Search This Blog

Thursday, 11 June 2015

Chhash(Butter Milk) Masala


છાશનો મસાલો



સામગ્રી:

  1. જીરું 2 ટેબલસ્પૂન 

  2. સફેદ આખાં મરી 1 ટેબલસ્પૂન 

  3. કાળાં આખાં મરી 1/4 ટીસ્પૂન   

  4. આમચૂરપાવડર 1 ટેબલસ્પૂન

  5. ધાણાપાવડર 3 ટેબલસ્પૂન

  6. સંચળ 1 ટેબલસ્પૂન

  7. મીઠું  

  8. કોર્નફલોર 1 ટેબલસ્પૂન

દુંગાર છાશ બનાવવા માટે :  

  1. છાશ 1 ગ્લાસ,  

  2. છાશનો મસાલો 1 ટીસ્પૂન,  

  3. કોથમીર ફુદીનો સમારેલાં 1 ટેબલસ્પૂન

  4. દુંગાર  કરવા માટે એક અંગારો અને ઘી. 

રીત: 

  1. સૌ પ્રથમ મસાલો બનાવવા માટે એક મિક્સર જારમાં  જીરું, સફેદ આખાંમરી, કાળાંમરી આમચૂર પાવડર, ધાણા પાવડર,  સંચળ, મીઠું, અને કોર્નફલોર લઇ તેને ક્રશ કરી લો.

  2. ચાળી લો.

દુંગાર છાશ માટેની રીત:   

  1. બનાવેલો મસાલો, કોથમીર, ફુદીનો છાશમાં ઉમેરી બરાબર મિક્સ કરો.  

  2. હવે એક પ્લેટમાં સળગેલો ચાલુ અંગારો ફૂંક મારીને રાખ ઉડાડી મુકો,  

  3. અંગારા ઉપર 1 ટીસ્પૂન ઘી રેડી અને છાશનો મસાલો છાંટી તેની ઉપર ખાલી ગ્લાસ ઊંધો પાડી દેવો  

  4. 2 મિનિટ એમજ રહેવા દઈ ગ્લાસ ધુમાડા વાળો થઇ જશે ગ્લાસ

  5. સીધો કરી તરત જ એજ ગ્લાસમાં મસાલા વળી છાશ રેડી સર્વ કરવી.

      આ મસાલામાં થોડો સુંઠ પાવડર નાંખવાથી તેનો ઉપયોગ  પાણીપુરીમાં થઇ શકશે.


No comments:

Post a Comment

= window.adsbygoogle || []).push({});