Search This Blog

Wednesday, 10 June 2015

Naylon Khaman


નાયલોન ખમણ


 
સામગ્રી : 

  1. 250 ગ્રામ ચણાનો ઝીણો લોટ
  2. મીઠું 
  3. 1 ટીસ્પૂન  લીંબુનાં  ફૂલ 
  4. 1 ટીસ્પૂન ખાંડ  
  5. પાણી 
  6. 1/2 ટીસ્પૂન સોજી 
  7. 1 ટીસ્પૂન તેલ 
  8. 1 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા 
વઘાર માટે : 

  1. 75 ગ્રામ તેલ 
  2. 6 થી 7 નંગ લીલાં મરચાં મોટા ટુકડામાં સમારેલા 
  3. પાણી  લગભગ 100 મિલી 
  4. મીઠું 
  5. થોડા જ લીંબુના ફૂલ (1/4 ટીસ્પૂન) 
  6. ખાંડ  3 થી 4 ટેબલસ્પૂન 
  7. રાઈ 1 ટેબલસ્પૂન 
  8. કોથમીર 
રીત: 


  1. એક બાઉલ માં ચણાનો લોટ લઇ તેમાં મીઠું, લીંબુ નાં ફૂલ, ખાંડ, સોજી અને જરુર  મુજબ પાણી ઉમેરી હલાવી બટાટા વડાં જેવું ખીરું બનાવો.
  2. ઢોકળાના કુકરમાં પાણી ઉમેરી ઢોકળાની થાળી મૂકી ઢાંકણ   ઢાંકી ગેસ ચાલુ કરીને કુકર ગરમ થવા મુકો 
  3. કુકર ગરમ થયા બાદ જ ચણાના લોટમાં તેલ 1 ટીસ્પૂન ઉમેરી મિક્સ કરી તેમાં ખાવાનો સોડા ઉમેરી એકજ દિશામાં હલાવી (ફૂલી જશે) તરત જ ઢોકળાની થાળીમાં રેડી દો અને ઢાંકણ ઢાંકીને 20 મિનીટ થવા દો  
  4. વચ્ચે ખોલીને જોવું નહિ. (કુકરમાં 20 મિનીટ ચાલે એટલું પાણી મુકવું)
  5. થઇ જાય પછી ઢોકળાં ની થાળી બહાર કાઢી એકદમ ઠંડી થવા દો.
  6. ઢોકળાં ના કાપા પાડી દો.
વઘાર માટે: 
  1. વઘારિયામાં તેલ લઇ તેમાં રાઈ મૂકી તતડે પછી લીલાં મરચાં ઉમેરો.
  2. મરચાં થઇ જાય પછી તેમાં પાણી ઉમેરી તેમાં મીઠું, ખાંડ , લીંબુના ફૂલ ઉમેરી ખાંડ  ઓગળે ત્યાં સુધી હલાવો ને ઉકળવા દો.અને ગેસ બંધ કરો.
  3. આ વઘાર કાપા કરેલી ઢોકળાની થાળીમાં એકસરખો ફેલાય એ રીતે રેડો.
  4. કોથમીર ભભરાવી સર્વ કરો. 


ઝઝમીલા 

No comments:

Post a Comment

= window.adsbygoogle || []).push({});