- મોળો માવો 150 ગ્રામ,
- પનીર 50 ગ્રામ,
- સોજી 2 ટેબલસ્પૂન (1 કલાક દુધમાં પલાળી રાખેલી)
- દૂધ 4 ટેબલસ્પૂન
- મેંદો 2 ટેબલસ્પૂન
- ઈલાયચી પા. 1/4ટીસ્પૂન
- ખાંડ 2 ટીસ્પૂન
- તેલ તળવા માટે,
ચાસણી માટે:
- ખાંડ 200 ગ્રામ,
- પાણી ખાંડ ડૂબે એટલું,
- ઈલાયચી પા. 1/2 ટીસ્પૂન
- કેસર 10 થી 12 તાંતણાં
- સજાવટ માટે કોપરાની છીણ.
રીત :
ચાસણી
માટે:
- કઢાઈમાં ખાંડ લઇ અને ખાંડ ડૂબે એટલું પાણી લઇ તેની ચાસણી તૈયાર કરો.
- ચાસણીમાં ઈલાયચીપાવડર અને કેસરના તાંતણા ઉમેરી મિક્સ કરી દો.
કાલાજામુન બનાવવા માટે:
- એક બાઉલમાં મોળો માવો, પનીર, એક કલાક દુધમાં પલાળી રાખેલો રવો , મેંદો, ઈલાયચીપાવડર અને 2 ટીસ્પૂન ખાંડ ઉમેરી મીક્સ કરી લો.
- હવે આ મિશ્રણ ના ગોળા વળી દો.
- ગરમ તેલમાં ડાર્ક બ્રાઉન રંગ ના થાય એવા તળી લો.
- તળાઈ ગયા બાદ કાલાજામ ને 2 કલાક માટે ચાસણીમાં ડુબાડી રાખો,
- ચાસણી પીવાઈ ગયા બાદ ચાસણીમાંથી બહાર કાઢી કોપરાની છીણમાં રગદોળી અને સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment