વાટીદાળ ના ખમણ
સામગ્રી :
ચણાની દાળ 1 કપ
અડદની દાળ 1 ટેબલસ્પૂન
બેસન 1 1/2 કપ
આદું, લીલાંમરચાંની પેસ્ટ 1 ટેબલસ્પૂન ,
દહીં 1/2 કપ
તેલ 3 ટેબલસ્પૂન
ચપટી હળદર,
પાણી,
મીઠું,
ઈનો 1 ટેબલસ્પૂન
રાઈ 1 ટીસ્પૂન
હિંગ ચપટી,
નાળીયેરની છીણ 1 ટેબલસ્પૂન
કોથમીર,
તેલ વઘાર માટે.
રીત :
- એક બાઉલમાં 1 કપ ચણા દાળ, 1 ટેબલસ્પૂન અડદનીદાળ ધોઈને પાણી વડે 5 થી 6 કલાક પલાળી રાખો,
- પલળી જાય એટલે મિક્સરમાં વાટી લો.
- હવે બાઉલમાં કાઢી તેમાં જીંજર પેસ્ટ (આદુની પેસ્ટ), ગ્રીનચીલી પેસ્ટ (લીલાં મરચાંની પેસ્ટ), 1/2 કપ દહીં, 3 થી 4 ટેબલસ્પૂન તેલ, હળદર, મીઠું, બેસન ઉમેરી બધું મિક્સ કરો,
- ઢાંકીને આખી રાત પલળવા દો.
- હવે ખીરામાં 1 ટીસ્પૂન ઈનો નાંખીને હલાવો.
- ફૂલી જશે, અને તરત જ ઢોકળાની થાળીમાં રેડી પહેલેથી ગરમ ઢોકળાંના કુકરમાં 20 મિનીટ માટે બફાવા મુકો,
- થઇ જાય એટલે બહાર કાઢી કાપા કરી દો
વઘાર:
- કઢાઈમાં વધારે તેલ મૂકી રાઈ, હિંગ, નાખી.
- લીલાં નાળીયેરની છીણ નાખી કાપેલા ઢોકળાં નાંખી હલાવી લો.
- કોથમીર ભભરાવી સર્વ કરો
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
hi feiends please give me a big response thankyou
ReplyDelete