સામગ્રી :
- લસણીયું મરચું 1 ટેબલસ્પૂન.
- (આ મરચું બનાવવા માટે સૂકાં લાલ મરચાં 10 નંગ પાણીમાં પલાળી દેવાના, 1/2 કલાક પછી કાઢી લઇ, ડીંટા અને બિયાં કાઢી લઇ મિક્સરમાં લઇ 10 કળી લસણ થોડાંક જ તલ, મીઠું 1 ts તેલ અને પલાળેલું પાણી ઉમેરી વાટી લેવું)
- 1 ટેબલસ્પૂન તેલ,
- 1 1/2 ટેબલસ્પૂન બટર,
- 1 નંગ ઝી. સ. મોટી ડુંગળી,
- આદું લસણની પેસ્ટ 1 ટીસ્પૂન,
- 2 મોટા ટમેટાં ક્રશ કરેલા,
- મીઠું,
- ચપટી હળદર,
- તૈયાર કરેલો પાવ ભાજીનો મસાલો 2 ટેબલસ્પૂન,
- (બાફેલાં ફ્લાવર, ગાજર, બટાકા, ,ટીંડોળાં, કેપ્સીકમ, બધું મળીને 1 કપ જેટલું.)
- શેકીને છાલ કાઢેલા 1 નંગભુટ્ટા નો માવો,
- લીંબુનો રસ 1 ટીસ્પૂન,
- કોથમીર,
- બાફેલા વટાણા 2 ટેબલસ્પૂન,
પાવ ભાજીની રીત:
એક કઢાઈમાં તેલ અને બટર લઇ
તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી લો.
સંતળાઈ જાય પછી તેમાં આદું લસણની પેસ્ટ અને ક્રશ કરેલાં ટામેટાં ઉમેરી પાણી બળી જાય ત્યાં સુધી કુક કરો.
હવે તેમાં લસણ મરચા ની પેસ્ટ (લસણીયું મરચું), મીઠું, હળદર, પાવભાજી મસાલો, અને પાણી ઉમેરી કુક થવા દો.
ત્યારબાદ તેમાં બાફેલા મિક્સ વેજી. શેકેલો ભુટ્ટો અને પાણી ઉમેરી ફરીથી કુક થવા દો .
છેલ્લે તેમાં લીંબુનો રસ, કોથમીર અને બાફેલાં વટાણાં ઉમેરી મિક્સ કરી લો.
કોથમીર અને બટર વડે સજાવી સર્વ કરો
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment