ગ્રીનચટણી (ચાટ, ભેળ માટેની )
સામગ્રી :
- દાંડી સાથેની કોથમીર 2 કપ,
- લીલા મરચાં 8 થી 9 નંગ,
- દાળિયા 2 ટીસ્પૂન,
- આદુ 1 ટુકડો,
- વરીયાળી 1/2 ટીસ્પૂન,
- જીરું 1/2 ટીસ્પૂન,
- લવિંગ 1 નંગ
- મરી 4 થી 5 નંગ,
- સંચળ પાવડર 1ટીસ્પૂન,
- મીઠું,
- લીંબુનો રસ 1 ટેબલસ્પૂન,
- તેલ 1 ટીસ્પૂન,
- વાટવા માટે બરફના ટુકડા
- ફુદીનો 1/2 કપ,
- એક મિક્સર જારમાં લીલા મરચાં, દાળિયા, આદું, વરીયાળી, જીરું, લવિંગ, સફેદમરી, સંચળ પાવડર, મીઠું, લીબુંનો રસ, તેલ, અને 4 થી 5 બરફના ટુકડા ઉમેરી ક્રશ કરીલો,
- થોડું ક્રશ કર્યા બાદ તેમાં બીજા 2 બરફના ટુકડા, અને દાંડી સાથેની સમારેલી કોથમીર અને ફૂદીનો ઉમેરી ક્રશ કરી લો અને સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment