દાળ બાટી ની દાળ :
- બાફેલી 1/2 વાડકી મગની દાળ , 1/4 વાડકી ચણાની દાળ, 1/4 વાડકી તુવરની દાળ, 2 ટેબલસ્પૂન અડદ ની દાળ (બધું થઈને એક બાઉલ જેટલી થશે) (બધી દાળ સાથે જ કુકરમાં બાફી લેવી)
- તેલ 2 ટેબલસ્પૂન,
- જીરું 1 ટીસ્પૂન
- લાલ મરચું 1 નંગ,
- તજ 2 નંગ,
- તમાલપત્ર 1 નંગ,
- લવિંગ 4 નંગ,
- મીઠા લીમડાના પાન 4 થી 5 નંગ,
- હળદર 1/2 ટીસ્પૂન
- લાલ મરચું પાવડર 2 ટીસ્પૂન
- ધાણા જીરું 1 ટીસ્પૂન
- ગરમ મસાલો 1/2 ટીસ્પૂન
- પાણી,
- મીઠું,
- લીંબુનો રસ 2 ટીસ્પૂન
- કોથમીર 1 ટેબલસ્પૂન
- પીરસવા માટે લીલી ચટણી અને લસણ ની ચટણી
- એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લો.
- તેમાં 1 ટીસ્પૂન જીરું, ખડા મસાલા (1 લાલ મરચું , 2 ટુકડા તજ, 1 તમાલપત્ર, 4 લવિંગ) આખા જ ઉમેરો,
- હવે 4 થી 5 લીમડાના પાન, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો નાંખી હલાવો.
- તરત જ 1/2 કપ પાણી રેડો, અને એને 5 મિનીટ માટે ઉકળવા દો,
- ઉકળે એ દરમ્યાન બાફેલી મિક્સ દાળ તેમાં ઉમેરવી, (1/2 વાડકી મગની દાળ , 1/4 વાડકી ચણાની દાળ, 1/4 વાડકી તુવરની દાળ, 2 ટેબલસ્પૂન અડદ ની દાળ મિક્સ કરીને કુકરમાં બાફી લેવી બધું થઈને એક બાઉલ જેટલી થશે),
- તેમાં મીઠું, 2 ટીસ્પૂન લીંબુનો રસ, થોડી કોથમીર અત્યારે ઉમેરવી, મિક્સ કરી 2 થી 3 મિનીટ ઉકળવા દો.
- સર્વ કરો
- ઉપર ઘી રેડવું.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment