લાપસી અથવા કંસાર
સામગ્રી :
સામગ્રી :
- ઘઉંનો જાડો લોટ 1 કપ
- પાણી 1 1/4 કપ
- ગોળ 3 ટેબલસ્પુન
- તેલ 1 ટેબલસ્પુન બીજું તેલ 1 ટેબલસ્પુન
- ઘી 2 ટેબલસ્પુન
- ઘી અને બુરું ખાંડ
રીત:
- એક તપેલીમાં ( એક કપ ઘઉંનો લોટ હોય તો ) 1 1/4 કપ પાણી લેવુ, તેમાં ગોળ નાંખવો અને ગરમ થવા મુકવું.
- લોટને અલગથી 1 ટેબલસ્પુન તેલનું મોણ નાંખી મોઈ લેવો.
- પાણી ઉકલે એટલે થોડું પાણી કાઢી લઇ તપેલીના પાણીમાં 1 ટીસ્પુન તેલ અને લોટ નાંખી વેલણ વડે એક સરખું હલાવી દેવું.
- ઢાંકીને ધીમાતાપે થવા દેવુ. વચ્ચે વચ્ચે થોડી વારે હલાવતા રહેવું. થોડું ઘી ચારે બાજુ નાંખી સીજવા દેવું, પાણી જો ઓછું લાગે તો પાણી ઉમેરી શકાય. અને પાણી વધારે લાગે તો લોટ ઉમેરી શકાય.
- ચેક કરવા માટે જો વેલણ પર લોટ ચોંટે નહી તો કંસાર થઈ ગયો કહેવાય.
- કંસાર પર ઘી અને બુરું ખાંડ નાંખી સર્વ કરવો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment