સામગ્રી :
- બટર 1 ટેબલસ્પૂન
- 2 થી 3 ટેબલસ્પૂન કાજુના ટુકડા,
- આદુનો ટુકડો,
- લાલ મરચું પાવડર 1/2 ટેબલસ્પૂન
- ઝીણી સમારેલી લસણ ની કળી 4 નંગ
- ઝીણી સમારેલી ડુંગળી 1 કપ
- પનીરના ટુકડા 100 ગ્રામ
- 1/2 ટીસ્પૂન હળદર
- ચપટી જાયફળ
- 1/4 ટીસ્પૂન ઈલાયચી પાવડર .
- શાહી પનીરનો M.D.H. ગરમ મસાલો,
- ટોમેટો પ્યુરી 1 કપ (2 નંગ મોટા ટામેટા ની)
- 1 ટીસ્પૂન ખાંડ,
- મીઠું
- 1 ટેબલસ્પૂન કસુરી મેથી
- 1/4 કપ ક્રીમ,
રીત:
- કઢાઈમાં પનીરના ત્રિકોણ ટુકડા તળી લો.
- બીજી કઢાઈમાં 1 ટેબલસ્પૂન બટર અથવા તેલ લો,
- મેલ્ટ થાય એટલે 2 ઇંચ આદુનો ટુકડો, લસણની ઝીણી સમારેલી કળી, હળદર, 2 થી 3 ટેબલસ્પૂન કાજુના ટુકડા, લાલ મરચું પાવડર, ઝીણી સમારેલી ડુંગળી 1 કપ નાંખી બધું કૂક થવા દો,
- હવે લાલ મરચું પાવડર, શાહી પનીરનો M.D.H. મસાલો 1 ટેબલસ્પૂન નાંખી હલાવો,
- ચપટી જાયફળ નો ભૂકો.1 ટેબલસ્પૂન ઈલાયચીનો ભૂકો ઉમેરી હલાવી થોડું પાણી રેડી બરાબર ચઢવા દો,
- કઢાઈમાંજ હેન્ડ્બ્લેન્ડર ફેરવો. પછી 1 કપ ટોમેટો પ્યુરી ઉમેરી હલાવી થોડું પાણી નાંખી ઢાંકી ચઢવા દો,
- ચઢી જાય પછી ખોલીને 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન કસુરી મેથી, નાંખી હલાવો.
- હવે 1/4 કપ ક્રીમ, મીઠું, પનીરના તળેલા ટુકડા ઉમેરી સર્વ કરો.
- રોટી, નાન, પરાઠા સાથે સારું લાગે.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment