠંડુ થવા દો.
મેંદો, લોટ,પાણી, તેલ અથવા ઘીનું
મોણ નાંખી સોફ્ટ લોટ બાંધો, મેંદાનું અટામણ લઇ રોટલી વણી સ્ટફિંગ ભરી
તવીમાં ઘી મૂકી શેકી લો. અને ઘી સાથે સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment