Search This Blog

Showing posts with label Paneer. Show all posts
Showing posts with label Paneer. Show all posts

Wednesday, 8 July 2015

Makhni Paneer


મખની પનીર 



સામગ્રી
  1. તેલ 1 ટીસ્પૂન 
  2.  આદું  1 ટેબલસ્પૂન 
  3. તમાલપત્ર 2 નંગ 
  4. ઈલાયચી 3 થી 4 નંગ 
  5. મોટો એલચો 1 નંગ 
  6. લવિંગ 2 નંગ 
  7. સમારેલાં ટામેટાં 4 નંગ 
  8. સૂકાં લાલ આખાં મરચાં 3 થી 4 નંગ 
  9. બટર  1 1//2 ટીસ્પૂન 
  10. કાજુ મગજતરીની પેસ્ટ 1/ 4કપ 
  11. મીઠું 
  12. હળદર ચપટી 
  13. લાલ મરચું પાવડર ચપટી 
  14. ગરમ મસાલો 1/2 ટીસ્પૂન 
  15. પંજાબી ગરમ મસાલો (કિચનકિંગ મસાલો) 1/2 ટીસ્પૂન 
  16. પાણી 
  17. મધ 1/2 ટીસ્પૂન 
  18. ક્સુરીમેથી 1 ટેબલસ્પૂન 
  19. પનીરના ટુકડા 1 કપ 
  20. ક્રીમ 1 ટેબલસ્પૂન 
  રીત: 
  1.  એક કઢાઈ માં તેલ લો.
  2. ગરમ થાય એટલે તેમાં આદું, તમાલપત્ર, ઈલાયચી, એલચો, લવિંગ અને સમારેલાં ટામેટાં લઇ સાંતળી લો. 
  3. બરાબર સંતળાઈ જાય પછી તેમાં સૂકાં લાલ આખાં મરચાં ઉમેરી કુક કરી ઠંડુ થવા દો.  
  4. ઠંડુ થયા બાદ મિક્સરમાં ક્રશ કરી ગાળી  લો. 
  5. હવે એક પેન કે કઢાઈ માં બટર લઇ તેમાં ટામેટાં ની ગ્રેવી, કાજુમગજતરીની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, પંજાબી ગરમ મસાલો, પાણી, મધ, કસૂરી મેથી અને પનીરના ટુકડા ઉમેરી મિક્સ કરી દો.
  6. છેલ્લે તેમાં ક્રીમ અને બટર  ઉમેરી સર્વ કરો

Wednesday, 1 July 2015

Butter Paneer Masala (Dhaba Style)


બટર  પનીર મસાલા (ઢાબા સ્ટાઇલ)   



 સામગ્રી:
  1. ટામેટાં  8 નંગ 
  2. પનીરના  ટુકડા 200 ગ્રામ  
  3. કોથમીર 2 ટેબલસ્પૂન 
  4. ડુંગળી 3 નંગ 
  5. બટર  3 ટેબલસ્પૂનથી થોડું વધારે  
  6. કાળી ઈલાયચી(એલચો)2 નંગ 
  7. લીલી ઈલાયચી 4 નંગ 
  8. તમાલપત્ર 2 નંગ 
  9. જીરું 1 ટીસ્પૂન 
  10. આખાં લાલ  મરચાં  2 નંગ 
  11. તેલ 2 ટેબલસ્પૂન
  12. આદું લસણની પેસ્ટ 1 1/2 ટેબલસ્પૂન 
  13. મીઠું 
  14. લાલ મરચું પાવડર 2 ટેબલસ્પૂન 
  15. જીરાપાવડર 1 ટીસ્પૂન 
  16. ગરમ મસાલો 1 ટીસ્પૂન 
  17. કસૂરી મેથી 1 ટીસ્પૂન  
  18. ક્રીમ 2 ટેબલસ્પૂન 
રીત :
  1. ટામેટાને મોટા ટુકડામાં કાપીને મિક્સર કે બ્લેન્ડર વડે ક્રશ કરીને પલ્પ બનાવો.
  2. ડુંગળીને પણ મોટી સમારીને  મિક્સર કે બ્લેન્ડર વડે ક્રશ કરી લો. 
  3. કઢાઈમાં તેલ ગરમ થવા મુકો.
  4. તેલ ગરમ થાય એટલે એમાં જીરું,બંને ઈલાયચી,તમાલપત્ર,લાલ આખાં મરચાં ઊમેરો.
  5. થોડું થઇ જાય એટલે આદું લસણની પેસ્ટ 2 ટીસ્પૂન, બટર 3 ટેબલસ્પૂન ઉમેરો. 
  6. ક્રશ કરેલી ડુંગળી ઉમેરો, મીઠું નાંખી સાંતળો.
  7. ટામેટાનો પલ્પ ઉમેરો.  હલાવતા રહી ઢાંકીને થોડી વાર (5 થી 7 મિનીટ) થવા દો.     
  8. ઘટ્ટ થઇ જાય પછી જીરા પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, 1 ટીસ્પૂન ખાંડ, ક્સુરીમેથી હાથથી મસળીને ઉમેરી હલાવી 1 મિનીટ થવા દો.
  9. 1/2 કપ પાણી, થોડી કોથમીર, પનીરના ટુકડા ઉમેરો અને હલાવો.
  10. ખદખદે એટલે 3 ટેબલસ્પૂન ક્રીમ ઉમેરી 3 થી 4 મિનીટ થવા દો  જેથી ઘટ્ટ થઇ જશે. 
  11. તેલ છુટું પડે એટલું થવા દો 
  12. સર્વ કરો.

 




Wednesday, 24 June 2015

Vej. Paneer Angara

વેજ. પનીર અંગારા


સામગ્રી:
પેસ્ટ બનાવવા માટે:
  1. ઝીણી સમારીને તળેલી ડુંગળી 1 નંગ  
  2. સમારેલાં  ટામેટાં 2 નંગ 
  3. આદુની પેસ્ટ 1ટીસ્પુન 
  4. લસણની પેસ્ટ 1 1/2 ટીસ્પુન 
  5. કાજુ 10 થી 12 નંગ 
  6. પાણી 

વેજીટેબલ્સ બનાવવા માટે :
  1. ડાઈસ કટ  કરેલી ડુંગળી 1 ટેબલસ્પુન
  2. ડાઈસ કટ કરેલા કેપ્સીકમ 2 ટેબલસ્પૂન  
  3. તેલ 1/2 ટીસ્પુન
  4. બટર 1 ટીસ્પુન
  5. મીઠું
  6. ખાંડ  અને મીઠું નાંખીને બાફેલાં  ફ્લાવર,ગાજર વટાણા  અને  ફણસી 1 કપ
ગ્રેવી બનાવવા માટે: 
  1. તળેલા પનીરના ટુકડા 150 ગ્રામ
  2. તેલ 1 ટેબલસ્પૂન 
  3. બટર  1 1/2 ટેબલસ્પૂન 
  4. પાણી
  5. હળદર 1/2 ટીસ્પુન
  6. મરચું 1 1/2 ટીસ્પુન
  7. ધાણા પાવડર 1 ટેબલસ્પૂન 
  8. જીરું પાવડર 1 ટીસ્પુન
  9. કિચનકિંગ મસાલો 1 ટેબલસ્પૂન 
  10. મીઠું
  11. પાણી
  12. કેચપ  1 ટેબલસ્પૂન 
  13. મોળો માવો 2 ટેબલસ્પૂન 
  14. કોથમીર 2 ટેબલસ્પૂન 
  15. ક્સુરીમેથી 1 ટેબલસ્પૂન 
  16. કાજુના ફાળિયા 8 થી 10 નંગ
દુંગાર  માટે:
      ડુંગળીનું ફોડયું, ઘી અને અંગારો. 

રીત:
પેસ્ટ માટે:
  1. મિક્સર જારમાં તળેલી ડુંગળી, સમારેલાં  ટામેટાં  આદુ, લસણની પેસ્ટ અને કાજુ લઇ ક્રશ કરી લો.  (જરૂર પડે તો થોડું  પાણી ઉમેરવું).
   વેજીટેબલ્સ માટે : 
  1. એક કઢાઈ માં બટર  અને  તેલ લઇ ડાઈસ કટ  કરેલાં  ડુંગળી  અને  કેપ્સીકમ, મીઠું, બાફેલાં શાકભાજી  લઇ સાંતળી લો. 
  2. બીજી કઢાઈમાં  તેલ અને બટર  લઇ તેમાં તૈયાર કરેલી  પેસ્ટ ઉમેરો.
  3. પાણી બળે એટલે તેમાં હળદર, મરચું, ધાણા પાવડર,  જીરું પાવડર  કિચનકિંગ મસાલો   મીઠું  અને પાણી ઉમેરી મિક્સ કરી લો 
  4. તેમાં કેચપ, અગાઉ સાંતળેલા વેજીટેબલ્સ, મોળો માવો, તળેલું પનીર અને જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી ફરીથી મિક્સ કરીલો. 
  5. કસુરીમેથી અને કાજુના ફાળિયા  ઉમેરી હલાવી લો, અને સર્વ કરો. 
દુંગાર માટે:
  1. સબ્જીને સર્વિંગ  બાઉલમાં લઇ તેની ઉપર ડુંગળીનું ફોડ્યું  મૂકો  
  2. ફોડયા ઉપર સળગેલો અંગારો મૂકી, 1 ટીસ્પુન ઘી રેડી તરતજ ઢાંકણ ફીટ ઢાંકી દેવું.
  3. 2 મિનીટ પછી સર્વિંગ કરતી વખતે જ ખોલવું.  પીરસતી વખતે અંગારો કાઢી લેવો.

Thursday, 18 June 2015

Paneer Passanda

પનીર પસંદા: 

પનીર સેન્ડવીચ માટે:
  1. પનીર 250 ગ્રામ,
  2. છીણેલું પનીર 2 થી 1/2 ટેબલસ્પૂન,
  3. સમારેલી  કીસમીસ 1 ટેબલસ્પૂન,
  4. કાજુ 6 થી 8 નંગ અથવા 2 ટેબલસ્પૂન,
  5. લીલા મરચાં 1 થી 2,
  6. કોથમીર સમારેલી  1 ટેબલસ્પૂન,
  7. ફુદીનાનાં  ઝીણાં  સમારેલાં પાન  1/2  ટેબલસ્પૂન,
  8. લાલ મરચું પાવડર 1/4  ટેબલસ્પૂન,
  9. જીરા પાવડર 1/4 ટેબલસ્પૂન,
  10. મીઠું, અને ફ્રાય કરવા માટે તેલ,
  11. કોર્નફ્લોર અને પાણી [સેન્ડવીચ બોળવા  માટે].
પસંદા ગ્રેવી: ડુંગળીની પેસ્ટ માટે:  
  1. 2 મોટી અથવા 150 ગ્રામ અથવા 1 કપ સમારેલી  ડુંગળી,
  2. તેલ  2  ટેબલસ્પૂન,
  3. પાણી ફ્રાય ડુંગળીને ક્રશ કરવા માટે 4 થી 5 ટેબલસ્પૂન.
ટામેટાની  પેસ્ટ:
  1. 3 મોટાં  અથવા 250 ગ્રામ અથવા 3 કપ સમારેલાં   ટામેટાં,
  2. કાજુ 10 થી 12,
  3. તજનો ટુકડો 1/2 ઇંચ,
  4. લીલી ઈલાયચી 2,
  5. ફોડા  જાવંત્રી 2,
  6. લવિંગ 2,
  7. 1 કપ પાણી ટામેટા ચઢવા માટે1 કપ.
ગ્રેવી  માટે:
  1. તેલ 1થી 2  ટેબલસ્પૂન,
  2. તમાલપત્ર 1નંગ,
  3. હળદર 1/4 ટીસ્પૂન, 
  4. લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન, 
  5. ધાણા પાવડર 1/2 ટીસ્પૂન,
  6. ગરમ મસાલો 1/4  ટીસ્પૂન,
  7. ખાંડ 1/4 ટીસ્પૂન,
  8. ક્સુરીમેથી 1 ટીસ્પૂન,
  9. પાણી 1 કપ,
  10. ક્રીમ 2 ટેબલસ્પૂન,
  11. કોથમીર અને મીઠું,
  12. જિંજર ગાર્લિક પેસ્ટ 1/2  ટીસ્પૂન,
  13. શાહજીરું અથવા જીરું 1/2 ટીસ્પૂન.
રીત : 
  1. એક કઢાઈ માં 2 કપ મોટાં  સમારેલાં ટામેટાં, 10 થી 12 નંગ કાજુ, ટુકડો તજ,  2 લીલી ઈલાયચી,  2 લવિંગ,  1 કપ પાણી  લઇ ધીમા તાપે  ટામેટાં સોફ્ટ થઇ જાય ત્યાં સુધી ચઢવા દો. 
  2. ટામેટાં ચઢી જાય પછી ગેસ બંધ કરી 
  3. કઢાઈમાં બાકીનું પાણી કાઢી લઇ ટામેટાં  ઠંડા થાય પછી મિક્સરમાં વાટી લો.
  4. વધેલું પાણી વાટતી વખતે જરૂર પડે તો લેવા માટે બચાવી રાખવુ.
  5. બીજી કઢાઈ માં 2 ટેબલસ્પૂન   તેલ ગરમ થવા મૂકો. 
  6. 1 કપ સમારેલી  ડુંગળી ધીમા તાપે સાંતળવા મુકો. 
  7. થોડું મીઠું નાખો જેથી ડુંગળી જલ્દી ચઢી જશે. 
  8. ડુંગળી બ્રાઉન થઇ જાય પછી ઠંડી થવા દઈ મિક્સર જારમાં લઇ 4 થી 5 ટેબલસ્પૂન ટામેટાંનું બચાવેલુ પાણી નાંખી વાટી લો.
  9. ડુંગળીની સ્મુધ પેસ્ટ બનાવી બાઉલમાં કાઢી એકબાજુ રાખો
        એજ જારમાં આગળના ટામેટાં વાળું મિશ્રણ પાણી સાથેજ લઇ વાટી લો. વાટતી  વખતે બીજું પાણી ઉમેરવું નહિ ટામેટાં કે કાજુના ટુકડા ન રહે એ રીતે સ્મુધ પેસ્ટ બનાવો.

પનીરને સ્ટફ કરવા માટે:
  1. એક બાઉલમાં કે પ્લેટમાં 2 થી 2 1/2 ટેબલસ્પૂન   છીણેલું પનીર [પનીરને બદલે ચીઝ પણ લઇ શકાય], 1 ટેબલસ્પૂન કીસમીસ ના ટુકડા 6 થી 8 કાજુ ના નાના ટુકડા, 1 થી 2 લીલાં મરચાં, 1 ટેબલસ્પૂન  સમારેલી  કોથમીર, 1/2 ટીસ્પૂન  ફુદીનાનાં  પાન લો.
  2. હવે તેમાં 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જીરા પાવડર અને મીઠું ઉમેરો.
  3. બધું બરાબર મિક્સ કરીને બાજુ માં રાખો [તીખાશ  જોઈતા પ્રમાણ માં વધઘટ  કરી શકાય. ચટપટા સ્વાદ માટે આમચુર પાવડર  પણ   નાંખી શકાય.] આ રીતે સ્ટફિંગ તૈયાર થયું.
  4. પનીરના ત્રિકોણ આકારની સ્લાઈસમાં ટુકડા કરી લો. 
  5. ઉપરનું સ્ટફિંગ પનીરના બે ટુકડાની વચ્ચે ભરી લો. 
  6. હવે એક બાઉલમાં 4 ટેબલસ્પૂન  પાણી લઇ થોડો કોર્નફલોર ઉમેરી પાતળું ખીરા જેવું બનાવો.
  7. પનીરના સ્ટફ કરેલા ટુકડા તેમાં બોળી  ગરમ તેલમાં શેલો ફ્રાય કરીલો [તળવાના  નથી.] 
  8. ફ્રાય કરેલા ટુકડાને પેપર પર લઇ તેલ નીતારી લો.
પનીર પસન્દાની  ગ્રેવી ની રીત:
  1.  હવે જે કઢાઈ માં ટામેટાં  સાંતળ્યા  હતા  એજ કઢાઈ માં 1 થી 1 1/2 ટેબલસ્પૂન તેલ મુકો.
  2. તેમાં 1 તમાલપત્ર, 1/2 ટીસ્પૂન  શાહ્જીરુ  ઉમેરો  [શાહજીરું ન હોય તો જીરું પણ ચાલે] 
  3. તતડે એટલે 1 થી 1/2 ટીસ્પૂન  જી.ગા.પેસ્ટ [આદુ + લસણની પેસ્ટ ] ઉમેરો સાંતળો. 
  4. હવે એમાં ટામેટાં અને કાજુની બનાવેલી પેસ્ટ ઉમેરો અને 3 થી  5 મિનીટ સુધી થવા દો  
  5. વચ્ચે વચ્ચે હલાવતા રહો.  
  6. ડુંગળીની પેસ્ટ પણ ઉમેરો. હલાવો 
  7. 3 થી 4 મિનીટ ધીમી આંચે ચઢવા દો . 
  8. થોડી વાર થાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન  ધાણા પાવડર  અને 1/2 ટીસ્પૂન  લાલ મરચું  પાવડર ઉમેરી હલાવો. 
  9. હવે 1 કપ પાણી ઉમેરો, હલાવો. 
  10. ઢાંકીને ચઢવા દો તેલ છૂટે ત્યાં સુધી ચઢવા દો. 
  11. ગ્રેવી થોડી ઘટ્ટ થઇ જશે. 
  12. મીઠું અને થોડી ખાંડ ઉમેરો, ગરમ મસાલો 1/4 ટીસ્પૂન , 1 ટીસ્પૂન ક્સુરીમેથી, 2 ટેબલસ્પૂન ક્રીમ અથવા ઘરની મલાઈ ઉમેરો.  ગેસ બંધ કરી તેમાં ફ્રાય કરેલા પનીરના ટુકડા ગોઠવી દો. 
  13. અથવા  પનીરના ટુકડા ગ્રેવીમાં ડુબાડી દો અને સર્વ કરો. 
  14. રોટી,નાન, પરાઠા, લચ્છા પરાઠા ,વેજ પુલાવ,જીરા રાઈસ, મલબાર પરાઠા સાથે સારું લાગે છે.

Monday, 15 June 2015

Khoya Matar Paneer



ખોયા મટર પનીર
                            

સામગ્રી:
  1. પનીર 200 ગ્રામ,  
  2. લીલાં વટાણા 150 ગ્રામ
  3. મોટી ડુંગળી2 નંગ ઝીણી સમારેલી
  4. ટામેટા 2 મોટાં ઝીણાં સમારેલાં 
  5. આદુ લસણ ની પેસ્ટ 1 ટીસ્પૂન
  6. હળદર 1/2 ટીસ્પૂન
  7. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન
  8. ગરમ મસાલો 1 ટીસ્પૂન
  9. ધાણાજીરું 1 ટેબલસ્પૂન ,  
  10. ગ્રીન ચીલી પેસ્ટ [લીલા મરચાં ની પેસ્ટ] 1 ટેબલસ્પૂન 
  11. લીંબુનો રસ 1 ટેબલસ્પૂન , 
  12. માવો 100 ગ્રામ
  13. મલાઈ 2 ટેબલસ્પૂન
  14. કાજુ 50 ગ્રામ
  15. ઈલાયચી 5 નંગ,
રીત:  
  1. કાજુને મિક્સર જારમાં લઈને વાટી,  દૂધ ઉમેરી પાતળી પેસ્ટ બનાવો,
  2. કઢાઈમાં તેલ લઇ ઈલાયચી ઉમેરી, તરત જ ઝીણી સમારેલી ડુંગળી અને મીઠું ઉમેરી 2 મિનીટ થવા દો
  3. જિં.ગા.પેસ્ટ(આદુ લસણ ની પેસ્ટ), હળદર, ગ્રીન ચીલી પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને ટામેટાં ઉમેરી હલાવી ટામેટાં ચઢી જાય ત્યાં સુધી થોડી વાર થવા દો.
  4. થોડી વાર પછી કાજુની પાતળા ખીરા જેવી પેસ્ટ ઉમેરો 
  5. હલાવી ઢાંકીને ચઢવા દો. 
  6. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું,  
  7. તેલ છૂટી જાય પછી લીલા બાફેલા વટાણા,   પનીરના ટુકડા, ગરમ મસાલો, માવો ઉમેરી હલાવી ઢાંકીને ચઢવા દો,
  8. (અત્યારે જરૂર જણાય તો સહેજ પાણી ઉમેરવું),   
  9. છેલ્લે ક્રીમ ઉમેરી હલાવી સર્વ કરો.              

Jain Palak Paneer



ઢાબા સ્ટાઈલ પાલક પનીર : [જૈન] 

સામગ્રી: 
  1. ઘી 1 ટેબલસ્પૂન  + 1 1/2 ટીસ્પૂન તેલ,  
  2. તમાલપત્ર 2 નંગ ,  
  3. જીરું 1 ટીસ્પૂન ,  
  4. હિંગ ચપટી,  
  5. હળદર ટીસ્પૂન
  6. આદું મરચાની પેસ્ટ 1 ટેબલસ્પૂન
  7. છીણેલા ટામેટાં 3 નંગ
  8. ધાણાજીરું 1/2 ટેબલસ્પૂન
  9. [તજ, લવિંગ,મરી આખાધાણા,   ઈલાયચી શેકીને  બનાવેલો મસાલો 1/2 ટીસ્પૂન], 
  10. આમચૂર પાવડર 1/4 ટીસ્પૂન
  11. મોળું દહીં 1/2 કપ
  12. 250 ગ્રામ પાલકની ભાજી બ્લાન્ચ કરેલી
  13. કોથમીરની પ્યુરી 1 ટેબલસ્પૂન
  14. મીઠું
  15. બુરું ખાંડ 1/4 ટીસ્પૂન
  16. ક્રીમ 1 ટેબલસ્પૂન  
  17. છીણેલું પનીર થોડું
  18. લીંબુનો રસ 1/2 ટીસ્પૂન
  19. કેપ્સીકમ લાંબા સમારેલાં,  
  20. ગરમ મસાલો
  21. મલાઈ 1/2  ટેબલસ્પૂન 
  22. પાણીમાં પલાળીને બનાવેલી લાલ મરચાં ની પેસ્ટ 1 ટેબલસ્પૂન 
રીત:    
  1. કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી + 1 1/2 tb તેલ લો. 
  2. તમાલપત્ર, જીરું, હિંગ, ચપટી હળદર, 1 ટેબલસ્પૂન આદું મરચાંની પેસ્ટ, 3 નંગ છીણેલા ટામેટા ઉમેરી સાંતળો. 
  3. 1 મિનીટ પછી 1/2 ટેબલસ્પૂન ધાણાજીરું (તજ, લવિંગ, જીરું, મરી, આખાધાણા, ઈલાયચી શેકીને) બનાવેલો મસાલો 1 ટીસ્પૂન ઉમેરો.
  4. હવે 1/4 આમચૂર પાવડર, 1/2 કપ દહીં, ઉમેરી હલાવો
  5. 250 ગ્રામ બ્લાન્ચ કરીને વાટેલી પાલકની પેસ્ટ ઉમેરો.  
  6. 1 ટેબલસ્પૂન કોથમીરની પ્યુરી, મીઠું ઉમેરો, 1/2 ટીસ્પૂન દળેલી ખાંડ ઉમેરી 2 મિનીટ સાંતળો,  
  7. તેલ છુટું પડશે 
  8. હવે 2 ટેબલસ્પૂન ક્રીમ ઉમેરો,  
  9. હલાવી થોડું છીણેલું પનીર ઉમેરો
  10. 1/2 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરી ગેસ બંધ કરો,

  1. બીજી કઢાઈમાં 1/2 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન તેલ લો. 
  2. 1/2 ટીસ્પૂન જીરું, ચપટી હળદર, કેપ્સીકમ લાંબા સમારેલાં(ન હોય તો ચાલશે) મીઠું, ટામેટાં લાંબા સમારેલાં 4 કે 5 ચીરી,  ગરમ મસાલો, પાણીમાં પલાળેલ લાલ મરચું પાવડરની પેસ્ટ 1 ટેબલસ્પૂન, 1 ટીસ્પૂન મલાઇ, પનીરના ટુકડા 5 થી 6 નંગ ઉમેરી હલાવો 
  3. ગેસ બંધ કરો આ રીતે તડકો તૈયાર થયો 
  4. હવે આગળની કઢાઈ વાળી સબ્જીમાં આ તૈયાર કરેલો તડકો રેડી દો અને સર્વ કરો.
= window.adsbygoogle || []).push({});