મખની ગ્રેવી :
સામગ્રી:
સામગ્રી:
- ટામેટાં મોટા સમારેલાં 1 1/2 કિલોગ્રામ
- બટર 1/2 કપ (બટર ન હોય તો તેલ ચાલે પણ બટર થી સારું થશે).
- મીઠું
- લીલાં મરચાં 75 ગ્રામ
- લાલ સુકા મરચાં 150 ગ્રામ
- કાજુ 1/4 કપ (કાજુ વધારે ન લેવાં)
- ડુંગળી 350 ગ્રામ મોટી સમારેલી (4 નંગ મોટી)
- આદું લસણની પેસ્ટ 1/2 ટેબલસ્પૂન
- કસૂરી મેથી 2 ટીસ્પુન
- ઈલાયચી 8 થી 10
- લવિંગ 5 થી 7
- તજ 4 થી 5 ટૂકડા
- તમાલપત્ર 2 થી 3 નંગ
- ખાંડ 2 ટેબલસ્પૂન
- એક નાના કપડાના ટુકડામાં ઈલાયચી, તજ, લવિંગ, તમાલપત્ર બાંધી લો.
- કુકરમાં બટર મૂકી તેમાં નાના કપડામાં બાંધેલા મસાલાની પોટલી એક સાઇડમાં મુકો.
- હવે ડુંગળી, કાજુ ઉમેરી 5 મિનીટ સાંતળો.
- જીંજર ગાર્લિક પેસ્ટ (આદુ લસણની પેસ્ટ) ઉમેરી કાચી સ્મેલ દુર થાય એટલું જ શેકો (વધારે ન શેકવું).
- હવે લાલ મરચું પાવડર, લીલાં મરચાં, ટામેટાં ઉમેરી મિક્સ કરો.
- કુકરનું ઢાંકણ બંધ કરી 15 થી 20 મિનીટ થવા દઈ 5 થી 6 વ્હીસલ થવા દો.
- કુકર ઠંડુ થાય પછી ઢાંકણ ખોલી કુકરમાં મુકેલી પોટલી કાઢી લો.
- મિશ્રણને ગાળી પાણી કાઢી લઇ ટામેટાં, ડુંગળીને મિક્સર કે બ્લેન્ડર વડે વાટી લો.
- કઢાઈમાં આ મિશ્રણ ને ગરમ થવા મુકો.
- 2 મિનીટ થવા દઈ તેમાં મીઠું, ખાંડ, કસૂરીમેથી હાથથી મસળીને ઉમેરો.
- ખદખદવા દો અને ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
- કન્ટેઇનરમાં કે જીપબેગમાં ભરી ફ્રીજમાં ફ્રોજન કરવા મૂકી દો.
- આ રીતે બનાવેલી મખની ગ્રેવીમાંથી પનીર બટર મસાલા, મિક્સ વેજ, મિકસ વેજ મસાલા, પનીર ટીકા મસાલા જેવી વાનગી બનાવી શકાશે.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment