Search This Blog

Monday, 15 June 2015

Kopra ni Chatni



કોપરાની  ચટણી:

 સામગ્રી: 
  1. સહેજ તેલમાં શેકેલા 2 ટેબલસ્પૂન દાળિયા 
  2. 1 કપ સમારેલું લીલું કોપરું
  3. કોથમીર 2 ટીસ્પૂન
  4. મીઠો લીમડાના પાન 10 થી 15 નંગ
  5. લીલું મરચું 1 નંગ
  6. મીઠું 
રીત:  
  1. મિક્સર જારમાં થોડા જ તેલમાં શેકેલા દાળિયા લઇ પહેલાં એકલા જ વાટી લેવા.,  
  2. હવે જારમાં જ 1 કપ જેટલું લીલું કોપરું સમારેલું, કોથમીર 2 ટીસ્પૂન મીઠા લીમડાનાપાન 10 થી 15 નંગ, 1 લીલું મરચું, મીઠું,  સહેજ પાણી ઉમેરી વાટી લેવું. 
કોપરાની ચટણી નો વઘાર:  
  1. વઘારીયામાં 1 ટીસ્પૂન તેલ લો. 
  2. 2 નંગ લાલ સૂકાં મરચાં, રાઈ 1 ટીસ્પૂન અડદની દાળ 1 ટીસ્પૂન, મીઠો લીમડો ઉમેરી ચટણીમાં નાંખી દો, (ચટણીમાં  દહીં નાખવું હોય તો વઘાર કર્યા પછી નાખવું અને હલાવી દેવું.)
  3. જો આ ચટણી સફેદ કરવી હોય તો કોથમીર અને લીમડો વાટવામાં ન નાખવો માત્ર વઘાર માં જ લેવા. 

No comments:

Post a Comment

= window.adsbygoogle || []).push({});