સત્યનારાયણની પ્રસાદનો શીરો
સામગ્રી:
- 600 ગ્રામ રવો
- 600 ગ્રામ ઘી
- 3 લીટર દૂધ
- 600 ગ્રામ ખાંડ
- થોડીક ચારોળી, ઈલાયચીનો ભૂકો અને બદામની કતરણ
રીત:
- કઢાઈમાં ઘી મૂકી ગરમ થાય એટલે રવો નાંખી ધીમા તાપે સતત હલાવીને શેકવું,
- બીજી બાજુ દૂધ ગરમ થવા મુકવું,
- રવો આછો બદામી થાય એટલે શેકાવાની સુગંધ આવવા લાગશે ત્યારે જ ગરમ દૂધ ધીરેથી એમાં રેડવું,
- તાપ ખુબ ધીમો રાખવો,
- બધું દૂધ બળી જાય ત્યારે ખાંડ નાંખવી આ દરમ્યાન સતત હલાવ્યા કરવું થઈ જાય ત્યારે ઘી છુટું પડશે,
- ઉપર ઈલાયચીનો ભૂકો અને બદામની કતરણ ભભરાવવી અને સર્વ કરવું.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment