ખોયા મટર પનીર
સામગ્રી:
- પનીર 200 ગ્રામ,
- લીલાં વટાણા 150 ગ્રામ,
- મોટી ડુંગળી2 નંગ ઝીણી સમારેલી
- ટામેટા 2 મોટાં ઝીણાં સમારેલાં
- આદુ લસણ ની પેસ્ટ 1 ટીસ્પૂન
- હળદર 1/2 ટીસ્પૂન
- લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન
- ગરમ મસાલો 1 ટીસ્પૂન
- ધાણાજીરું 1 ટેબલસ્પૂન ,
- ગ્રીન ચીલી પેસ્ટ [લીલા મરચાં ની પેસ્ટ] 1 ટેબલસ્પૂન
- લીંબુનો રસ 1 ટેબલસ્પૂન ,
- માવો 100 ગ્રામ
- મલાઈ 2 ટેબલસ્પૂન
- કાજુ 50 ગ્રામ,
- ઈલાયચી 5 નંગ,
રીત:
- કાજુને મિક્સર જારમાં લઈને વાટી, દૂધ ઉમેરી પાતળી પેસ્ટ બનાવો,
- કઢાઈમાં તેલ લઇ ઈલાયચી ઉમેરી, તરત જ ઝીણી સમારેલી ડુંગળી અને મીઠું ઉમેરી 2 મિનીટ થવા દો
- જિં.ગા.પેસ્ટ(આદુ લસણ ની પેસ્ટ), હળદર, ગ્રીન ચીલી પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને ટામેટાં ઉમેરી હલાવી ટામેટાં ચઢી જાય ત્યાં સુધી થોડી વાર થવા દો.
- થોડી વાર પછી કાજુની પાતળા ખીરા જેવી પેસ્ટ ઉમેરો,
- હલાવી ઢાંકીને ચઢવા દો.
- વચ્ચે વચ્ચે હલાવતા રહેવું,
- તેલ છૂટી જાય પછી લીલા બાફેલા વટાણા, પનીરના ટુકડા, ગરમ મસાલો, માવો ઉમેરી હલાવી ઢાંકીને ચઢવા દો,
- (અત્યારે જરૂર જણાય તો સહેજ પાણી ઉમેરવું),
- છેલ્લે ક્રીમ ઉમેરી હલાવી સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment