જૈન મેથી મટર
મલાઈ:
સામગ્રી
- ઘી 1 ટેબલસ્પૂન
- તેલ, 1/2 ટેબલસ્પૂન
- ચપટી હિંગ,
- હળદર, 1 ટીસ્પૂન
- મેથીની ભાજી સમારેલી, 100 થી 150 ગ્રામ
- મીઠું,
- બાફેલા વટાણા, 1 કપ
- આદું મરચાંની પેસ્ટ 1 ટીસ્પૂન
- ગરમ મસાલો, 1 ટીસ્પૂન
- મલાઈ 1 ટીસ્પૂન
- ઘી 1 ટેબલસ્પૂન + 1/2 ટેબલસ્પૂન તેલ,
- આદું મરચાંની પેસ્ટ 1 ટેબલસ્પૂન
- 1/4 કપ દુધીને બોઈલ કરીને ક્રશ કરેલી પેસ્ટ,(જૈન ના હોય તો દુધીને બદલે ડુંગળી લેવી પણ ડુંગળીનું પ્રમાણ ઓછું લેવું),
- તજ, લવિંગ, મરી, જીરું, એલચી અને આખાધાણા શેકીને વાટેલો ગરમ મસાલો 1 ટેબલસ્પૂન
- મીઠું,
- ચપટી સુંઠપાવડર
- ચપટી ઈલાયચી પાવડર
- ચપટી ધાણાજીરું પાવડર
- વ્હાઈટ પેસ્ટ 1/2 કપ (કાજુ, મગજતરીના બી, ખસખસ દુધમાં પલાળીને વાટવું)
- કસૂરી મેથી 1 ટેબલસ્પૂન
- હળદર ચપટી
- દૂધ, 1/2 કપ
- મલાઈ 1/4 કપ
- ખાંડ, 1/2 ટીસ્પૂન
રીત :
- કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી +1/2 ટેબલસ્પૂન તેલ લો.
- તેમાં હિંગ, હળદર, મેથીની ભાજી સમારેલી ઉમેરી હલાવો, થોડું મીઠું નાખો, અને હલાવો,
- હવે 1 કપ બાફેલા વટાણા ઉમેરો,
- આદું મરચાંની ની પેસ્ટ, ચપટી ગરમ મસાલો અને સહેજ મલાઈ ઉમેરી હલાવી ગેસ બંધ કરો
- બીજી કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી અને 1/2 ટેબલસ્પૂન તેલ લઈ 1 ટેબલસ્પૂન આદું મરચાંની પેસ્ટ નાંખી હલાવો,
- એમાં 1/4 કપ દુધીની પેસ્ટ, (લસણ ન લેવું) વાટેલો ગરમ મસાલો ઉમેરો,
- મીઠું, ચપટી સુંઠ પાવડર, ઈલાયચી પાવડર ધાણાજીરું પાવડર ઉમેરી હલાવી 1/2 કપ વ્હાઈટ પેસ્ટ નાખી હલાવો,
- હવે 1/2 ટીસ્પૂન કસૂરી મેથી મસળીને ચપટી હળદર, 1/2 કપ દૂધ, 1/4 કપ મલાઈ ઉમેરો.
- થોડી ખાંડ, ઉમેરી હલાવો,
- આ રીતે ગ્રેવી તૈયાર થઇ
- હવે ગ્રેવીવાળી કઢાઈમાં આગળની વટાણા અને મેથી ની ભાજી વાળી કઢાઈ ની સામગ્રી ઉમેરી દો. અને હલાવો ક્ન્સીસ્ટેન્સી સેટ કરવા માટે થોડું પાણી ઉમેરો.
- અત્યારે થોડું લીક્વીડ રાખવું પછી ઘટ્ટ થઇ જશે
- 2 મિનીટ થવા દઈ ઉપર ઈલાયચી પાવડર ભભરાવી હલાવી ગેસ બંધ કરી
- સર્વ કરો

No comments:
Post a Comment