વેજ. પનીર અંગારા
સામગ્રી:
પેસ્ટ બનાવવા માટે:
- ઝીણી સમારીને તળેલી ડુંગળી 1 નંગ
- સમારેલાં ટામેટાં 2 નંગ
- આદુની પેસ્ટ 1ટીસ્પુન
- લસણની પેસ્ટ 1 1/2 ટીસ્પુન
- કાજુ 10 થી 12 નંગ
- પાણી
વેજીટેબલ્સ બનાવવા માટે :
- ડાઈસ કટ કરેલી ડુંગળી 1 ટેબલસ્પુન
- ડાઈસ કટ કરેલા કેપ્સીકમ 2 ટેબલસ્પૂન
- તેલ 1/2 ટીસ્પુન
- બટર 1 ટીસ્પુન
- મીઠું
- ખાંડ અને મીઠું નાંખીને બાફેલાં ફ્લાવર,ગાજર વટાણા અને ફણસી 1 કપ
ગ્રેવી બનાવવા માટે:
- તળેલા પનીરના ટુકડા 150 ગ્રામ
- તેલ 1 ટેબલસ્પૂન
- બટર 1 1/2 ટેબલસ્પૂન
- પાણી
- હળદર 1/2 ટીસ્પુન
- મરચું 1 1/2 ટીસ્પુન
- ધાણા પાવડર 1 ટેબલસ્પૂન
- જીરું પાવડર 1 ટીસ્પુન
- કિચનકિંગ મસાલો 1 ટેબલસ્પૂન
- મીઠું
- પાણી
- કેચપ 1 ટેબલસ્પૂન
- મોળો માવો 2 ટેબલસ્પૂન
- કોથમીર 2 ટેબલસ્પૂન
- ક્સુરીમેથી 1 ટેબલસ્પૂન
- કાજુના ફાળિયા 8 થી 10 નંગ
દુંગાર માટે:
ડુંગળીનું ફોડયું, ઘી અને અંગારો.
રીત:
રીત:
પેસ્ટ માટે:
- મિક્સર જારમાં તળેલી ડુંગળી, સમારેલાં ટામેટાં આદુ, લસણની પેસ્ટ અને કાજુ લઇ ક્રશ કરી લો. (જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું).
વેજીટેબલ્સ માટે :
- એક કઢાઈ માં બટર અને તેલ લઇ ડાઈસ કટ કરેલાં ડુંગળી અને કેપ્સીકમ, મીઠું, બાફેલાં શાકભાજી લઇ સાંતળી લો.
- બીજી કઢાઈમાં તેલ અને બટર લઇ તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.
- પાણી બળે એટલે તેમાં હળદર, મરચું, ધાણા પાવડર, જીરું પાવડર કિચનકિંગ મસાલો મીઠું અને પાણી ઉમેરી મિક્સ કરી લો
- તેમાં કેચપ, અગાઉ સાંતળેલા વેજીટેબલ્સ, મોળો માવો, તળેલું પનીર અને જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી ફરીથી મિક્સ કરીલો.
- કસુરીમેથી અને કાજુના ફાળિયા ઉમેરી હલાવી લો, અને સર્વ કરો.
- સબ્જીને સર્વિંગ બાઉલમાં લઇ તેની ઉપર ડુંગળીનું ફોડ્યું મૂકો
- ફોડયા ઉપર સળગેલો અંગારો મૂકી, 1 ટીસ્પુન ઘી રેડી તરતજ ઢાંકણ ફીટ ઢાંકી દેવું.
- 2 મિનીટ પછી સર્વિંગ કરતી વખતે જ ખોલવું. પીરસતી વખતે અંગારો કાઢી લેવો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment