ઢાબા સ્ટાઈલ પાલક
પનીર : [જૈન]
સામગ્રી:
- ઘી 1 ટેબલસ્પૂન + 1 1/2 ટીસ્પૂન તેલ,
- તમાલપત્ર 2 નંગ ,
- જીરું 1 ટીસ્પૂન ,
- હિંગ ચપટી,
- હળદર 1 ટીસ્પૂન
- આદું મરચાની પેસ્ટ 1 ટેબલસ્પૂન
- છીણેલા ટામેટાં 3 નંગ
- ધાણાજીરું 1/2 ટેબલસ્પૂન
- [તજ, લવિંગ,મરી આખાધાણા, ઈલાયચી શેકીને બનાવેલો મસાલો 1/2 ટીસ્પૂન],
- આમચૂર પાવડર 1/4 ટીસ્પૂન,
- મોળું દહીં 1/2 કપ
- 250 ગ્રામ પાલકની ભાજી બ્લાન્ચ કરેલી,
- કોથમીરની પ્યુરી 1 ટેબલસ્પૂન
- મીઠું,
- બુરું ખાંડ 1/4 ટીસ્પૂન,
- ક્રીમ 1 ટેબલસ્પૂન
- છીણેલું પનીર થોડું,
- લીંબુનો રસ 1/2 ટીસ્પૂન
- કેપ્સીકમ લાંબા સમારેલાં,
- ગરમ મસાલો,
- મલાઈ 1/2 ટેબલસ્પૂન
- પાણીમાં પલાળીને બનાવેલી લાલ મરચાં ની પેસ્ટ 1 ટેબલસ્પૂન
રીત:
- કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી + 1 1/2 tb તેલ લો.
- તમાલપત્ર, જીરું, હિંગ, ચપટી હળદર, 1 ટેબલસ્પૂન આદું મરચાંની પેસ્ટ, 3 નંગ છીણેલા ટામેટા ઉમેરી સાંતળો.
- 1 મિનીટ પછી 1/2 ટેબલસ્પૂન ધાણાજીરું (તજ, લવિંગ, જીરું, મરી, આખાધાણા, ઈલાયચી શેકીને) બનાવેલો મસાલો 1 ટીસ્પૂન ઉમેરો.
- હવે 1/4 આમચૂર પાવડર, 1/2 કપ દહીં, ઉમેરી હલાવો,
- 250 ગ્રામ બ્લાન્ચ કરીને વાટેલી પાલકની પેસ્ટ ઉમેરો.
- 1 ટેબલસ્પૂન કોથમીરની પ્યુરી, મીઠું ઉમેરો, 1/2 ટીસ્પૂન દળેલી ખાંડ ઉમેરી 2 મિનીટ સાંતળો,
- તેલ છુટું પડશે
- હવે 2 ટેબલસ્પૂન ક્રીમ ઉમેરો,
- હલાવી થોડું છીણેલું પનીર ઉમેરો,
- 1/2 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરી ગેસ બંધ કરો,
- બીજી કઢાઈમાં 1/2 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન તેલ લો.
- 1/2 ટીસ્પૂન જીરું, ચપટી હળદર, કેપ્સીકમ લાંબા સમારેલાં(ન હોય તો ચાલશે) મીઠું, ટામેટાં લાંબા સમારેલાં 4 કે 5 ચીરી, ગરમ મસાલો, પાણીમાં પલાળેલ લાલ મરચું પાવડરની પેસ્ટ 1 ટેબલસ્પૂન, 1 ટીસ્પૂન મલાઇ, પનીરના ટુકડા 5 થી 6 નંગ ઉમેરી હલાવો,
- ગેસ બંધ કરો આ રીતે તડકો તૈયાર થયો
- હવે આગળની કઢાઈ વાળી સબ્જીમાં આ તૈયાર કરેલો તડકો રેડી દો અને સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment