સંભાર મસાલો:
સામગ્રી:
- સૂકાં કુમઠી લાલ મરચાં 8 થી 10 નંગ,
- મેથીનાદાણા 1 ટેબલસ્પૂન
- મીઠો લીમડો 10 થી 15 પાન
- તજ 2 થી 3 ટુકડા
- ચણાની દાળ 2 ટેબલસ્પૂન
- આખાંમરી 15 થી 20 નંગ,
- અડદની દાળ 1 ટેબલસ્પૂન
- લવિંગ 6 થી 7 નંગ,
- આખાધાણા 2 ટેબલસ્પૂન
- ખસખસ 1 ટેબલસ્પૂન
- જીરું 2 ટીસ્પૂન
- રાઈ 1 ટીસ્પૂન
- તેલ 1 ટેબલસ્પૂન
- સુકું નાળીયેર 2 ટેબલસ્પૂન
- વરીયાળી 1 ટેબલસ્પૂન
- હિંગ 1 ટીસ્પૂન
રીત:
- એક કઢાઈમાં તેલ લો.
- તેમાં કુમઠી લાલ મરચાં અને મીઠો લીમડો લઇ શેકી લો,
- ત્યારબાદ તેમાં ચણાની દાળ, અડદની દાળ, આખાં ધાણા, જીરું, વરીયાળી, મેથીના દાણા, તજ, મરી, લવિંગ, ખસખસ, રાઈ અને સુકા ટોપરાના ટુકડા ઉમેરી શેકી લો.
- છેલ્લે તેમાં હિંગ મિક્સ કરી ઠંડુ થવા દો.
- મસાલા ઠંડા થયા બાદ તેને મિક્સર જારમાં લઇ ક્રશ કરી લો.
- મસાલા હંમેશા એર ટાઈટ બરણીમાં ભરવાં.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment