Search This Blog

Showing posts with label પંજાબી. Show all posts
Showing posts with label પંજાબી. Show all posts

Friday, 11 December 2015

Methi Matar Malai

મેથી મટર  મલાઈ 

સામગ્રી:

પેસ્ટ માટે :

  1. ડુંગળી 2 નંગ 
  2. કાજુ 8 થી 10 નંગ 
  3. લીલા મરચાં  3 નંગ 
  4. આદુ નો ટુકડો  1 નંગ 
  5. મોળો માવો છીણીને 2 ટેબલસ્પૂન 
સબ્જી માટે :

  1. ઘી 2 ટેબલસ્પૂન 
  2. છીણેલો મોળો માવો 2 ટેબલસ્પૂન 
  3. દૂધ 1 1/2 કપ 
  4. ક્રીમ અથવા મલાઈ 2 ટેબલસ્પૂન 
  5. મેથીના પાન સમારીને  2 કપ 
  6. સોડા ચપટી 
  7. ખાંડ 2 ટીસ્પૂન  
  8. મીઠું 
  9. કસુરીમેથી 1 ટીસ્પૂન 
  10. પાણી 
  11. વટાણા 1 1/2 કપ 
રીત:

  1. ઉકળતા પાણીમાં કાજુ, ડુંગળી, લીલા મરચાં અને આદુંનો ટુકડો ઉમેરીને 3 થી 4 મિનીટ ઉકળવા દઈ સોફ્ટ થઇ જાય પછી ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઇ મોળો માવો ઉમેરી વાટીને પેસ્ટ બનાવવી. આ રીતે વ્હાઈટ પેસ્ટ તૈયાર થઇ. 
  2. મેથીના પાનને ઉકળતા પાણીમાં મીઠું અને ચપટી સોડા ઉમેરી 4 થી 5 મિનીટ ઉકાળી નીતારી દબાવીને પાણી કાઢી નાંખવું.
  3. વટાણાને ઉકળતા પાણીમાં મીઠું નાંખી બાફી લેવા.
  4. એક કઢાઈમાં ઘી લઇ તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી 2 થી 3 મિનીટ સાંતળવું.
  5. હવે એમાં છીણેલો મોળો માવો 2 ટેબલસ્પૂન ઉમેરીને ફરીથી સાંતળો.
  6. થોડું ડ્રાય થઇ જાય પછી દૂધ ઉમેરી હલાવી 2 થી 3 મિનીટ થવા દો.
  7. હવે એમાં ઘરની મલાઈ અથવા ક્રીમ ઉમેરો. 
  8. નીતારીને રાખેલા મેથીના પાન ઉમેરી હલાવો.
  9. સારી રીતે હલાવી લીધા પછી એમાં ખાંડ, ક્સુરીમેથી (હાથથી મસળીને) અને મીઠું ઉમેરો.
  10. જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરવું અને હલાવવું,
  11. બાફેલા વટાણા ઉમેરો અને હલાવો. 2 મિનીટ થવા દો  અને સર્વ કરો   

Friday, 21 August 2015

Veg Kadhai


વેજ કઢાઈ 


સામગ્રી :
ગ્રેવી બનાવવા માટે:

  1. કઢાઈ મસાલો: ( 1 ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં 2 ટેબલસ્પૂન સુકા ધાણા લઇ શેકી લો. અને ગેસ બંધ કરી પછી 5 થી 6 લાલ આખાં સૂકાં મરચાં લઇ બધું સાથે જ મિક્સરમાં વાટીને પાવડર તૈયાર કરો  આ રીતે કઢાઈ મસાલો તૈયાર કરવો.)
  2. ઝીણાં સમારેલા ટામેટાં 400 ગ્રામ 
  3. ઘી 2 ટેબલસ્પૂન 
  4. તેલ 2 ટેબલસ્પૂન 
  5. બનાવેલો કઢાઈ મસાલો 2 ટેબલસ્પૂન
  6. ક્સુરીમેથી 1 ટીસ્પૂન 
  7. લાલ મરચાની પેસ્ટ 2 ટેબલસ્પૂન 
  8. પંજાબી ગરમ મસાલો 1/4 ટીસ્પૂન 
  9. ઝીણાં સમારેલાં આદુ, મરચાં, લસણ 1 ટીસ્પૂન  
  10. મીઠું 
સબ્જી બનાવવા માટે : 
  1. બાફેલી ફણસી, ગાજર અને વટાણા 1 1/2 કપ 
  2. તેલ 1 ટેબલસ્પૂન 
  3. ઘી 1 તેબ્લ્સ્પૂન 
  4. જીરું 1/4 ટીસ્પૂન 
  5. ઝીણી સમારેલી ડુંગળી 3 થી 4 ટેબલસ્પૂન 
  6. ઝીણાં સમારેલાં આદુ, મરચાં, લસણ 1 ટેબલસ્પૂન 
  7. સમારેલું કેપ્સીકમ 2 ટેબલસ્પૂન 
  8. કઢાઈ મસાલો 1 ટીસ્પૂન 
  9. કિચનકિંગ મસાલો 1/4 ટીસ્પૂન 
  10. હળદર 1/4 ટીસ્પૂન 
  11. પંજાબી ગરમ મસાલો 1/4 ટીસ્પૂન 
  12. મીઠું 
  13. ક્સુરીમેથી 1 ટીસ્પૂન 
  14. લાલ મરચાં ની  પેસ્ટ 1 ટીસ્પૂન 
  15. પનીર 1/2 કપ (છીણેલું+સમારેલું)
  16. પાણી 
  17. ખાંડ ચપટી 
  18. ક્રીમ 2 ટેબલસ્પૂન 
  19. ચીઝ 1 ટીસ્પૂન 
  20. બટર 1 ટીસ્પૂન 
  21. કોથમીર સમારેલી 

રીત:

  1. એક કઢાઈ માં 2 ટેબલસ્પૂન તેલ અને 2 ટેબલસ્પૂન ઘી  લો. 
  2. તેમાં 1 ટેબલસ્પૂન ઝીણાં  સમારેલાં આદુ ,મરચાં અને લસણ ઉમરો, 
  3. થોડું થાય પછી ચાર નંગ ઝીણાં સમારેલાં ટામેટાં (લગભગ 400 ગ્રામ જેટલાં ) ઉમેરો. તેની સાથે બનાવેલો કઢાઈ મસાલો 2 ટેબલસ્પૂન ઉમેરો. અને ટામેટાં નું પાણી બળી જાય ત્યાં સુધી (10 થી 12 મિનીટ) કુક થવા દો 
  4. હવે તેમાં 1 ટીસ્પૂન કસૂરીમેથી (હાથથી મસળીને ),2 ટીસ્પૂન લાલ મરચાની પેસ્ટ (લાલ મરચું પાવડર પણ લઇ શકાય), મીઠું, પંજાબી ગરમ મસાલો 1/4 ટીસ્પૂન ઉમેરો અને હલાવી થોડી વાર પછી ગેસ બંધ કરો (તેલ છુટું પડી જશે ) આ રીતે ગ્રેવી તૈયાર થઇ.
  5. બીજી કઢાઈમાં 1 ટેબલસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન ઘી લો.
  6. તેમાં 1/4 ટીસ્પૂન જીરું, 3 થી 4 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી, 1 ટીસ્પૂન ઝીણા સમારેલાં આદું મરચાં અને લસણ ઉમેરો, અને થોડું સાંતળો 
  7. 2 ટેબલસ્પૂન મોટું સમારેલું કેપ્સીકમ, 1 1/2 કપ જેટલાં બાફેલાં ગાજર, ફણસી અને વટાણા ઉમેરો.અને થોડા સાંતળો. 
  8. તેમાં 1 ટીસ્પૂન બનાવેલો કઢાઈ મસાલો, 1/2 ટીસ્પૂન કિચનકિંગ મસાલો, 1/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન પંજાબી ગરમમસાલો અને મીઠું ઉમેરો.અને બનાવેલી ગ્રેવી (અડધા ભાગની) ઉમેરો
  9. થોડું પાણી ઉમેરી હલાવી 1 ટીસ્પૂન ક્સુરીમેથી, 1 ટીસ્પૂન લાલ મરચાની પેસ્ટ, 1/2 કપ પનીર, 1/4 ટીસ્પૂન ખાંડ અને 2 ટેબલસ્પૂન, ક્રીમ, 1 ટીસ્પૂન છીણેલું ચીઝ અને છેલ્લે બટર ઉમેરી હલાવી ગેસ બંધ કરી દો    
  10. કોથમીર ઉમેરી સર્વ કરો.

Friday, 14 August 2015

Vej Khada Masala


વેજ ખડા મસાલા 




સામગ્રી :
  1. ખડા મસાલા નાંખીને બાફેલા ગાજર, ફણસી,વટાણા અને બટાટા 200 ગ્રામ ( કુકરમાં 1 થી 1 1/2 કપ પાણી લઇ તેમાં તજ,લવિંગ,મરી, બાદીયું, એલચી, એલચો, જાવંત્રી, દરેક 4 નંગ લઇ પહેલાં 2 થી 3 મિનીટ મસાલાને ઉકાળો પછી તેમાં ઉપરના શાકભાજી  અને મીઠું નાંખો અને માત્ર એકજ વ્હીસલ વગાડીને તરત જ ખોલી નાંખવું ખોલીને પાણી અને શાકભાજી અલગ કરી દેવાં જેમાંથી વેજી.સ્ટોક પણ તૈયાર થશે. જે સબ્જીમાં વાપરવા માટે લઇ શકાશે. આખા મસાલા પણ કાઢી લેવા )
  2. તેલ 3 ટેબલસ્પૂન 
  3. જીરું 1/2 ટીસ્પૂન 
  4. તમાલપત્ર 2 નંગ,
  5. બાદીયા 1 નંગ
  6. તજ 1 નંગ 
  7. એલચા 2 નંગ 
  8. ઈલાયચી 2 નંગ 
  9. જાવંત્રી 1 નંગ 
  10. લવિંગ 3 નંગ 
  11. આદુની પેસ્ટ 1 ટીસ્પૂન 
  12. લસણની પેસ્ટ 1 ટીસ્પૂન 
  13. ટોમેટો પ્યુરી 1/2 કપ (બ્લાન્ચ કરેલા ટામેટા ને છાલ કાઢીને ક્રશ કરવું 
  14. હળદર 1/4 ટીસ્પૂન 
  15. લાલ આખા મરચાંની પાણીમાં પલાળીને બનાવેલી પેસ્ટ 1 ટેબલસ્પૂન 
  16. ધાણા પાવડર 1 ટીસ્પૂન 
  17. જીરું પાવડર 1/2 ટીસ્પૂન 
  18. ગરમ મસાલો 1 ટીસ્પૂન
  19. તળેલી ડુંગળીની સહેજ પાણી નાંખીને વાટેલી પેસ્ટ 2 ટેબલસ્પૂન 
  20. મીઠું 
  21. કોથમીર 1 ટેબલસ્પૂન 
રીત:
  1. એક કઢાઈ  અથવા પેનમાં તેલ લઇ તેમાં જીરું, તમાલપત્ર, બાદીયા, તજ, એલચા, ઈલાયચી, જાવંત્રી, લવિંગ, આદુની પેસ્ટ, અને લસણની પેસ્ટ ઉમેરી ધીમા તાપે સાંતળો.
  2. પછી તેમાં ટોમેટો પ્યુરી ઉમેરી પ્યુરીનું પાણી બળી જાય એટલે તેમાં હળદર, લાલ મરચાની પેસ્ટ, ધાણાપાવડર, જીરું પાવડર, ગરમમસાલો, તળેલી ડુંગળીની પેસ્ટ, મીઠું, ઉમેરી સાંતળો 
  3. વેજીટેબલ સ્ટોક, અને બ્લાંચ કરેલા શાકભાજી ઉમેરી હલાવી જરૂર પડેતો વધુ સ્ટોક ઉમેરી હલાવી 2 મિનીટ ચઢવા દો.(જો કેપ્સીકમ ઉમેરવા હોય તો સમારીને કઢાઈમાં સાંતળીને ઉમેરવાં)
  4. થીક ગ્રેવીવાળી સબ્જી રાખવી.
  5. ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરી થોડીવાર પછી સર્વ કરો.

Wednesday, 1 July 2015

Butter Paneer Masala (Dhaba Style)


બટર  પનીર મસાલા (ઢાબા સ્ટાઇલ)   



 સામગ્રી:
  1. ટામેટાં  8 નંગ 
  2. પનીરના  ટુકડા 200 ગ્રામ  
  3. કોથમીર 2 ટેબલસ્પૂન 
  4. ડુંગળી 3 નંગ 
  5. બટર  3 ટેબલસ્પૂનથી થોડું વધારે  
  6. કાળી ઈલાયચી(એલચો)2 નંગ 
  7. લીલી ઈલાયચી 4 નંગ 
  8. તમાલપત્ર 2 નંગ 
  9. જીરું 1 ટીસ્પૂન 
  10. આખાં લાલ  મરચાં  2 નંગ 
  11. તેલ 2 ટેબલસ્પૂન
  12. આદું લસણની પેસ્ટ 1 1/2 ટેબલસ્પૂન 
  13. મીઠું 
  14. લાલ મરચું પાવડર 2 ટેબલસ્પૂન 
  15. જીરાપાવડર 1 ટીસ્પૂન 
  16. ગરમ મસાલો 1 ટીસ્પૂન 
  17. કસૂરી મેથી 1 ટીસ્પૂન  
  18. ક્રીમ 2 ટેબલસ્પૂન 
રીત :
  1. ટામેટાને મોટા ટુકડામાં કાપીને મિક્સર કે બ્લેન્ડર વડે ક્રશ કરીને પલ્પ બનાવો.
  2. ડુંગળીને પણ મોટી સમારીને  મિક્સર કે બ્લેન્ડર વડે ક્રશ કરી લો. 
  3. કઢાઈમાં તેલ ગરમ થવા મુકો.
  4. તેલ ગરમ થાય એટલે એમાં જીરું,બંને ઈલાયચી,તમાલપત્ર,લાલ આખાં મરચાં ઊમેરો.
  5. થોડું થઇ જાય એટલે આદું લસણની પેસ્ટ 2 ટીસ્પૂન, બટર 3 ટેબલસ્પૂન ઉમેરો. 
  6. ક્રશ કરેલી ડુંગળી ઉમેરો, મીઠું નાંખી સાંતળો.
  7. ટામેટાનો પલ્પ ઉમેરો.  હલાવતા રહી ઢાંકીને થોડી વાર (5 થી 7 મિનીટ) થવા દો.     
  8. ઘટ્ટ થઇ જાય પછી જીરા પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, 1 ટીસ્પૂન ખાંડ, ક્સુરીમેથી હાથથી મસળીને ઉમેરી હલાવી 1 મિનીટ થવા દો.
  9. 1/2 કપ પાણી, થોડી કોથમીર, પનીરના ટુકડા ઉમેરો અને હલાવો.
  10. ખદખદે એટલે 3 ટેબલસ્પૂન ક્રીમ ઉમેરી 3 થી 4 મિનીટ થવા દો  જેથી ઘટ્ટ થઇ જશે. 
  11. તેલ છુટું પડે એટલું થવા દો 
  12. સર્વ કરો.

 




Wednesday, 24 June 2015

Vej. Paneer Angara

વેજ. પનીર અંગારા


સામગ્રી:
પેસ્ટ બનાવવા માટે:
  1. ઝીણી સમારીને તળેલી ડુંગળી 1 નંગ  
  2. સમારેલાં  ટામેટાં 2 નંગ 
  3. આદુની પેસ્ટ 1ટીસ્પુન 
  4. લસણની પેસ્ટ 1 1/2 ટીસ્પુન 
  5. કાજુ 10 થી 12 નંગ 
  6. પાણી 

વેજીટેબલ્સ બનાવવા માટે :
  1. ડાઈસ કટ  કરેલી ડુંગળી 1 ટેબલસ્પુન
  2. ડાઈસ કટ કરેલા કેપ્સીકમ 2 ટેબલસ્પૂન  
  3. તેલ 1/2 ટીસ્પુન
  4. બટર 1 ટીસ્પુન
  5. મીઠું
  6. ખાંડ  અને મીઠું નાંખીને બાફેલાં  ફ્લાવર,ગાજર વટાણા  અને  ફણસી 1 કપ
ગ્રેવી બનાવવા માટે: 
  1. તળેલા પનીરના ટુકડા 150 ગ્રામ
  2. તેલ 1 ટેબલસ્પૂન 
  3. બટર  1 1/2 ટેબલસ્પૂન 
  4. પાણી
  5. હળદર 1/2 ટીસ્પુન
  6. મરચું 1 1/2 ટીસ્પુન
  7. ધાણા પાવડર 1 ટેબલસ્પૂન 
  8. જીરું પાવડર 1 ટીસ્પુન
  9. કિચનકિંગ મસાલો 1 ટેબલસ્પૂન 
  10. મીઠું
  11. પાણી
  12. કેચપ  1 ટેબલસ્પૂન 
  13. મોળો માવો 2 ટેબલસ્પૂન 
  14. કોથમીર 2 ટેબલસ્પૂન 
  15. ક્સુરીમેથી 1 ટેબલસ્પૂન 
  16. કાજુના ફાળિયા 8 થી 10 નંગ
દુંગાર  માટે:
      ડુંગળીનું ફોડયું, ઘી અને અંગારો. 

રીત:
પેસ્ટ માટે:
  1. મિક્સર જારમાં તળેલી ડુંગળી, સમારેલાં  ટામેટાં  આદુ, લસણની પેસ્ટ અને કાજુ લઇ ક્રશ કરી લો.  (જરૂર પડે તો થોડું  પાણી ઉમેરવું).
   વેજીટેબલ્સ માટે : 
  1. એક કઢાઈ માં બટર  અને  તેલ લઇ ડાઈસ કટ  કરેલાં  ડુંગળી  અને  કેપ્સીકમ, મીઠું, બાફેલાં શાકભાજી  લઇ સાંતળી લો. 
  2. બીજી કઢાઈમાં  તેલ અને બટર  લઇ તેમાં તૈયાર કરેલી  પેસ્ટ ઉમેરો.
  3. પાણી બળે એટલે તેમાં હળદર, મરચું, ધાણા પાવડર,  જીરું પાવડર  કિચનકિંગ મસાલો   મીઠું  અને પાણી ઉમેરી મિક્સ કરી લો 
  4. તેમાં કેચપ, અગાઉ સાંતળેલા વેજીટેબલ્સ, મોળો માવો, તળેલું પનીર અને જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી ફરીથી મિક્સ કરીલો. 
  5. કસુરીમેથી અને કાજુના ફાળિયા  ઉમેરી હલાવી લો, અને સર્વ કરો. 
દુંગાર માટે:
  1. સબ્જીને સર્વિંગ  બાઉલમાં લઇ તેની ઉપર ડુંગળીનું ફોડ્યું  મૂકો  
  2. ફોડયા ઉપર સળગેલો અંગારો મૂકી, 1 ટીસ્પુન ઘી રેડી તરતજ ઢાંકણ ફીટ ઢાંકી દેવું.
  3. 2 મિનીટ પછી સર્વિંગ કરતી વખતે જ ખોલવું.  પીરસતી વખતે અંગારો કાઢી લેવો.

Monday, 22 June 2015

Mix Veg. Sabji Rastorant Style

મિક્સ વેજીટેબલ સબ્જી રેસ્ટોરંટ  સ્ટાઈલ


 
સામગ્રી - ગ્રેવી માટે:
  1. સમારેલાં ટામેટાં 3 મોટા
  2. સમારેલી 2 ડુંગળી
  3. કાજુ 2 ટેબલસ્પૂન  
  4. તેલ 2 ટેબલસ્પૂન   
સામગ્રી - સબ્જી માટે:
  1. નાનાં સમારેલાં  બટાટા 1/4 કપ
  2. નાનાં  સમારેલાં ગાજર1/4 કપ 
  3. ફ્લાવર નાનું સમારેલું 1.4
  4. ફણસી  સમારેલી 1/4 કપ
  5. કેપ્સીકમ સમારેલાં 1/4 કપ
  6. વટાણા 1/4 કપ
  7. પનીર 1/4 કપ
  8. બટર 2 થી 3 ટેબલસ્પૂન 
  9. ક્રીમ 2 થી 3  ટેબલસ્પૂન 
  10. કોથમીર
  11. મીઠું
  12. લાલ મરચું પાવડર 1 1/2 ટેબલસ્પૂન  
  13. જીરા પાવડર 1 ટીસ્પુન 
  14. ધાણા  પાવડર 1 ટીસ્પુન 
  15. ગરમ મસાલા 1/2 ટીસ્પુન 
  16. ક્સુરીમેથી 1/2 ટીસ્પુન 
  17. આદુ  લસણની પેસ્ટ 1  ટીસ્પુન
  18. શેલો ફ્રાય કરવા માટે તેલ
રીત: પેસ્ટ
  1. કઢાઈમાં  તેલ ગરમ થવા મૂકો 
  2. તેમાં ડુંગળી, ટામેટાં અને કાજુ ઉમેરી કુક થવા દો  
  3. બરાબર કુક થઇ જાય (ટામેટાં, ડુંગળી ચઢી જાય અને તેલ છુટું પડશે.)પછી ગેસ બંધ  કરી દો. અને ઠંડુ થાય પછી મિક્સરમાં કે બ્લેન્ડર વડે ક્રશ કરીલો. ગ્રેવી તૈયાર છે,
(આ ગ્રેવીને બદલે ફ્રોજન કરેલી મખની ગ્રેવી પણ લઇ શકાય જુઓ [Anita parmar rasoi book makhni greavy)
  1. કઢાઈમાં તેલ લો અને તેમાં બટાટા, ગાજર, ફણસી, ફુલાવર ને એક એક અલગથી સાંતળીને કાઢી લો 
  2. હવે પનીરના ટુકડા સાંતળીને  કાઢી લો,
  3. હવે એજ કઢાઈમાં  બટર (જરૂર પડેતો તેલ ઉમેરવું) ઉમેરી આદુ  લસણની પેસ્ટ સાંતળો. 
  4. ટામેટાં ની અગાઉ બનાવેલી પેસ્ટ ઉમેરી સાંતળો.
  5. એ દરમ્યાન મીઠું, લાલ મરચું પાવડર, ઉમેરી ઢાંકીને કુક થવા દો. 
  6. 3 થી 4 મિનીટ થઇ જાય પછી  વટાણા  અને  કેપ્સિકમના ટુકડા ઉમેરી 2 મિનીટ થવા દો  કારણકે વટાણા અને કેપ્સીકમ બન્ને કાચા જ છે.
  7. હવે બધી શાકભાજી ઉમેરી હલાવી લો. 
  8. હવે ધાણાજીરું પાવડર, ગરમ મસાલા પાવડર,  ક્સુરીમેથી હાથથી મસળીને ઉમેરો હલાવી ઢાંકીને 1 મિનીટ થવા દો.
  9. છેલ્લે ક્રીમ ઉમેરી થોડી વાર પછી ગેસ બંધ કરી દો.
  10. કોથમીર ભભરાવી સર્વ કરો.

All purpose Makhni Greavy For Many Punjabi Recipes

મખની ગ્રેવી :



સામગ્રી:
  1. ટામેટાં મોટા સમારેલાં  1 1/2 કિલોગ્રામ
  2. બટર 1/2 કપ (બટર  ન હોય તો તેલ ચાલે પણ બટર થી સારું થશે).
  3. મીઠું
  4. લીલાં મરચાં  75 ગ્રામ
  5. લાલ સુકા મરચાં  150 ગ્રામ
  6. કાજુ 1/4 કપ (કાજુ વધારે ન લેવાં)
  7. ડુંગળી 350 ગ્રામ મોટી સમારેલી (4 નંગ મોટી)
  8. આદું  લસણની પેસ્ટ 1/2 ટેબલસ્પૂન 
  9. કસૂરી મેથી 2 ટીસ્પુન 
  10. ઈલાયચી 8 થી 10
  11. લવિંગ 5 થી 7
  12. તજ 4 થી 5 ટૂકડા
  13. તમાલપત્ર 2 થી 3 નંગ
  14. ખાંડ  2  ટેબલસ્પૂન
રીત: 
  1. એક નાના કપડાના ટુકડામાં ઈલાયચી, તજ, લવિંગ, તમાલપત્ર બાંધી લો.
  2. કુકરમાં બટર મૂકી તેમાં નાના કપડામાં બાંધેલા મસાલાની પોટલી એક સાઇડમાં મુકો.
  3. હવે  ડુંગળી, કાજુ  ઉમેરી 5 મિનીટ સાંતળો.
  4. જીંજર ગાર્લિક પેસ્ટ (આદુ  લસણની પેસ્ટ) ઉમેરી કાચી સ્મેલ દુર થાય એટલું જ શેકો (વધારે ન શેકવું).
  5. હવે લાલ મરચું પાવડર, લીલાં મરચાં, ટામેટાં  ઉમેરી મિક્સ કરો. 
  6. કુકરનું ઢાંકણ બંધ કરી 15 થી 20 મિનીટ થવા દઈ 5 થી 6 વ્હીસલ થવા દો.
  7. કુકર ઠંડુ થાય પછી ઢાંકણ ખોલી કુકરમાં મુકેલી પોટલી કાઢી લો.
  8. મિશ્રણને ગાળી પાણી કાઢી લઇ ટામેટાં, ડુંગળીને મિક્સર કે બ્લેન્ડર વડે વાટી લો.
  9. કઢાઈમાં આ  મિશ્રણ ને ગરમ થવા મુકો. 
  10. 2 મિનીટ થવા દઈ તેમાં મીઠું, ખાંડ, કસૂરીમેથી હાથથી મસળીને  ઉમેરો. 
  11. ખદખદવા દો અને ગેસ બંધ કરી ઠંડુ થવા દો. 
  12. કન્ટેઇનરમાં કે જીપબેગમાં ભરી ફ્રીજમાં ફ્રોજન કરવા મૂકી દો.
  13. આ રીતે બનાવેલી મખની  ગ્રેવીમાંથી  પનીર બટર મસાલા, મિક્સ વેજ, મિકસ વેજ મસાલા, પનીર ટીકા મસાલા  જેવી વાનગી બનાવી શકાશે.

Saturday, 20 June 2015

Methi Matar Malai

મેથી મટર  મલાઈ



ગ્રેવીમાટે:
  1. ઘી 2  ટેબલસ્પૂન
  2. તેલ 1 ટેબલસ્પૂન
  3. બાફેલી ડુંગળીની પેસ્ટ 1/2 કપ
પેસ્ટ બનાવવા માટે: 
  1. કાજુ 2 ટેબલસ્પૂન
  2. મગજતરી 2 ટેબલસ્પૂન
  3. ખસખસ 1 ટેબલસ્પૂન
  4. મોળો માવો 1/2 કપ
  5. મીઠું
  6. ખાંડ  2 ટેબલસ્પૂન
  7. ગરમ મસાલો 1/2 ટીસ્પૂન 
  8. ઈલાયચી 1/4tટીસ્પૂન
  9. ક્સુરીમેથી ચપટી
  10. દૂધ 1 કપ
સબ્જી  બનાવવા માટે:
  1. ઘી 1 ટેબલસ્પૂન
  2. તેલ 1 ટેબલસ્પૂન
  3. બાફેલાં  વટાણા 1  કપ
  4. મીઠું નાંખી  નિતારેલી મેથીની ભાજી 1 કપ
  5. ગરમ મસાલો 1/4 ટીસ્પૂન
  6. ખાંડ
  7. મીઠું
  8. ઈલાયચી પાવડર 1/4 ટીસ્પૂન
  9. છીણેલું પનીર 2 ટેબલસ્પૂન
  10. મોળો માવો 1 ટેબલસ્પૂન
  11. પાણી
  12. ક્રીમ 1 ટેબલસ્પૂન
રીત:
વ્હાઈટ ગ્રેવી: 
  1. કઢાઈમાં 2 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન તેલ લઇ બાફેલી ડુંગળીની પેસ્ટ ઉમેરી સાંતળો.   
  2. હવે કાજુ, ખસખસ અને મગજતરીની પેસ્ટ ઉમેરો.(ત્રણેય સામગ્રીને હુંફાળા પાણી કે દુધમાં 2 કલાક પલાળીને વાટવીઆ રીતે પેસ્ટ બને છે.)
  3. ચોંટે નહિ એ રીતે હલાવતા રહી કુક કરો. 
  4. ઘી છૂટવા જેવું લાગે એટલે મોળો માવો, મીઠું, ખાંડ, ગરમ મસાલો , ઈલાયચી પાવડર, ક્સુરીમેથી, ઉમેરી હલાવીને  કુક થવા દો.  
  5. હવે 1 કપ દૂધ ઉમેરી હલાવીને થોડું ઘી છૂટે ત્યાં સુધી થવા દો.
  6. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, (ઘટ્ટ થઇ જાય એવું થાય એ સ્થિતિમાં આવે ત્યારે એને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે) અત્યારે થોડું લીક્વીડ રાખવું.

  1. બીજી કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી અને 1 ટીસ્પૂન તેલ લો.
  2. તેમાં બાફેલા વટાણા અને લીલી મેથીની ભાજી ઉમેરો.
  3. તેમાં ગરમ મસાલો 1/4 ટીસ્પૂન, મીઠું, ઈલાયચી પાવડર 1/2 ટીસ્પૂન, છીણેલું પનીર 2 ટેબલસ્પૂન, મોળો માવો 1 ટેબલસ્પૂન  ઉમેરી (ન નાખવો હોય તો ચાલે), બધું મિક્સ કરી કુક થવા દો.
  4. હવે અગાઉ તૈયાર કરેલી વ્હાઈટ ગ્રેવી આમાં ઉમેરો.
  5. ઘટ્ટતા સેટ કરવા માટે થોડું પાણી અથવા દૂધ ઉમેરો.
  6. 1 મિનીટ કુક થવા દઈ થોડી મલાઈ ઉમેરી હલાવી ગેસ બંધ કરી સર્વ કરો 

Jain Methi Matar Malai Rastorant style

જૈન મેથી મટર  મલાઈ  રેસ્ટોરંટ  સ્ટાઈલ: 


સામગ્રી:    
મેથી અને મટરનું મિશ્રણ બનાવવા માટે: 
  1. મેથી 150 ગ્રામ
  2. ઘી 1 ટેબલસ્પુન 
  3. તેલ 1 ટીસ્પુન 
  4. હિંગ 1/4 ટીસ્પુન
  5. હળદર 1/4  ટીસ્પુન
  6. મીઠું
  7. બાફેલાં  વટાણા 1 કપ 
  8. આદુ મરચાં ની પેસ્ટ 1 ટીસ્પુન 
  9. ગરમ મસાલો ચપટી
  10. મલાઈ 1 ટીસ્પુન
ગ્રેવી: 
  1. ઘી 1 ટેબલસ્પુન 
  2. તેલ 1 ટેબલસ્પુન
  3. આદુ મરચાંની પેસ્ટ 1 ટેબલસ્પુન 
  4. બાફેલી દુધીની પેસ્ટ 1/4 કપ 
  5. મીઠું
  6. સુંઠ પાવડર ચપટી 
  7. ઈલાયચી પાવડર ચપટી
  8. ધાણાજીરું 1ટીસ્પુન 
  9. વ્હાઈટ પેસ્ટ 1 કપ (2 ટેબલસ્પુન કાજુ, 2 ટેબલસ્પુન મગજતરીનાં બી અને 1 ટેબલસ્પુન ખસખસ 2 કલાક દુધમાં પલાળીને વાટી લેવી)
  10. કસૂરી મેથી 1 ટેબલસ્પુન
  11. દૂધ 1/2 કપ
  12. ઈલાયચી પાવડર ચપટી
  13. ખાંડ  1/2 ટીસ્પુન 
  14. પાણી જરૂર મુજબ 
  15. ગરમ મસાલો 1 ટેબલસ્પુન
  16. મલાઈ 1/4 કપ

રીત;
મેથી અને મટર નું  મિશ્રણ બનાવવા માટે 
  1. કઢાઈમાં ઘી અને તેલ લઇ.
  2. તેમાં હિંગ, હળદર, મેથીના સમારેલા પાન, મીઠું, બાફેલાં વટાણા, આદુ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો અને મલાઈ લઇ મિક્સ કરો, અને તેને સાંતળી લો.
 ગ્રેવીની રીત: 
  1. બીજી કઢાઈમાં ઘી અને  તેલ લઇ.
  2. તેમાં આદુ  મરચાંની  પેસ્ટ, દુધીની પેસ્ટ, ગરમ મસાલો, મીઠું, સુંઠ પાવડર, ઈલાયચી પાવડર, ધાણા જીરું પાવડર, વ્હાઈટ પેસ્ટ, કસૂરી મેથી,  દૂધ, મલાઈ અને ખાંડ ઉમેરી  મિક્સ કરી લો.
  3. ત્યારબાદ તેમાં બનાવેલું મેથી અને વટાણાનું મિશ્રણ ઉમેરી તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરો.
  4. સબ્જીને કુક થવા દો 
  5. થઇ જાય એટલે ઈલાયચી પાવડર છાંટી હલાવી ગેસ બંધ કરી દો અને સર્વ કરો.

Friday, 19 June 2015

Paneer Butter Masala Rastorant style /paneer makhanvala

પનીર બટર  મસાલા રેસ્ટોરંટ સ્ટાઈલ



સામગ્રી: 
  1. બટર 3  ટેબલસ્પૂન
  2. તેલ  ટેબલસ્પૂન 
  3. મોટાં સમારેલાં 5 મોટાં ટામેટાં
  4. મોટી સમારેલી  1 મોટી ડુંગળી
  5. કાજુ  ટેબલસ્પૂન 
  6. જીંજર ગાર્લિક પેસ્ટ ટેબલસ્પૂન
  7. લાલ મરચું પાવડર 2   ટેબલસ્પૂન 
  8. મીઠું
  9. ગરમ મસાલો 1/2  ટીસ્પૂન
  10. ઈલાયચી  પાવડર 1/2 ટીસ્પૂન
  11. ક્સુરીમેથી ટીસ્પૂન
  12. ક્રીમ 2 ટેબલસ્પૂન 
  13. ખાંડ 1 ટીસ્પૂન
રીત:
  1. કઢાઈમાં થોડું તેલ લઇ ગરમ થવા મુકો.
  2. તેમાં મોટાં  સમારેલાં ટામેટાં,  મોટી સમારેલી ડુંગળી, અને કાજુ ઉમેરી ઢાંકીને 5 મિનીટ થવા દો.
  3. ટામેટાં અને ડુંગળી ચઢી જાય  એટલે ઠંડુ થવા દઈ તેને એક મિક્સર જારમાં લઇ વાટી પેસ્ટ બનાવો.                    
  4. કઢાઈમાં  3 ટેબલસ્પૂન   બટર  ગરમ થવા મુકો. સાથે જ  2 ટેબલસ્પૂન   તેલ ઉમેરી દો.
  5. જેથી  બટર  બળી ન જાય. 
  6. ગરમ થાય એટલે તેમાં 2 ટીસ્પૂન જીંજર ગાર્લિક પેસ્ટ ઉમેરો.
  7. 1/2 મિનીટ થવા દઈ તેમાં 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરો. 
  8. અગાઉ બનાવેલી પેસ્ટ ઉમેરો. થોડું મીઠું નાંખો.
  9. હલાવી ઢાંકીને થવા દો અત્યારે થોડી પાતળી ગ્રેવી જેવું હશે.
  10. વચ્ચે વચ્ચે હલાવીને જોતા રહેવું. થઇ જાય ત્યારે ઘટ્ટ થશે એ વખતે થોડું પાણી ઉમેરી શકાય.
  11. ઘટ્ટ થાય ત્યારે તેમાં 1/2 ટીસ્પૂન  ગરમ મસાલો, મીઠું, 1 ટીસ્પૂન  ક્સુરીમેથી, 1/2 ટીસ્પૂન ઈલાયચી પાવડર અને 2 ટેબલસ્પૂન ક્રીમ  ઉમેરો.
  12. ટેક્ષ્ચર ઘટ્ટ રહેવું જોઈએ.
  13. હવે પનીરના નાના ટુકડા ઉમેરો.
  14. પછી  એમાં 1 ટીસ્પૂન  ખાંડ  ઉમેરવી, હલાવી ગેસ બંધ કરી દેવો, (નહિતર ક્રીમમાંથી ઘી છૂટવા લાગશે) સર્વ કરો.
  15. રોટી, નાન, પરાઠા સાથે સારું લાગે છે.

Thursday, 18 June 2015

Paneer Passanda

પનીર પસંદા: 

પનીર સેન્ડવીચ માટે:
  1. પનીર 250 ગ્રામ,
  2. છીણેલું પનીર 2 થી 1/2 ટેબલસ્પૂન,
  3. સમારેલી  કીસમીસ 1 ટેબલસ્પૂન,
  4. કાજુ 6 થી 8 નંગ અથવા 2 ટેબલસ્પૂન,
  5. લીલા મરચાં 1 થી 2,
  6. કોથમીર સમારેલી  1 ટેબલસ્પૂન,
  7. ફુદીનાનાં  ઝીણાં  સમારેલાં પાન  1/2  ટેબલસ્પૂન,
  8. લાલ મરચું પાવડર 1/4  ટેબલસ્પૂન,
  9. જીરા પાવડર 1/4 ટેબલસ્પૂન,
  10. મીઠું, અને ફ્રાય કરવા માટે તેલ,
  11. કોર્નફ્લોર અને પાણી [સેન્ડવીચ બોળવા  માટે].
પસંદા ગ્રેવી: ડુંગળીની પેસ્ટ માટે:  
  1. 2 મોટી અથવા 150 ગ્રામ અથવા 1 કપ સમારેલી  ડુંગળી,
  2. તેલ  2  ટેબલસ્પૂન,
  3. પાણી ફ્રાય ડુંગળીને ક્રશ કરવા માટે 4 થી 5 ટેબલસ્પૂન.
ટામેટાની  પેસ્ટ:
  1. 3 મોટાં  અથવા 250 ગ્રામ અથવા 3 કપ સમારેલાં   ટામેટાં,
  2. કાજુ 10 થી 12,
  3. તજનો ટુકડો 1/2 ઇંચ,
  4. લીલી ઈલાયચી 2,
  5. ફોડા  જાવંત્રી 2,
  6. લવિંગ 2,
  7. 1 કપ પાણી ટામેટા ચઢવા માટે1 કપ.
ગ્રેવી  માટે:
  1. તેલ 1થી 2  ટેબલસ્પૂન,
  2. તમાલપત્ર 1નંગ,
  3. હળદર 1/4 ટીસ્પૂન, 
  4. લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન, 
  5. ધાણા પાવડર 1/2 ટીસ્પૂન,
  6. ગરમ મસાલો 1/4  ટીસ્પૂન,
  7. ખાંડ 1/4 ટીસ્પૂન,
  8. ક્સુરીમેથી 1 ટીસ્પૂન,
  9. પાણી 1 કપ,
  10. ક્રીમ 2 ટેબલસ્પૂન,
  11. કોથમીર અને મીઠું,
  12. જિંજર ગાર્લિક પેસ્ટ 1/2  ટીસ્પૂન,
  13. શાહજીરું અથવા જીરું 1/2 ટીસ્પૂન.
રીત : 
  1. એક કઢાઈ માં 2 કપ મોટાં  સમારેલાં ટામેટાં, 10 થી 12 નંગ કાજુ, ટુકડો તજ,  2 લીલી ઈલાયચી,  2 લવિંગ,  1 કપ પાણી  લઇ ધીમા તાપે  ટામેટાં સોફ્ટ થઇ જાય ત્યાં સુધી ચઢવા દો. 
  2. ટામેટાં ચઢી જાય પછી ગેસ બંધ કરી 
  3. કઢાઈમાં બાકીનું પાણી કાઢી લઇ ટામેટાં  ઠંડા થાય પછી મિક્સરમાં વાટી લો.
  4. વધેલું પાણી વાટતી વખતે જરૂર પડે તો લેવા માટે બચાવી રાખવુ.
  5. બીજી કઢાઈ માં 2 ટેબલસ્પૂન   તેલ ગરમ થવા મૂકો. 
  6. 1 કપ સમારેલી  ડુંગળી ધીમા તાપે સાંતળવા મુકો. 
  7. થોડું મીઠું નાખો જેથી ડુંગળી જલ્દી ચઢી જશે. 
  8. ડુંગળી બ્રાઉન થઇ જાય પછી ઠંડી થવા દઈ મિક્સર જારમાં લઇ 4 થી 5 ટેબલસ્પૂન ટામેટાંનું બચાવેલુ પાણી નાંખી વાટી લો.
  9. ડુંગળીની સ્મુધ પેસ્ટ બનાવી બાઉલમાં કાઢી એકબાજુ રાખો
        એજ જારમાં આગળના ટામેટાં વાળું મિશ્રણ પાણી સાથેજ લઇ વાટી લો. વાટતી  વખતે બીજું પાણી ઉમેરવું નહિ ટામેટાં કે કાજુના ટુકડા ન રહે એ રીતે સ્મુધ પેસ્ટ બનાવો.

પનીરને સ્ટફ કરવા માટે:
  1. એક બાઉલમાં કે પ્લેટમાં 2 થી 2 1/2 ટેબલસ્પૂન   છીણેલું પનીર [પનીરને બદલે ચીઝ પણ લઇ શકાય], 1 ટેબલસ્પૂન કીસમીસ ના ટુકડા 6 થી 8 કાજુ ના નાના ટુકડા, 1 થી 2 લીલાં મરચાં, 1 ટેબલસ્પૂન  સમારેલી  કોથમીર, 1/2 ટીસ્પૂન  ફુદીનાનાં  પાન લો.
  2. હવે તેમાં 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જીરા પાવડર અને મીઠું ઉમેરો.
  3. બધું બરાબર મિક્સ કરીને બાજુ માં રાખો [તીખાશ  જોઈતા પ્રમાણ માં વધઘટ  કરી શકાય. ચટપટા સ્વાદ માટે આમચુર પાવડર  પણ   નાંખી શકાય.] આ રીતે સ્ટફિંગ તૈયાર થયું.
  4. પનીરના ત્રિકોણ આકારની સ્લાઈસમાં ટુકડા કરી લો. 
  5. ઉપરનું સ્ટફિંગ પનીરના બે ટુકડાની વચ્ચે ભરી લો. 
  6. હવે એક બાઉલમાં 4 ટેબલસ્પૂન  પાણી લઇ થોડો કોર્નફલોર ઉમેરી પાતળું ખીરા જેવું બનાવો.
  7. પનીરના સ્ટફ કરેલા ટુકડા તેમાં બોળી  ગરમ તેલમાં શેલો ફ્રાય કરીલો [તળવાના  નથી.] 
  8. ફ્રાય કરેલા ટુકડાને પેપર પર લઇ તેલ નીતારી લો.
પનીર પસન્દાની  ગ્રેવી ની રીત:
  1.  હવે જે કઢાઈ માં ટામેટાં  સાંતળ્યા  હતા  એજ કઢાઈ માં 1 થી 1 1/2 ટેબલસ્પૂન તેલ મુકો.
  2. તેમાં 1 તમાલપત્ર, 1/2 ટીસ્પૂન  શાહ્જીરુ  ઉમેરો  [શાહજીરું ન હોય તો જીરું પણ ચાલે] 
  3. તતડે એટલે 1 થી 1/2 ટીસ્પૂન  જી.ગા.પેસ્ટ [આદુ + લસણની પેસ્ટ ] ઉમેરો સાંતળો. 
  4. હવે એમાં ટામેટાં અને કાજુની બનાવેલી પેસ્ટ ઉમેરો અને 3 થી  5 મિનીટ સુધી થવા દો  
  5. વચ્ચે વચ્ચે હલાવતા રહો.  
  6. ડુંગળીની પેસ્ટ પણ ઉમેરો. હલાવો 
  7. 3 થી 4 મિનીટ ધીમી આંચે ચઢવા દો . 
  8. થોડી વાર થાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન  ધાણા પાવડર  અને 1/2 ટીસ્પૂન  લાલ મરચું  પાવડર ઉમેરી હલાવો. 
  9. હવે 1 કપ પાણી ઉમેરો, હલાવો. 
  10. ઢાંકીને ચઢવા દો તેલ છૂટે ત્યાં સુધી ચઢવા દો. 
  11. ગ્રેવી થોડી ઘટ્ટ થઇ જશે. 
  12. મીઠું અને થોડી ખાંડ ઉમેરો, ગરમ મસાલો 1/4 ટીસ્પૂન , 1 ટીસ્પૂન ક્સુરીમેથી, 2 ટેબલસ્પૂન ક્રીમ અથવા ઘરની મલાઈ ઉમેરો.  ગેસ બંધ કરી તેમાં ફ્રાય કરેલા પનીરના ટુકડા ગોઠવી દો. 
  13. અથવા  પનીરના ટુકડા ગ્રેવીમાં ડુબાડી દો અને સર્વ કરો. 
  14. રોટી,નાન, પરાઠા, લચ્છા પરાઠા ,વેજ પુલાવ,જીરા રાઈસ, મલબાર પરાઠા સાથે સારું લાગે છે.

Monday, 15 June 2015

Khoya Matar Paneer



ખોયા મટર પનીર
                            

સામગ્રી:
  1. પનીર 200 ગ્રામ,  
  2. લીલાં વટાણા 150 ગ્રામ
  3. મોટી ડુંગળી2 નંગ ઝીણી સમારેલી
  4. ટામેટા 2 મોટાં ઝીણાં સમારેલાં 
  5. આદુ લસણ ની પેસ્ટ 1 ટીસ્પૂન
  6. હળદર 1/2 ટીસ્પૂન
  7. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન
  8. ગરમ મસાલો 1 ટીસ્પૂન
  9. ધાણાજીરું 1 ટેબલસ્પૂન ,  
  10. ગ્રીન ચીલી પેસ્ટ [લીલા મરચાં ની પેસ્ટ] 1 ટેબલસ્પૂન 
  11. લીંબુનો રસ 1 ટેબલસ્પૂન , 
  12. માવો 100 ગ્રામ
  13. મલાઈ 2 ટેબલસ્પૂન
  14. કાજુ 50 ગ્રામ
  15. ઈલાયચી 5 નંગ,
રીત:  
  1. કાજુને મિક્સર જારમાં લઈને વાટી,  દૂધ ઉમેરી પાતળી પેસ્ટ બનાવો,
  2. કઢાઈમાં તેલ લઇ ઈલાયચી ઉમેરી, તરત જ ઝીણી સમારેલી ડુંગળી અને મીઠું ઉમેરી 2 મિનીટ થવા દો
  3. જિં.ગા.પેસ્ટ(આદુ લસણ ની પેસ્ટ), હળદર, ગ્રીન ચીલી પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને ટામેટાં ઉમેરી હલાવી ટામેટાં ચઢી જાય ત્યાં સુધી થોડી વાર થવા દો.
  4. થોડી વાર પછી કાજુની પાતળા ખીરા જેવી પેસ્ટ ઉમેરો 
  5. હલાવી ઢાંકીને ચઢવા દો. 
  6. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું,  
  7. તેલ છૂટી જાય પછી લીલા બાફેલા વટાણા,   પનીરના ટુકડા, ગરમ મસાલો, માવો ઉમેરી હલાવી ઢાંકીને ચઢવા દો,
  8. (અત્યારે જરૂર જણાય તો સહેજ પાણી ઉમેરવું),   
  9. છેલ્લે ક્રીમ ઉમેરી હલાવી સર્વ કરો.              
= window.adsbygoogle || []).push({});