Search This Blog

Monday, 15 June 2015

Chhole Masala



છોલે મસાલા      
                                                                                  


સામગ્રી :
  1. જીરું 2 ટેબલસ્પૂન 
  2. અજમો 1 ટીસ્પૂન
  3. સુકા અનારદાના 1 ટેબલસ્પૂન
  4. લવિંગ 1 ટેબલસ્પૂન
  5. તજના 1 ઇંચ જેવડા ટુકડા ૩ નંગ, 
  6. મરી 1 ટેબલસ્પૂન
  7. ઈલાયચી ૧ ½ ટેબલસ્પૂન
  8. ૩થી 4 નંગ તમાલપત્ર, 
  9. શાહજીરું 2 ટીસ્પૂન
  10. જાયફળ 1 ટીસ્પૂન
  11. ધાણા પાવડર ૩ ટેબલસ્પૂન   
  12. લાલ મરચું પાવડર ટેબલસ્પૂન
  13. હળદર 2 ટીસ્પૂન 
  14. સુંઠ પાવડર  1 ટેબલસ્પૂન
  15. સંચળ પાવડર 1 ટેબલસ્પૂન
  16. કસુરીમેથી 2 ટેબલસ્પૂન
રીત :  
  1. એક કઢાઈમાં જીરું ,અજમો, અનારદાના, લવિંગ, તજ,મરી, ઈલાયચી, શાહજીરું અને તમાલપત્ર  લઇ તેને શેકી લો. 
  2. ત્યારબાદ ગેસ બંધ કરી   
  3. તેમાં  જાયફળ પાવડર ઉમેરી મિક્સ કરો. 
  4. મસાલો થોડો ઠંડો થાય એટલે તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર, સુંઠ પાવડર, સંચળ પાવડર અને ક્સુરીમેથી લઇ તેને ક્રશ કરી લો. 
  5. ત્યારબાદ તેને ચાળી લો.   
  6. ઠંડો થાય પછી બરણીમાં  ભરી લો.

No comments:

Post a Comment

= window.adsbygoogle || []).push({});