પાવ ભાજી મસાલો:
સામગ્રી:
- આખાધાણા 25 ગ્રામ,
- તજ 12 ગ્રામ,
- લવિંગ 12 ગ્રામ,
- ઈલાયચી 12 ગ્રામ,
- કાળાં મરી 12 ગ્રામ,
- જીરું 25 ગ્રામ,
- બાદીયા 7 થી 8 ગ્રામ જેટલા,
- નાગકેસર 5 ગ્રામ,
- લાલ મરચું પાવડર 25 ગ્રામ,
- સુંઠ પાવડર 1 ટીસ્પૂન
- હળદર 1 ટીસ્પૂન
પાવભાજી મસાલાની રીત:
- એક કઢાઈમાં આખાધાણા, તજ, લવિંગ, ઈલાયચી, મરી, જીરું, બાદીયા, નાગકેસર ઉમેરી તેને શેકી લો.
- મસાલો ઠંડો થઇ જાય પછી તેને મિક્સર જારમાં લઇ વાટી લો.
- ચારણીથી ચાળી લો.
- હવે તેમાં લાલ મરચું પાવડર, સુંઠપાવડર અને હળદર ઉમેરી મિક્સ કરી લો. અને એર ટાઈટ બરણીમાં ભરીલો.

No comments:
Post a Comment