સામગ્રી:
- 1 કપ ઘઉંનોલોટ,
- થોડાં પાણીમાં ઓગાળેલો 1/2 કપ ગોળ,
- 1/2 ટેબલસ્પૂન ઘી,
- ઈલાયચી પાવડર ચપટી.
રીત:
- બાઉલમાં લોટ લો.
- તેમાં 1/2 ટેબલસ્પૂન ઘી ઉમેરી મિક્સ કરી દો.
- એમાં ગોળનું પાણી ગરણી વડે ગાળીને નાંખો,
- હલાવી જોઈતું બીજું પાણી ઉમેરી બ્લેન્ડર ફેરવો,
- 1 થી 1 1/2 કપ પાણી જોઇશે,
- બ્લેન્ડર ન ફેરવવું હોય તો હાથથી પણ હલાવી શકાય,
- આ ખીરું ઢાંકીને 2 કલાક મૂકી રાખવું.
- માલપુઆ બનાવતી વખતે ઈલાયચી પાવડર ઉમેરી નોન સ્ટીક પેનમાં તેલ મૂકી તળી લેવા.
- ઉપર બદામ પીસ્તાની કતરણ ભભરાવવી.
- અને સર્વ કરવું.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment