પુરણપોળી
સામગ્રી:
રીત:
સામગ્રી:
- તુવેરની દાળ 1 કપ
- ખાંડ અથવા ગોળ 1 કપ
- ઈલાયચીનો ભૂકો 1/2 ટીસ્પૂન
- ખસખસ 1/2 ટીસ્પૂન
- જાયફળનો ભૂકો 1/4 ટીસ્પૂન
- ઘી
- ઘઉંનો લોટ 1/2 કપ અને મેંદો 1/2 કપ
રીત:
- તુવેરની દાળમાં થોડુક પાણી નાંખી કુકરમાં બાફવા મુકવી.
- ચઢી જાય એટલે પાણી હોય તો નીતારી લેવું,
- કઢાઈમાં ઘી મૂકી તુવેરની દાળ તેમાં નાંખી ઘી અથવા ખાંડ નાંખવી.
- ગેસ પર મુકીને હલાવવું, (જો આ વખતે પૂરણ બહુ ઢીલું લાગે તો ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી આ લોટ તેમાં ભભરાવવો અને હલાવ્યા કરવું. જેથી ઘટ્ટ થઇ જાય).
- પૂરણ માં તાવેતો વચ્ચે ઉભો રહી શકે તો થઈ ગયું કહેવાય, જો તાવેતો નીચે પડી જાય તો થોડી વાર વધારે રહેવા દેવું.
- તેમાં ખસખસ, ઈલાયચી તેમજ જાયફળનો ભૂકો નાંખવો.
- પુરણને ને ઠંડું થવા દેવું અને સરળતા રહે એ માટે ગોળા વાળી દેવા.
- બંને લોટ ભેગા કરી સહેજ મોણ નાંખી રોટલી કરતાં સહેજ કઠણ (પરોઠા જેવો) લોટ બાંધવો.
- લોટનું અટામણ લઈને રોટલી વણી તેમાં પૂરણનો ગોળો મૂકી બંધ કરી ઉપરથી હળવે થી વણી ધીમા તાપે ઘી મૂકી શેકી લેવું, (અથવા શેકાઈ જાય પછી ઘી લગાડવું). અને સર્વ કરવું.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment