મિક્સ વેજીટેબલ સબ્જી રેસ્ટોરંટ સ્ટાઈલ
સામગ્રી - ગ્રેવી માટે:
સામગ્રી - ગ્રેવી માટે:
- સમારેલાં ટામેટાં 3 મોટા
- સમારેલી 2 ડુંગળી
- કાજુ 2 ટેબલસ્પૂન
- તેલ 2 ટેબલસ્પૂન
- નાનાં સમારેલાં બટાટા 1/4 કપ
- નાનાં સમારેલાં ગાજર1/4 કપ
- ફ્લાવર નાનું સમારેલું 1.4
- ફણસી સમારેલી 1/4 કપ
- કેપ્સીકમ સમારેલાં 1/4 કપ
- વટાણા 1/4 કપ
- પનીર 1/4 કપ
- બટર 2 થી 3 ટેબલસ્પૂન
- ક્રીમ 2 થી 3 ટેબલસ્પૂન
- કોથમીર
- મીઠું
- લાલ મરચું પાવડર 1 1/2 ટેબલસ્પૂન
- જીરા પાવડર 1 ટીસ્પુન
- ધાણા પાવડર 1 ટીસ્પુન
- ગરમ મસાલા 1/2 ટીસ્પુન
- ક્સુરીમેથી 1/2 ટીસ્પુન
- આદુ લસણની પેસ્ટ 1 ટીસ્પુન
- શેલો ફ્રાય કરવા માટે તેલ
- કઢાઈમાં તેલ ગરમ થવા મૂકો
- તેમાં ડુંગળી, ટામેટાં અને કાજુ ઉમેરી કુક થવા દો
- બરાબર કુક થઇ જાય (ટામેટાં, ડુંગળી ચઢી જાય અને તેલ છુટું પડશે.)પછી ગેસ બંધ કરી દો. અને ઠંડુ થાય પછી મિક્સરમાં કે બ્લેન્ડર વડે ક્રશ કરીલો. ગ્રેવી તૈયાર છે,
- કઢાઈમાં તેલ લો અને તેમાં બટાટા, ગાજર, ફણસી, ફુલાવર ને એક એક અલગથી સાંતળીને કાઢી લો
- હવે પનીરના ટુકડા સાંતળીને કાઢી લો,
- હવે એજ કઢાઈમાં બટર (જરૂર પડેતો તેલ ઉમેરવું) ઉમેરી આદુ લસણની પેસ્ટ સાંતળો.
- ટામેટાં ની અગાઉ બનાવેલી પેસ્ટ ઉમેરી સાંતળો.
- એ દરમ્યાન મીઠું, લાલ મરચું પાવડર, ઉમેરી ઢાંકીને કુક થવા દો.
- 3 થી 4 મિનીટ થઇ જાય પછી વટાણા અને કેપ્સિકમના ટુકડા ઉમેરી 2 મિનીટ થવા દો કારણકે વટાણા અને કેપ્સીકમ બન્ને કાચા જ છે.
- હવે બધી શાકભાજી ઉમેરી હલાવી લો.
- હવે ધાણાજીરું પાવડર, ગરમ મસાલા પાવડર, ક્સુરીમેથી હાથથી મસળીને ઉમેરો હલાવી ઢાંકીને 1 મિનીટ થવા દો.
- છેલ્લે ક્રીમ ઉમેરી થોડી વાર પછી ગેસ બંધ કરી દો.
- કોથમીર ભભરાવી સર્વ કરો.

No comments:
Post a Comment