ગુજરાતી દાળ
સામગ્રી :
4 થી 5 નંગ મેથી ના દાણા અને 4 થી 5 ટુકડા સૂરણ ના નાંખી ને બાફેલી તુવેરની દાળ 1 વાડકી,
તેલ 2 ટેબલસ્પૂન,
તમાલપત્ર 2 પાન,
લવિંગ 2 નંગ,
તજ 2 ટુકડા,
રાઈ 1 ટીસ્પૂન ,
મેથી 8 થી 10 દાણા,
આદું એક ટુકડો,
લાલ સૂકાં મરચાં 2 નંગ,
ખાંડ ½ ટીસ્પૂન ,
મેથીનો મસાલો 1 ટીસ્પૂન ,
લાલ મરચા 2 નંગ,
હિંગ ¼ ટીસ્પૂન ,
મીઠો લીમડો 6 થી 7 નંગ,
બાફેલી શીંગ 2 ટેબલસ્પૂન,
બાફેલી ખારેક 2 ટેબલસ્પૂન,
ધાણાજીરું 2ટેબલસ્પૂન,
ગરમ મસાલો ચપટી,
ગોળ 2 ½ ટેબલસ્પૂન,
આમલીનો પલ્પ 2 ½ ટેબલસ્પૂન,
મીઠું,
પાણી,
કોથમીર,
મેથીનો મસાલો 1 ટીસ્પૂન,
હળદર ચપટી,
લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન,
રીત:
તપેલીમાં તેલ લઇ
તેમાં તમાલપત્ર, લવિંગ, તજ, રાઈ, 8 થી 10 મેથી ના દાણા, લાલ સૂકાં મરચાં, હિંગ, મીઠા લીમડાના પાન, આદુંમરચાં વાટેલાં, ખાંડ, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, મેથીનો મસાલો, (મેથીના મસાલા માટે: 1 ટીસ્પૂન મેથીના મસાલામાં ½ ચમચી પાણી અને ૩ થી 4 ટીપાં તેલ લઇ બધુ મિક્સ કરવું. 1/2 કલાક પહેલાં પલાળી રાખવું ) નાંખવો.
બધું હલાવો,
થોડું જ પાણી (1 ટેબલસ્પૂન) ઉમેરવું.
હવે એમાં બાફેલી શીંગ, 2 નંગ બાફેલી ખારેક, ઉમેરી હલાવો, હવે હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાંખી થવા દેવું .
તેલ ઉપર તરી આવે એટલે બીજું પાણી ઉમેરવું. (દાળ માટે જોઈતું હોય એટલું)
હવે ગેસ ફાસ્ટ કરી ગોળ ઉમેરો, આમલીનો પલ્પ નાંખો.
ઉકળવાની શરુઆત થાય પછી
એમાં બાફેલી દાળ ઉમેરવી.હલાવીને ઉકળવા દેવું.
છેલ્લે મીઠું અને કોથમીર નાંખી ઉકાળીને સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment