Search This Blog

Monday, 15 May 2017

Pudina sharbat


ફુદીના શરબત 

સામગ્રી 

  1. 1 બાઉલ ફુદીનાનાં પાન 
  2. 1 મોટી કાચી કેરી 
  3. 100 ગ્રામ ખડી સાકર (કોઈ પણ સાકરઅથવા ખાંડ લઇ શકાય )
  4. થોડું મીઠું 
રીત 

  1.  કેરી છોલીને ટુકડા કરી લઈ મિક્સર જારમાં લેવી 
  2. તેમાં મીઠું, ફુદીનાના પાન અને સાકર અથવા ખાંડ અને થોડું પાણી અથવા બરફ ઉમેરી પીસી લો. 
  3. ગાળી લઇ તેમાં જરૂર મુજબ ઠંડુ પાણી ઉમેરી (લીંબુનો રસ ઉમેરવો હોય તો ઉમેરી )સર્વ કરો.

Mango frouty

મેંગો ફ્રૂટી 

સામગ્રી

  1. 2 નંગ પાકી કેરી 
  2. 1 નંગ કાચી કેરી 
  3. ખાંડ  જરૂર મુજબ 
  4. પાણી 

રીત 

  1. કેરીના ટુકડા કરી કૂકરમાં લઇ  થોડું (1 ગ્લાસ ) પાણી ઉમેરી 3 થી 4 સીટી થવા દો.
  2. કુકર થાય તે દરમ્યાન તપેલીમાં ખાંડ લઇ તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી માત્ર ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરો.
  3. કૂકરને ઠંડુ થવા દઈ તેમાંથી કેરી નિતારીને કાઢી મિક્સરમાં ક્રશ કરીલો.
  4. ગાળી લઇ તેમાં જરૂર મુજબ ઠંડુ પાણી કે બરફ ઉમેરી હલાવીને સર્વ કરો.

Tuesday, 7 March 2017

Farali idali

ફરાળી ઢોકળાં 

સામગ્રી

(1) 1 કપ મોરૈયો
(2) 1 કપ દહીં
(3) 2 ટેબલસ્પૂન સાબુદાણા
(4) મીઠૂ
(5)1/2 ટીસ્પુન સાજીનાંફુ્લ
(6)તેલ (સ્ટેન્ડને ગ્રીઝ કરવા માટે)

રીત

(1) મોરૈયો અને સાબુદાણા એક મિકક્ષર જારમાં લઈ કરકરા દળી લો.
(2)એક બાઊલમાં લઈ તેમાં દહીં ઊમેરી મિકસ કરી જરૂર જેટલુ પાણી ઊમેરી ઈડલી જેવું ખીરૂ બનાવો.અને 15 મિનીટ ઢાંકીને રહેવા દો.
(3)ઈડલીના સ્ટેન્ડમાં તેલ લગાવી દો.અને ખીરામાં મીઠુ ઊમેરી હલાવી લો.
(4) 1/4 ટીસ્પૂન સાજીનાંફૂલ ઊમેરી મિકસ કરી ઈડલીના સ્ટેન્ડમાં રેડી 10 મિનીટ માટે બફાવા મૂકો.
(5)5 મિનીટ પછી બહાર કાઢવુ.અને ફરાળી ચટણી સાથે સર્વ કરવુ.

Tuesday, 21 February 2017

ઉપમા

ઉપમા 


 સામગ્રી 

  1. 2 ટેબલસ્પૂન તેલ 
  2. 1/2 ટીસ્પૂન રાઈ
  3. હિંગ 
  4. ચપટી અડદની દાળ 
  5. મીઠા લીમડાના પાન 4 થી 5
  6. ઝીણી સમારેલી ડુંગળી 1 નાની
  7. હળદર (ચપટી થી પણ ઓછી)
  8. રવો 1/2 કપ 
  9. મોળી છાશ 1 કપ (છાશને બદલે પાણી પણ લેવાય. પાણી લીધું હોય તો 4 દાણા લીંબુના ફૂલ લેવાં )
  10. મીઠું 
  11. ચપટી ખાંડ 
  12. ઝીણાં સમારેલાં  લીલાં મરચાં 2 નંગ 
  13. 1 નાનું ટામેટું ઝીણું સમારેલું 
  14. ચપટી ખાંડ 
  15. કોથમીર 
રીત :

  1. એક કઢાઈમાં તેલ લઇ તેમાં રાઈ અને અડદની દાળ, હિંગ, મીઠા લીમડાનો વઘાર કરો. અને સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો 
  2. સંતળાઈ જાય પછી તેમાં હળદર તથા રવો ઉમેરી હલાવતા રહી બરાબર શેકો.
  3. રવો બરાબર શેકાઈ જાય પછી તેમાં છાશ, મીઠું, ઝીણાં સમારેલાં મરચાં, ચપટી ખાંડ અને ટામેટાં ઉમેરી હલાવી દો (ગઠ્ઠા ન રહે એ રીતે સતત હલાવતા રહી શેકવું.)
  4. બધું બરાબર મિક્સ કરી થોડી વાર કૂક થવા દો 
  5. કુક થઇ જાય પછી કોથમીર ભભરાવી સર્વ કરો. 


Wednesday, 24 August 2016

ગ્રીન ગોટા

ગ્રીન ગોટા 



સામગ્રી 

  1. ચણાનો લોટ 150 ગ્રામ 
  2. રવો 2 ટેબલસ્પૂન 
  3. ચોખાનો લોટ 1 ટેબલસ્પૂન 
  4. તલ 1 ટેબલસ્પૂન 
  5. હિંગ 1/2 ટીસ્પૂન 
  6. લીલાં મરચાં 3 થી 4 નંગ 
  7. મીઠું 
  8. ખાંડ 1 ટીસ્પૂન 
  9. આદુલસણની પેસ્ટ 1 1/2 ટીસ્પૂન 
  10. બારીક સમારેલી કોથમીર 5O ગ્રામ 
  11. બારીક સમારેલી પાલક 50 ગ્રામ
  12. બારીક સમારેલી લીલી ડુંગળી 50 ગ્રામ 
  13. બારીક સમારેલી મેથીની ભાજી 50 ગ્રામ
  14. દહીં 50 ગ્રામ 
  15. સાજીનાં ફૂલ 1/4 ટીસ્પૂન 
  16. ગરમ તેલ 1 ટીસ્પૂન 
અન્ય સામગ્રી :   તેલ તળવા માટે 

રીત 

    1. ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, હિંગ, લીલાં મરચાં, મીઠું, ખાંડ, આદુ લસણની પેસ્ટ, કોથમીર, પાલક, લીલી ડુંગળી, મેથીની ભાજી અને દહીં લઇ મિક્સ કરી લો.જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરી 10 મિનીટ રેસ્ટ આપો.
    2. હવે તેમાં ખાવાનો સોડા (સાજીનાં ફૂલ) અને ગરમ તેલ ઉમેરી હલાવીને બરાબર મિકસ કરીને ગરમ તેલમાં નાના નાના ગોટા ઉતારો.   (પહેલાં કાચા હોય ત્યારે જ ઉતારીને 2 મિનીટ પછી ફરીથી ગરમ જ તેલમાં તળવાથી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થશે.)  (2 મિનીટ પછી જયારે તળો ત્યારે તેલ એકદમ ગરમ જ હોવું જોઈએ, તેલ જો ઠંડુ હશે તો ગોટામાં તેલ ભરાઈ જશે )  અને તળેલા મરચાં તેમજ બેસન ચટણી સાથે સર્વ કરો 

Friday, 29 July 2016

આલું ટીક્કી ચાટ

આલું ટીક્કી ચાટ


સામગ્રી 

  1. બાફેલા બટાટા ૩ નંગ 
  2. બ્રેડક્રમ્સ ૩ ટેબલસ્પૂન 
  3. આદુ-મરચાની પેસ્ટ ૩ ટેબલસ્પૂન 
  4. જીરું 1 ટીસ્પૂન 
  5. મીઠું 
  6. કોર્નફલોર જરૂર મુજબ (ટિક્કીને રગદોળવા માટે )
  7. ચાટ મસાલો 1 ટીસ્પૂન 
રગડો બનાવવા માટે 

  1. તેલ 2 ટેબલસ્પૂન 
  2. જીરું ચપટી 
  3. ઝીણી સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન 
  4. મીઠા લીમડાના પાન 4 થી 5 
  5. ચણાનો લોટ 1 ટેબલસ્પૂન 
  6. બાફેલા સફેદ છોલે ચણા 1 બાઉલ
  7. મીઠું 
  8. હળદર ચપટી 
  9. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન 
  10. ગરમ મસાલો 1 ટીસ્પૂન 
  11. પાણી જરૂર મુજબ 
    1. આમલી-ગોળની ચટણી 
    2. ગ્રીન ચટણી (કોથમીર,મરચાં,ફુદીનો,લસણ )
    3. લસણની ચટણી 
    4. ઝીણાં સમારેલાં ટામેટા 2 ટેબલસ્પૂન 
    5. ઝીણી સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન 
    6. ઝીણી મોળી સેવ 2 ટેબલસ્પૂન 
    7. કોથમીર સમારેલી 2 ટેબલસ્પૂન 
    8. દાડમના દાણા 2 ટેબલસ્પૂન 
    રીત

    ટીક્કી બનાવવા માટે 

    1. બાઉલમાં બાફેલા બટાટાને મેશ કરી લો. 
    2. તેમાં બ્રેડક્રમ્સ, આદુ-મરચાંની પેસ્ટ, જીરું, ચાટ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી લો. 
    3. તેમાંથી નાના ટીક્કી વાળી શકાય એવડા લુઆ લઈને ટીક્કી વાળી લો. 
    4. ટિક્કીને કોર્ન્ફ્લોરમાં રગદોળી ને તેલમાં ડીપ ફ્રાય કરી લો. (થોડું તેલ લઈને શેલો ફ્રાય પણ કરી શકાય.) આ રીતે ટીક્કી તૈયાર થશે 
    રગડો બનાવવા માટે 

    1. એક કઢાઈમાં તેલ લઇ તેમાં જીરું,લીમડાના પાન ઉમેરી, જીરું તતડે એટલે ઝીણી સમારેલી ડુંગળીઉમેરી સાંતળો.
    2. હવે એમાં ચણાનો લોટ ઉમેરી તરત જ હલાવો. અને  બાફેલા ચણા ઉમેરી હલાવીને પાણી ઉમેરો. 
    3. ઉકળે એટલે તેમાં મીઠું, હળદર,મરચું પાવડર, ગરમ મસાલો નાખી કુક કરો.           (1 ટીસ્પૂન  ખાંડ નાખવી હોય તો નાખી શકાય)
    4. આ રીતે રગડો તૈયાર થયો. 
    5. સર્વિંગ પ્લેટમાં ટીક્કી લઇ તેની ઉપર રગડો રેડીને ઉપરથી આમલીની ગળી ચટણી, લીલી ચટણી, લાલ લસણની ચટણી રેડો.
    6. તેની ઉપર જ ઝીણી સમારેલી ડુંગળી, ઝીણાં સમારેલાં ટામેટા, દાડમના દાણા, ઝીણી મોળી સેવ, કોથમીર ભભરાવીને સર્વ કરો. 

    Thursday, 28 July 2016

    Methina ladu

    મેથીના લાડુ 

    સામગ્રી 

    1. ઘઉંનો લીટ 200  ગ્રામ 
    2. સમારેલો ગોળ 1 બાઉલ 
    3. ઘી 250 ગ્રામ (લોટ શેકવા માટે ) અને ગોળનો પાયો કરવા માટે બીજું 200 ગ્રામ જેટલું ઘી 
    4. ગંઠોડા પાવડર 1/2 કપ અથવા 50 ગ્રામ 
    5. સુંઠ પાવડર 1/2 કપ અથવા 50 ગ્રામ 
    6. કાજુનો ભૂકો 1 બાઉલ અથવા 50 ગ્રામ 
    7. બદામની કતરણ  1 બાઉલ અથવા 50 ગ્રામ 
    8. પીસ્તાનો ભૂકો 1 બાઉલ  અથવા 50 ગ્રામ
    9. કોપરાની છીણ 1/2  બાઉલ 
    10. ઈલાયચી 1 ચમચી 

    રીત 

    1. એક કઢાઈમાં ઘી 250 ગ્રામ જેટલું લઈને તેમાં ઘઉંનો લોટ લઇ તેને બરાબર શેકી લો. 
    2. લોટનો કલર સહેજ બદામી થાય એટલે તેમાં મેથીનો લોટ (વાટેલી મેથી) ઉમેરી તેને શેકી લો. બધું જ બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને થોડી વાર હલાવીને રહેવા દો.
    3. બીજી કઢાઈમાં 200 ગ્રામ જેટલું ઘી લઇ તેમાં સમારેલો ગોળ 200 ગ્રામ જેટલો લઇ તેને શેકીને ગોળ ઘીનો પાયો થવા દો. (ઘીમાં ગોળ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી દઈ થોડી વાર સતત હલાવ્યા કરવું આને પાયો થઇ ગયો કહેવાય) 
    4. તૈયાર થયેલા ગોળ ઘીના પાયાને શેકેલા લોટની કઢાઈમાં નાખી દઈ મિક્સ કરી, તેમાં બદામ- પીસ્તાની કતરણ, કાજુનો ભૂકો, કોપરાની છીણ, ઈલાયચી પાવડર, સુંઠ પાવડર, ગંઠોડા પાવડર  ઉમેરી બરાબર મિક્સ કરીને એકદમ ઠંડુ થવા દો.
    5. ઠંડુ થયા પછી તેના લાડુ વળી લો. (જો તેના લાડુ ન વાળવા હોય તો ગરમ હોય ત્યારે જ એક થાળીમાં પાથરી દઈ તેના કાપા કરી દેવા.)અને સર્વ કરો. 

    = window.adsbygoogle || []).push({});