Search This Blog

Tuesday, 9 June 2015

Matar Paneer

મટર  પનીર 





સામગ્રી:
  1. ½ કપ પનીરના ક્યુબ
  2. 1 ½ કપ ફ્રોઝન અથવા તાજા વટાણા 
  3. ટુકડો આદું, લસણ 5 થી 6 કળી, ડુંગળી 1 મોટી, 7 થી 8 કાજુની થોડું તેલ નાંખી વાટેલી પેસ્ટ,(આ પેસ્ટ લગભગ અડધો કપ જેટલી થવી જોઈએ)
  4. 1/2  કપ ટોમેટો પ્યુરી (ટામેટાને ઉકળતા પાણીમાં નાંખી છાલ  કાઢી મિક્સરમાં પીસી લેવા.)
  5. 2 ટેબલસ્પૂન મેથીની ભાજી
  6. 1 ટેબલસ્પૂન કોથમીર,  
  7. 1 ટેબલસ્પૂન માખણ,  
  8. ¼ કપ ક્રીમ અથવા દહીં
  9. કિચનકિંગ મસાલો 2 ટીસ્પૂન 
  10. હળદર 1 ટીસ્પૂન  
  11. લાલ મરચું પાવડર 2 ટીસ્પૂન  
  12. મીઠું 
  13. ખાંડ 1 ટીસ્પૂન  
  14. 2 ટેબલસ્પૂન તેલ,    
  15. 2 થી 3 તમાલપત્ર. 
રીત :    
  1. એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઇ પનીરના ટુકડા સાંતળો
  2. સંતળાઈ  જાય એટલે ટુકડા ને કઢાઈ માં જ એક બાજુએ કરી વચ્ચે જગ્યા કરી એજ તેલમાં 2 થી 3 નંગ તમાલપત્ર ઉમેરો
  3. 1 ટેબલસ્પૂન મેથીની  ભાજી ઉમેરો,  
  4. ડુંગળી આદું લસણ અને  કાજુની તેલ નાંખીને બનાવેલી પેસ્ટ ઉમેરો,  
  5. હલાવો અને ટોમેટો પ્યુરી ઉમેરો,  
  6. પંજાબી કિચનકિંગ મસાલો, હળદરલાલ મરચું પાવડર, મીઠું નાંખી હલાવો,  
  7. હવે લીલાં બાફેલાં વટાણા નાંખો. 1/4કપ પાણી ઉમેરી શકાય. 
  8. હલાવી ઢાંકીને ચઢવા દો,
  9. થોડી વાર પછી ખાંડ નાખો,
  10. હવે ક્રીમ અથવા દહીં ઉમેરો.
  11. 1 ટેબલસ્પૂન બટર નાંખો.    
  12. છેલ્લે કોથમીર ભભરાવી સર્વ કરો.   
ભાવના 

No comments:

Post a Comment

= window.adsbygoogle || []).push({});