ડંગેલા:
સામગ્રી:
હાંડવાનું ખીરું 200 ગ્રામ,
મીઠું,
મરચું 1 ટીસ્પૂન
હળદર 1/2 ટીસ્પૂન
આદુંમરચાં વાટેલાં 1 ટેબલસ્પૂન
લસણની પેસ્ટ 1 ટેબલસ્પૂન
ટોપિંગ :
સમારેલા ટામેટા 2 ટેબલસ્પૂન
સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન
કોથમીર 2 ટેબલસ્પૂન
ચાટમસાલો ચપટી,
લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન
વઘાર :
તેલ 1 ટેબલસ્પૂન
રાઈ 1/2 ટીસ્પૂન
જીરું 1/2 ટીસ્પૂન
હિંગ 1/4 ટીસ્પૂન
મીઠો લીમડો 5 થી 7 પાન,
સૂકાં લાલ મરચાં 2 નંગ
તમાલપત્ર 1 નંગ,
તલ 1 ટીસ્પૂન
રીત:
એક બાઉલમાં ખીરું લઇ
તેમાં મીઠું, લાલ મરચું પાવડર, હળદર, અને આદુમરચાંલસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરો,
ત્યારબાદ વઘારીયામાં તેલ , રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, સૂકાં લાલ મરચાં, તમાલપત્ર, અને તલનો વઘાર કરી ખીરામાં મિક્સ કરીલો. હવે આ ખીરામાંથી તવી ઉપર નાની નાની સાઈઝના ડંગેલા (ઉત્તપમ જેવા) પાથરી દો.
કિનારી પર તેલ રેડી એક બાજુ થઇ જાય પછી
એની ઉપર સમારેલા ટામેટાં, સમારેલી ડુંગળી ,કોથમીર, ચાટ મસાલો અને લાલ મરચું છાંટી ઉલટાવી દો
બીજી બાજુ શેકી લો, અને સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment