ચના મસાલા
- ઘી 1 ટેબલસ્પૂન
- તેલ 3 થી 4 ટેબલસ્પૂન
- જીરું 2 ટીસ્પૂન
- ઝીણાં સમારેલાં મરચાં 2 નંગ,
- વાટેલું લસણ 5 થી 6 કળી
- ઝીણું સમારેલું આદું 1 ટીસ્પૂન
- ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ,
- ઝીણાં સમારેલાં ટમેટાં 2 નંગ,
- મીઠું,
- હળદર 1 ટીસ્પૂન
- ધાણાજીરું 1 ટીસ્પૂન
- લાલ મરચું પાવડર 1ટીસ્પૂન
- બાફીને મેશ કરેલો બટાકાનો માવો 1 વાડકી,
- દહીં અડધો કપ,
- બાફેલા કાબુલી ચણા અડધો કપ,(બાફતી વખતે મીઠું અને 2 તમાલપત્ર ઉમેરી દેવાં)
- લીંબુનો રસ 1 ટીસ્પૂન
- કિચનકિંગ મસાલો 2 ટેબલસ્પૂન
- કોથમીર અને સર્વ કરવા માટે ડુંગળીની સ્લાઈસ તેમજ તળેલાં મરચાં.
રીત :
- કઢાઈ માં ઘી અને તેલ મૂકો.
- તેમાં જીરું, ઝીણા સમારેલાં લીલા મરચાં, વાટેલા આદું અને લસણ, ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી બરાબર સાંતળો.
- ત્યારબાદ તેમાં ઝીણાં સમારેલાં ટામેટાં, મીઠું, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાવડર, બટાકાનો માવો અને દહીં ઉમેરી મિક્સ કરો,
- હવે એમાં બાફેલા ચણા, લીંબુનો રસ અને કિચનકિંગ મસાલો ઉમેરી મિક્સ કરો.
- ઢાંકીને 5 મિનીટ કૂક કરો.
- ત્યારબાદ કોથમીર ઉમેરી મિક્સ કરો અને સર્વ કરો.
No comments:
Post a Comment