ફૂલવડી
સામગ્રી:
રીત:
સામગ્રી:
- ચણા નો ઝાડો લોટ 250 ગ્રામ
- ખાટું દહીં 100 ગ્રામ
- તેલ મોણ માટે
- સાજીનાં ફૂલ 1/2 ટીસ્પુન
- મરી 10 નંગ
- ધાણા 1 ટીસ્પુન
- વરીયાળી 1 ટીસ્પુન
- ગરમ મસાલો 1 ટીસ્પુન
- મરચું 2 ટીસ્પુન
- તલ 1 ટીસ્પુન
- ખાંડ 50 ગ્રામ
- રવો 50 ગ્રામ
- લીંબુનાં ફૂલ 2 ટીસ્પુન
- હળદર 1/2 ટીસ્પુન
- મીઠું
રીત:
- એક બાઉલમાં દહીં, તેલ, સાજીનાં ફૂલ, લઇ ખુબ ફીણવું (તેલ વધારે લેવું).
- તેમાં ચણાનો લોટ નાંખી મરી, ધાણા, ગરમ મસાલો, મીઠું, મરચું, હળદર, તલ, ખાંડ, વરીયાળી, રવો અને લીંબુનાં ફૂલ નાંખી મિક્સ કરવું.
- પાણી વડે (ઝારા ઉપર ઘસાય એવું) શીરા જેવું ઢીલું ખીરું તૈયાર કરવું અને આ ખીરા ને 2 થી 3 કલાક ઢાંકીને રહેવા દેવું.
- કઢાઈ માં તેલ મૂકી બરાબર ગરમ થાય એટલે થોડું તેલ લઇ પલાળેલા લોટમાં નાખવુ. અને ફીણવું.
- કઢાઈ પર ફૂલવડી નો ઝારો મૂકી હાથથી લોટને દબાવવો (ઘસવો નહી). આ રીતે ફૂલવડી પાડવી.
- ફૂલવડી તળતી વખતે એ ધ્યાન રાખવું કે થોડી (સહેજ) ઢીલી હોય ત્યારે જ કાઢી લેવી ઠંડી થશે ત્યારે કડક થશે.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment