Search This Blog

Showing posts with label શીરો. Show all posts
Showing posts with label શીરો. Show all posts

Saturday, 27 June 2015

Mag ni Dalno Shiro

મગની દાળનો  શીરો [માઝૂમ] 

સામગ્રી:
  1. મગની ફોતરાવાળી દાળ  1 કપ
  2. ઘી 1 કપ
  3. દૂધ 1 કપ
  4. પાણી 1 કપ
  5. પોણો કપ ખાંડ 
  6. થોડો જ પીળો કલર 
  7. બદામ અને પીસ્તા 
  8. કેસર અને ઈલાયચીનો ભૂકો 

રીત:
  1. મગની દાળને 6 થી 8 કલાક પાણીમાં પલાળી રાખવી, પલળી   જાય એટલે  ફોતરા કાઢી મિક્સરમાં પીસી લેવી,  
  2. એક કઢાઈમાં ઘી મૂકી પીસેલી દાળ  નાખી ધીમાં તાપે આછી બદામી રંગની થાય ત્યાં સુધી શેકવી,
  3. બીજી બાજુ દૂધ અને પાણી ભેગા કરી ઉકાળવા મૂકવાં  રંગ પણ પાણીમાં જ નાખી દેવો,  
  4. દાળ  શેકાઈ  જાય ત્યારે  દૂધ અને પાણીનું મિશ્રણ તેમાં નાખી ખુબ હલાવ્યા કરવું, 
  5. થોડી વાર પછી ખાંડ નાખી હલાવવું 
  6. ઘી છુટું પડી જાય પછી બદામ પિસ્તાની કતરણ ઈલાયચીનો ભૂકો અને કેસર નાખી સર્વ કરવું.

Satynarayan ni Prsadno Shiro

સત્યનારાયણની પ્રસાદનો શીરો


સામગ્રી: 
  1. 600 ગ્રામ રવો
  2. 600 ગ્રામ ઘી
  3. 3 લીટર દૂધ 
  4. 600 ગ્રામ ખાંડ
  5. થોડીક ચારોળી, ઈલાયચીનો ભૂકો અને બદામની કતરણ 

રીત: 
  1. કઢાઈમાં  ઘી મૂકી ગરમ થાય  એટલે રવો નાંખી  ધીમા તાપે  સતત હલાવીને શેકવું,
  2. બીજી બાજુ દૂધ ગરમ થવા મુકવું,  
  3. રવો આછો બદામી થાય એટલે શેકાવાની સુગંધ આવવા લાગશે  ત્યારે જ  ગરમ દૂધ ધીરેથી એમાં રેડવું,   
  4. તાપ  ખુબ ધીમો રાખવો,   
  5. બધું દૂધ બળી જાય ત્યારે ખાંડ નાંખવી આ દરમ્યાન સતત હલાવ્યા કરવું  થઈ  જાય ત્યારે ઘી છુટું પડશે, 
  6. ઉપર ઈલાયચીનો ભૂકો અને બદામની કતરણ ભભરાવવી અને સર્વ કરવું.

Shiro

શીરો: 



સામગ્રી:
  1. ઘઉંનો સહેજ જાડો લોટ 1 કપ
  2. ઘી 1 કપથી સહેજ ઓછું
  3. પાણી 3 કપ
  4. દ્રાક્ષ 
  5. ખાંડ 1 કપ
  6. ઈલાયચીનો ભૂકો 
  7. બદામની કતરણ 

રીત: 
  1. કઢાઈમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ નાખવો, 
  2. બીજી બાજુ બીજા વાસણમાં પાણી ગરમ થવા મુકવું.
  3. લોટ બદામી રંગનો થાય (શેકાઈ  જવાની સુગંધ આવે) એટલે તેમાં ગરમ પાણી રેડવું (પાણી રેડતી વખત ધ્યાન રાખવું ગરમ હોવાથી છાંટા ઉડશે) .
  4. સુકી દ્રાક્ષ અત્યારે જ નાંખી દેવી જેથી ફૂલી જાય તરતજ સતત હલાવ્યા કરવું.
  5. પાણી જયારે બળી જાય ત્યારે તેમાં ખાંડ નાંખવી, અને હલાવતા રહેવું, થઈ જાય ત્યારે આપોઆપ ઘી છુટું પડશે.
  6. ઈલાયચીનો ભૂકો અને બદામની કતરણ નાંખવી (બદામ બાફીને કાતરી કરીને પણ નાખી શકાય).સર્વ કરો.
= window.adsbygoogle || []).push({});