ઢોંસાની લાલ ચટણી :
સામગ્રી :
તેલ 2 ટેબલસ્પૂન
લસણ 3 કળી
ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ
સહેજ તેલ વડે શેકેલા 3 ટેબલસ્પૂન દાળીયા
જીરું 1 ટેબલસ્પૂન
લાલ સુકા મરચાં 3 નંગ
આદુનો ટુકડો
તલ 1 ટેબલસ્પૂન
અડદની દાળ 1 ટેબલસ્પૂન
ઝીણાં સમારેલાં ટામેટાં 2 નંગ
મીઠું
રીત:
કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લો.
તેમાં 3 કળી લસણ ની સમારેલી, 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી ઉમેરી થોડી જ સાંતળો.
હવે 3 ટેબલસ્પૂન શેકેલા દાળિયા ઉમેરો, સાંતળો,
1 ટેબલસ્પૂન જીરું, 3 નંગલાલ સૂકાં મરચાં, આદુનો ટુકડો, 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન અડદની દાળ, 2 નંગ ટામેટાં સમારેલાં ઉમેરો અને થોડાં થવા દો
ટામેટાંને બહુ ચઢવવાના નથી.
મીઠું, ઉમેરી હલાવી ઠંડુ થવા દો,
પછી ક્રશ કરીલો. ચટણી ને વઘારવાની નથી હોતી.

No comments:
Post a Comment