It's providing "Rasoi" recipes in Gujarati language. Cooking food recipes to get in Gujarati. Cooking Ingredients measurements in Gujarati, Rajsthani, South Indian,Punjabi, Chinese, Sizzlers, and Traditional types of vegetarian foods and Breakfasts.
Search This Blog
Showing posts with label સ્વીટ. Show all posts
Showing posts with label સ્વીટ. Show all posts
Saturday, 24 October 2015
Sitafal Rabdi
Monday, 12 October 2015
Kheer
ખીર
સામગ્રી
- ઘી 1 ટીસ્પૂન
- પલાળેલા ચોખા 1 ટેબલસ્પૂન
- દૂધ 500 મિલી.
- ખાંડ 1/2 કપ
- કેસરના તાંતણા 10 થી 12
- ડ્રાય ફ્રુટ પાવડર 1 ટેબલસ્પૂન
- ઈલાયચી પાવડર 1/2 ટીસ્પૂન
- જાયફળ ચપટી
- ચારોળી 1/2 ટીસ્પૂન
- પીસ્તા અને બદામની કતરણ 1 ટેબલસ્પૂન
દૂધ અને સાબુદાણાનું મિશ્રણ બનાવવા માટે :
- દૂધ 1/2 કપ
- ઘીમાં શેકીને ક્રશ કરેલા સાબુદાણાનો પાવડર 1 1/2 ટીસ્પૂન
- મિલ્ક પાવડર 2 ટેબલસ્પૂન
ગાર્નીશિંગ માટે :
- ઈલાયચી પાવડર
- ચારોળી
- બદામ પિસ્તાની કતરણ
રીત :
ખીર બનાવવા માટે:
- એક પેન કે કઢાઈ માં ઘી લઇ તેમાં ચોખા ઉમેરી સાંતળી લો.
- ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી ચોખા ચઢી જાય ત્યાં સુધી હલાવતા રહી કુક કરી લો.
- હવે તેમાં (1/2 કપ દૂધમાં ક્રશ કરેલા સાબુદાણા અને મિલ્ક પાવડર ઉમેરી બનાવેલું) મિશ્રણ ઉમેરી હલાવી લો.
- પછી તેમાં ખાંડ, કેસર, ડ્રાયફ્રુટ પાવડર, ઈલાયચી પાવડર, જાયફળ પાવડર, ચારોળી અને બદામ પિસ્તાની કતરણ ઉમેરી હલાવી કુક કરી લો.
- ખીરને સર્વિંગ બાઉલમાં લઇ ઉપર ઈલાયચી પાવડર, ચારોળી અને બદામ પિસ્તાની કતરણથી ગાર્નીશ કરી સર્વ કરો. (વરખ પણ લગાડી શકાય )
Wednesday, 12 August 2015
Fada Lapsi
ફાડા લાપસી :
સામગ્રી:
- ઘઉંના ફાડા 1 કપ
- ઘી 1/2 કપ
- તજ 2 ટુકડા
- લવિંગ 3 નંગ
- ઈલાયચી 2 નંગ
- સુકી દ્રાક્ષ 1 ટેબલસ્પૂન
- બદામની કતરણ 1 ટેબલસ્પૂન
- પાણી 2 1/2 કપ
- ખાંડ 1 કપ
- પાણી 1/2 કપ (ખાંડ ઓગળવા માટે)
- ઘી 1 ટેબલસ્પૂન
- ઈલાયચી પાવડર 1 ટીસ્પૂન
- કેસરવાળું દૂધ 1 ટીસ્પૂન
- ઈલાયચી પાવડર
- પિસ્તાની કતરણ
- એક કુકરમાં ઘી લઇ તેમાં તજ, લવિંગ અને ઘઉંના ફાડા ઉમેરી શેકી લો.
- આછા ગુલાબી રંગના શેકવા.
- શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં સુકી દ્રાક્ષ, બદામ ઉમેરી થોડી વાર હલાવી પછી 2 1/2 કપ પાણી ઉમેરી કુકરનું ઢાંકણ ઢાંકી ફરીથી ગેસ ચાલુ કરી 3 વ્હીસલ વાગે ત્યાં સુધી થવા દો.
- કુકર ઠંડુ થાય એ દરમ્યાન બીજી એક કઢાઈ માં ખાંડ 1 કપ લઇ તેમાં 1/2 કપ પાણી ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દો.
- ખાંડ ઓગળે એટલે એમાં ઘી 2 ચમચી , ઈલાયચી પાવડર અને કેસર વાળું દૂધ લઇ મિક્સ કરી દો.અને અગાઉ બાફેલા ફાડા ઉમેરી મિક્સ કરી ફાસ્ટ ગેસ પર હલાવતા રહી 2 મિનીટ ચઢવા દો.
- પછી ગેસ ધીમો કરી 5 થી 7 મિનીટ ઢાંકણ ઢાંકીને ચઢવા દો.
- ઘી છુટું પડી જશે. ગેસ બંધ કરીને સર્વિંગ પ્લેટમાં લઇ તેની ઉપર ઈલાયચી પાવડર તેમજ પિસ્તાની કતરણ ભભરાવી સર્વ કરો.
Labels:
Fada Lapsi,
Gujarati,
Lapsi,
sweet,
ગુજરાતી,
ફાડા લાપસી,
લાપસી,
સ્વીટ
Saturday, 20 June 2015
Methi Matar Malai
મેથી મટર મલાઈ
ગ્રેવીમાટે:
વ્હાઈટ ગ્રેવી:
ગ્રેવીમાટે:
- ઘી 2 ટેબલસ્પૂન
- તેલ 1 ટેબલસ્પૂન
- બાફેલી ડુંગળીની પેસ્ટ 1/2 કપ
- કાજુ 2 ટેબલસ્પૂન
- મગજતરી 2 ટેબલસ્પૂન
- ખસખસ 1 ટેબલસ્પૂન
- મોળો માવો 1/2 કપ
- મીઠું
- ખાંડ 2 ટેબલસ્પૂન
- ગરમ મસાલો 1/2 ટીસ્પૂન
- ઈલાયચી 1/4tટીસ્પૂન
- ક્સુરીમેથી ચપટી
- દૂધ 1 કપ
- ઘી 1 ટેબલસ્પૂન
- તેલ 1 ટેબલસ્પૂન
- બાફેલાં વટાણા 1 કપ
- મીઠું નાંખી નિતારેલી મેથીની ભાજી 1 કપ
- ગરમ મસાલો 1/4 ટીસ્પૂન
- ખાંડ
- મીઠું
- ઈલાયચી પાવડર 1/4 ટીસ્પૂન
- છીણેલું પનીર 2 ટેબલસ્પૂન
- મોળો માવો 1 ટેબલસ્પૂન
- પાણી
- ક્રીમ 1 ટેબલસ્પૂન
વ્હાઈટ ગ્રેવી:
- કઢાઈમાં 2 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન તેલ લઇ બાફેલી ડુંગળીની પેસ્ટ ઉમેરી સાંતળો.
- હવે કાજુ, ખસખસ અને મગજતરીની પેસ્ટ ઉમેરો.(ત્રણેય સામગ્રીને હુંફાળા પાણી કે દુધમાં 2 કલાક પલાળીને વાટવીઆ રીતે પેસ્ટ બને છે.)
- ચોંટે નહિ એ રીતે હલાવતા રહી કુક કરો.
- ઘી છૂટવા જેવું લાગે એટલે મોળો માવો, મીઠું, ખાંડ, ગરમ મસાલો , ઈલાયચી પાવડર, ક્સુરીમેથી, ઉમેરી હલાવીને કુક થવા દો.
- હવે 1 કપ દૂધ ઉમેરી હલાવીને થોડું ઘી છૂટે ત્યાં સુધી થવા દો.
- વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, (ઘટ્ટ થઇ જાય એવું થાય એ સ્થિતિમાં આવે ત્યારે એને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે) અત્યારે થોડું લીક્વીડ રાખવું.
- બીજી કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી અને 1 ટીસ્પૂન તેલ લો.
- તેમાં બાફેલા વટાણા અને લીલી મેથીની ભાજી ઉમેરો.
- તેમાં ગરમ મસાલો 1/4 ટીસ્પૂન, મીઠું, ઈલાયચી પાવડર 1/2 ટીસ્પૂન, છીણેલું પનીર 2 ટેબલસ્પૂન, મોળો માવો 1 ટેબલસ્પૂન ઉમેરી (ન નાખવો હોય તો ચાલે), બધું મિક્સ કરી કુક થવા દો.
- હવે અગાઉ તૈયાર કરેલી વ્હાઈટ ગ્રેવી આમાં ઉમેરો.
- ઘટ્ટતા સેટ કરવા માટે થોડું પાણી અથવા દૂધ ઉમેરો.
- 1 મિનીટ કુક થવા દઈ થોડી મલાઈ ઉમેરી હલાવી ગેસ બંધ કરી સર્વ કરો
Jain Methi Matar Malai Rastorant style
જૈન મેથી મટર મલાઈ રેસ્ટોરંટ સ્ટાઈલ:
સામગ્રી:
મેથી અને મટરનું મિશ્રણ બનાવવા માટે:
- મેથી 150 ગ્રામ
- ઘી 1 ટેબલસ્પુન
- તેલ 1 ટીસ્પુન
- હિંગ 1/4 ટીસ્પુન
- હળદર 1/4 ટીસ્પુન
- મીઠું
- બાફેલાં વટાણા 1 કપ
- આદુ મરચાં ની પેસ્ટ 1 ટીસ્પુન
- ગરમ મસાલો ચપટી
- મલાઈ 1 ટીસ્પુન
ગ્રેવી:
- ઘી 1 ટેબલસ્પુન
- તેલ 1 ટેબલસ્પુન
- આદુ મરચાંની પેસ્ટ 1 ટેબલસ્પુન
- બાફેલી દુધીની પેસ્ટ 1/4 કપ
- મીઠું
- સુંઠ પાવડર ચપટી
- ઈલાયચી પાવડર ચપટી
- ધાણાજીરું 1ટીસ્પુન
- વ્હાઈટ પેસ્ટ 1 કપ (2 ટેબલસ્પુન કાજુ, 2 ટેબલસ્પુન મગજતરીનાં બી અને 1 ટેબલસ્પુન ખસખસ 2 કલાક દુધમાં પલાળીને વાટી લેવી)
- કસૂરી મેથી 1 ટેબલસ્પુન
- દૂધ 1/2 કપ
- ઈલાયચી પાવડર ચપટી
- ખાંડ 1/2 ટીસ્પુન
- પાણી જરૂર મુજબ
- ગરમ મસાલો 1 ટેબલસ્પુન
- મલાઈ 1/4 કપ
રીત;
મેથી અને મટર નું મિશ્રણ બનાવવા માટે
- કઢાઈમાં ઘી અને તેલ લઇ.
- તેમાં હિંગ, હળદર, મેથીના સમારેલા પાન, મીઠું, બાફેલાં વટાણા, આદુ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો અને મલાઈ લઇ મિક્સ કરો, અને તેને સાંતળી લો.
- બીજી કઢાઈમાં ઘી અને તેલ લઇ.
- તેમાં આદુ મરચાંની પેસ્ટ, દુધીની પેસ્ટ, ગરમ મસાલો, મીઠું, સુંઠ પાવડર, ઈલાયચી પાવડર, ધાણા જીરું પાવડર, વ્હાઈટ પેસ્ટ, કસૂરી મેથી, દૂધ, મલાઈ અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો.
- ત્યારબાદ તેમાં બનાવેલું મેથી અને વટાણાનું મિશ્રણ ઉમેરી તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરો.
- સબ્જીને કુક થવા દો
- થઇ જાય એટલે ઈલાયચી પાવડર છાંટી હલાવી ગેસ બંધ કરી દો અને સર્વ કરો.
Friday, 19 June 2015
Paneer Butter Masala Rastorant style /paneer makhanvala
પનીર બટર મસાલા રેસ્ટોરંટ સ્ટાઈલ
સામગ્રી:
સામગ્રી:
- બટર 3 ટેબલસ્પૂન
- તેલ 2 ટેબલસ્પૂન
- મોટાં સમારેલાં 5 મોટાં ટામેટાં
- મોટી સમારેલી 1 મોટી ડુંગળી
- કાજુ 3 ટેબલસ્પૂન
- જીંજર ગાર્લિક પેસ્ટ 2 ટેબલસ્પૂન
- લાલ મરચું પાવડર 2 ટેબલસ્પૂન
- મીઠું
- ગરમ મસાલો 1/2 ટીસ્પૂન
- ઈલાયચી પાવડર 1/2 ટીસ્પૂન
- ક્સુરીમેથી 1 ટીસ્પૂન
- ક્રીમ 2 ટેબલસ્પૂન
- ખાંડ 1 ટીસ્પૂન
- કઢાઈમાં થોડું તેલ લઇ ગરમ થવા મુકો.
- તેમાં મોટાં સમારેલાં ટામેટાં, મોટી સમારેલી ડુંગળી, અને કાજુ ઉમેરી ઢાંકીને 5 મિનીટ થવા દો.
- ટામેટાં અને ડુંગળી ચઢી જાય એટલે ઠંડુ થવા દઈ તેને એક મિક્સર જારમાં લઇ વાટી પેસ્ટ બનાવો.
- કઢાઈમાં 3 ટેબલસ્પૂન બટર ગરમ થવા મુકો. સાથે જ 2 ટેબલસ્પૂન તેલ ઉમેરી દો.
- જેથી બટર બળી ન જાય.
- ગરમ થાય એટલે તેમાં 2 ટીસ્પૂન જીંજર ગાર્લિક પેસ્ટ ઉમેરો.
- 1/2 મિનીટ થવા દઈ તેમાં 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરો.
- અગાઉ બનાવેલી પેસ્ટ ઉમેરો. થોડું મીઠું નાંખો.
- હલાવી ઢાંકીને થવા દો અત્યારે થોડી પાતળી ગ્રેવી જેવું હશે.
- વચ્ચે વચ્ચે હલાવીને જોતા રહેવું. થઇ જાય ત્યારે ઘટ્ટ થશે એ વખતે થોડું પાણી ઉમેરી શકાય.
- ઘટ્ટ થાય ત્યારે તેમાં 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, મીઠું, 1 ટીસ્પૂન ક્સુરીમેથી, 1/2 ટીસ્પૂન ઈલાયચી પાવડર અને 2 ટેબલસ્પૂન ક્રીમ ઉમેરો.
- ટેક્ષ્ચર ઘટ્ટ રહેવું જોઈએ.
- હવે પનીરના નાના ટુકડા ઉમેરો.
- પછી એમાં 1 ટીસ્પૂન ખાંડ ઉમેરવી, હલાવી ગેસ બંધ કરી દેવો, (નહિતર ક્રીમમાંથી ઘી છૂટવા લાગશે) સર્વ કરો.
- રોટી, નાન, પરાઠા સાથે સારું લાગે છે.
Thursday, 18 June 2015
Paneer Passanda
પનીર પસંદા:
પનીર સેન્ડવીચ માટે:
એજ જારમાં આગળના ટામેટાં વાળું મિશ્રણ પાણી સાથેજ લઇ વાટી લો. વાટતી વખતે બીજું પાણી ઉમેરવું નહિ ટામેટાં કે કાજુના ટુકડા ન રહે એ રીતે સ્મુધ પેસ્ટ બનાવો.
પનીરને સ્ટફ કરવા માટે:
પનીર સેન્ડવીચ માટે:
- પનીર 250 ગ્રામ,
- છીણેલું પનીર 2 થી 1/2 ટેબલસ્પૂન,
- સમારેલી કીસમીસ 1 ટેબલસ્પૂન,
- કાજુ 6 થી 8 નંગ અથવા 2 ટેબલસ્પૂન,
- લીલા મરચાં 1 થી 2,
- કોથમીર સમારેલી 1 ટેબલસ્પૂન,
- ફુદીનાનાં ઝીણાં સમારેલાં પાન 1/2 ટેબલસ્પૂન,
- લાલ મરચું પાવડર 1/4 ટેબલસ્પૂન,
- જીરા પાવડર 1/4 ટેબલસ્પૂન,
- મીઠું, અને ફ્રાય કરવા માટે તેલ,
- કોર્નફ્લોર અને પાણી [સેન્ડવીચ બોળવા માટે].
- 2 મોટી અથવા 150 ગ્રામ અથવા 1 કપ સમારેલી ડુંગળી,
- તેલ 2 ટેબલસ્પૂન,
- પાણી ફ્રાય ડુંગળીને ક્રશ કરવા માટે 4 થી 5 ટેબલસ્પૂન.
- 3 મોટાં અથવા 250 ગ્રામ અથવા 3 કપ સમારેલાં ટામેટાં,
- કાજુ 10 થી 12,
- તજનો ટુકડો 1/2 ઇંચ,
- લીલી ઈલાયચી 2,
- ફોડા જાવંત્રી 2,
- લવિંગ 2,
- 1 કપ પાણી ટામેટા ચઢવા માટે1 કપ.
- તેલ 1થી 2 ટેબલસ્પૂન,
- તમાલપત્ર 1નંગ,
- હળદર 1/4 ટીસ્પૂન,
- લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન,
- ધાણા પાવડર 1/2 ટીસ્પૂન,
- ગરમ મસાલો 1/4 ટીસ્પૂન,
- ખાંડ 1/4 ટીસ્પૂન,
- ક્સુરીમેથી 1 ટીસ્પૂન,
- પાણી 1 કપ,
- ક્રીમ 2 ટેબલસ્પૂન,
- કોથમીર અને મીઠું,
- જિંજર ગાર્લિક પેસ્ટ 1/2 ટીસ્પૂન,
- શાહજીરું અથવા જીરું 1/2 ટીસ્પૂન.
- એક કઢાઈ માં 2 કપ મોટાં સમારેલાં ટામેટાં, 10 થી 12 નંગ કાજુ, ટુકડો તજ, 2 લીલી ઈલાયચી, 2 લવિંગ, 1 કપ પાણી લઇ ધીમા તાપે ટામેટાં સોફ્ટ થઇ જાય ત્યાં સુધી ચઢવા દો.
- ટામેટાં ચઢી જાય પછી ગેસ બંધ કરી
- કઢાઈમાં બાકીનું પાણી કાઢી લઇ ટામેટાં ઠંડા થાય પછી મિક્સરમાં વાટી લો.
- વધેલું પાણી વાટતી વખતે જરૂર પડે તો લેવા માટે બચાવી રાખવુ.
- બીજી કઢાઈ માં 2 ટેબલસ્પૂન તેલ ગરમ થવા મૂકો.
- 1 કપ સમારેલી ડુંગળી ધીમા તાપે સાંતળવા મુકો.
- થોડું મીઠું નાખો જેથી ડુંગળી જલ્દી ચઢી જશે.
- ડુંગળી બ્રાઉન થઇ જાય પછી ઠંડી થવા દઈ મિક્સર જારમાં લઇ 4 થી 5 ટેબલસ્પૂન ટામેટાંનું બચાવેલુ પાણી નાંખી વાટી લો.
- ડુંગળીની સ્મુધ પેસ્ટ બનાવી બાઉલમાં કાઢી એકબાજુ રાખો
પનીરને સ્ટફ કરવા માટે:
- એક બાઉલમાં કે પ્લેટમાં 2 થી 2 1/2 ટેબલસ્પૂન છીણેલું પનીર [પનીરને બદલે ચીઝ પણ લઇ શકાય], 1 ટેબલસ્પૂન કીસમીસ ના ટુકડા 6 થી 8 કાજુ ના નાના ટુકડા, 1 થી 2 લીલાં મરચાં, 1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર, 1/2 ટીસ્પૂન ફુદીનાનાં પાન લો.
- હવે તેમાં 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જીરા પાવડર અને મીઠું ઉમેરો.
- બધું બરાબર મિક્સ કરીને બાજુ માં રાખો [તીખાશ જોઈતા પ્રમાણ માં વધઘટ કરી શકાય. ચટપટા સ્વાદ માટે આમચુર પાવડર પણ નાંખી શકાય.] આ રીતે સ્ટફિંગ તૈયાર થયું.
- પનીરના ત્રિકોણ આકારની સ્લાઈસમાં ટુકડા કરી લો.
- ઉપરનું સ્ટફિંગ પનીરના બે ટુકડાની વચ્ચે ભરી લો.
- હવે એક બાઉલમાં 4 ટેબલસ્પૂન પાણી લઇ થોડો કોર્નફલોર ઉમેરી પાતળું ખીરા જેવું બનાવો.
- પનીરના સ્ટફ કરેલા ટુકડા તેમાં બોળી ગરમ તેલમાં શેલો ફ્રાય કરીલો [તળવાના નથી.]
- ફ્રાય કરેલા ટુકડાને પેપર પર લઇ તેલ નીતારી લો.
- હવે જે કઢાઈ માં ટામેટાં સાંતળ્યા હતા એજ કઢાઈ માં 1 થી 1 1/2 ટેબલસ્પૂન તેલ મુકો.
- તેમાં 1 તમાલપત્ર, 1/2 ટીસ્પૂન શાહ્જીરુ ઉમેરો [શાહજીરું ન હોય તો જીરું પણ ચાલે]
- તતડે એટલે 1 થી 1/2 ટીસ્પૂન જી.ગા.પેસ્ટ [આદુ + લસણની પેસ્ટ ] ઉમેરો સાંતળો.
- હવે એમાં ટામેટાં અને કાજુની બનાવેલી પેસ્ટ ઉમેરો અને 3 થી 5 મિનીટ સુધી થવા દો
- વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- ડુંગળીની પેસ્ટ પણ ઉમેરો. હલાવો
- 3 થી 4 મિનીટ ધીમી આંચે ચઢવા દો .
- થોડી વાર થાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ધાણા પાવડર અને 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી હલાવો.
- હવે 1 કપ પાણી ઉમેરો, હલાવો.
- ઢાંકીને ચઢવા દો તેલ છૂટે ત્યાં સુધી ચઢવા દો.
- ગ્રેવી થોડી ઘટ્ટ થઇ જશે.
- મીઠું અને થોડી ખાંડ ઉમેરો, ગરમ મસાલો 1/4 ટીસ્પૂન , 1 ટીસ્પૂન ક્સુરીમેથી, 2 ટેબલસ્પૂન ક્રીમ અથવા ઘરની મલાઈ ઉમેરો. ગેસ બંધ કરી તેમાં ફ્રાય કરેલા પનીરના ટુકડા ગોઠવી દો.
- અથવા પનીરના ટુકડા ગ્રેવીમાં ડુબાડી દો અને સર્વ કરો.
- રોટી,નાન, પરાઠા, લચ્છા પરાઠા ,વેજ પુલાવ,જીરા રાઈસ, મલબાર પરાઠા સાથે સારું લાગે છે.
Labels:
Paneer,
Paneer Passanda,
Punjabi,
Punjabi sabji,
sabji,
sweet,
પંજાબી,
પંજાબી સબ્જી,
પનીર,
પનીર પસંદા,
સબ્જી,
સ્વીટ
Monday, 15 June 2015
Khoya Kaju
ખોયા કાજુ
સામગ્રી:
ઘી 2 ટેબલસ્પૂન
બટર 2 ટેબલસ્પૂન
સફેદ ડુંગળીની પેસ્ટ 200 ગ્રામ (ડુંગળીને વરાળથી બાફીને ક્રશ કરી લેવી આ રીતે ડુંગળીની પેસ્ટ તૈયાર થાય)
મોળો માવો 1/4 કપ,
કાજુ ,મગજતરી અને ખસખસની પેસ્ટ 2 ટેબલસ્પૂન (2 ટેબલસ્પૂન કાજુ, 2 ટેબલસ્પૂન ખસખસ અને 2 ટેબલસ્પૂન મગજતરીને 2 કલાક પાણી કે દૂધમાં પલાળીને વાટવી)
દૂધ 3/4 કપ,
મલાઈ 2 થી 3 ટેબલસ્પૂન
ખાંડ 1 ટીસ્પૂન
ઈલાયચી પા. 1/2 ટીસ્પૂન
ગરમ મસાલો 1/4 ટીસ્પૂન
મીઠું,
તળેલા કાજુ 1/4 કપ,
ગાર્નીશિંગ માટે તળેલા કાજુ અને ઈલાયચી પાવડર
ખોયા કાજુની રીત:
કઢાઈમાં ઘી અને બટર લઇ
તેમાં સફેદ ડુંગળીની પેસ્ટ ઉમેરી ઘી છૂટે ત્યાં સુધી ડુંગળીને સાંતળી લો
ત્યારબાદ તેમાં મોળો માવો અને કાજુ, મગજતરી અને ખસખસની પેસ્ટ ઉમેરી મિક્સ કરી દો,
હવે તેમાં દૂધ ઉમેરી મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં મલાઈ ઉમેરી કૂક થવા દો,
હવે તેમાં મીઠું, ખાંડ, ઈલાયચી પાવડર ગરમ મસાલો અને તળેલાં કાજુ ઉમેરી મિક્સ કરી દો.
તળેલાં કાજુથી ગાર્નીશ કરી ઈલાયચી પાવડર ભભરાવી સર્વ કરો.
Labels:
Khoya Kaju,
Punjabi,
Punjabi sabji,
sabji,
sweet,
ખોયા કાજુ,
પંજાબી,
પંજાબી સબ્જી,
સબ્જી,
સ્વીટ
Subscribe to:
Posts (Atom)







