- પનીર 1 કપ
- મોટી ડુંગળી 1 નંગ
- આદું લસણની પેસ્ટ 1 ટેબલસ્પૂન
- બદામ નો પાવડર 1/2 કપ (કાજુનો પણ ચાલે)
- ઘટ્ટ દહીં1/4 કપ
- ટોમેટો પ્યુરી અથવા ક્રશ ટોમેટો 1 કપ થી વધારે
- ધાણાજીરું પાવડર 2 ટેબલસ્પૂન
- હળદર 1 ટીસ્પૂન
- ખાંડ 1 ટીસ્પૂન
- કસુરી મેથી 1 ટેબલસ્પૂન
- તેલ + બટર મિક્સ 3 ટેબલસ્પૂન
- 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર
- ગરમ મસાલો 1 ટીસ્પૂન
- મીઠું, કોથમીર
રીત :
- કઢાઈમાં તેલ અને બટર ગરમ કરો.
- ગરમ થાય એટલે તેમાં પનીરના ટુકડા તળી લો.
- સોનેરી રંગના થઇ જાય એટલે ટુકડા કઢાઈ ની બહાર કાઢી લો.
- હવે એજ કઢાઈમાં ઝીણી સમારેલી ડુંગળી, આદું લસણની પેસ્ટ નાંખો, થોડું મીઠું નાંખી સાંતળો,
- સંતળાઈ જાય પછી તેને મિક્સર જાર માં લઇ દહીં, બદામનો પાવડર, ટોમેટો પ્યુરી ઉમેરી વાટી લો, (થોડું પાણી નાખી શકાય),
- હવે એ જ કઢાઈમાં વાટેલી સામગ્રી લઇ તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર નાંખી હલાવો.
- ઢાંકીને ચઢવા દો.
- ચઢી જવા આવે એટલે ખાંડ, ગરમ મસાલો, કસુરીમેથી, અને પનીરના ટુકડા ઉમેરી હલાવો.
- ઢાંકીને 1 મિનીટ જેટલું ચઢવા દો.
- છેલ્લે ઉપર ક્રીમ રેડી કોથમીર ભભરાવી સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment