Search This Blog

Wednesday, 2 March 2016

MUTTER PANEER

મટર પનીર 

સામગ્રી  :

  1. લીલાં વટાણા 1 કપ 
  2. ખાવાનો સોડા ચપટી 
  3. ખાંડ 1/4 ટીસ્પૂન 
  4. મીઠું 
  5. પાણી 
ગ્રેવી માટે :

  1. તેલ 1 ટેબલસ્પૂન 
  2. સમારેલી ડુંગળી 2 નંગ 
  3. આદુ 1 ટુકડો 
  4. લસણ 2 કળી 
  5. લાલ મરચું પાવડર 1 1/2 ટીસ્પૂન 
  6. કિચનકિંગ મસાલો 1/2 ટીસ્પૂન 
  7. ધાણા જીરું 1 ટીસ્પૂન 
  8. હળદર 1/4 ટીસ્પૂન 
  9. સમારેલાં ટામેટા 2 નંગ  
  10. મિલ્ક પાવડર 2 ટેબલસ્પૂન 
  11. મલાઈ 2 ટેબલસ્પૂન 
  12. પાણી 2 ટેબલસ્પૂન 
  13. મીઠું 
  14. જીરું 1/4 ટીસ્પૂન 
  15. ખાંડ 1/2 ટીસ્પૂન 
  16. કાજુના ટુકડા 2 ટેબલસ્પૂન 
અન્ય સામગ્રી  :

  1. તેલ 1 1/2 ટેબલસ્પૂન 
  2. ઘી 1 ટેબલસ્પૂન 
  3. તમાલપત્ર 1 પાન 
  4. તજ 1 ટુકડો 
  5. ઈલાયચી 1 નંગ 
  6. જીરું 1/2 ટીસ્પૂન 
  7. કેપ્સીકમ અને ડુંગળી 1 કપ (મીડીયમ સમારેલાં )
  8. કેચપ 1 ટેબલસ્પૂન 
  9. ક્સુરીમેથી 1/2 ટીસ્પૂન 
  10. પનીર 100 ગ્રામ 
  11. પનીર જે પાણીમાં પલાળી રાખ્યું હોય એ પાણી 2 થી 3 ટેબલસ્પૂન 
  12. બટર 1 ટેબલસ્પૂન 

રીત :

  1. ગરમ પાણીમાં ખાવાનો સોડા , મીઠું, ખાંડ અને વટાણા ઉમેરી 3 થી 4 મિનીટ માટે ઉકાળો (ઢાંકણ ઢાંક્યા વગર જ ઉકાળવું આ પ્રોસેસને બ્લાંચ કર્યું કહેવાય )
  2. બ્લાંચ થઇ ગયા બાદ વટાણા ને નીતારી લો. 
  3. એક માઇક્રોવેવ બાઉલમાં તેલ 1 ટેબલસ્પૂન લઇ તેમાં ડુંગળી, આદું,  લસણ, લાલ મરચું પાવડર, કિચનકિંગ મસાલો, ધાણાજીરું પાવડર, હળદર, ટામેટા, મિલ્ક પાવડર, મલાઈ, પાણી, મીઠું, કાજુના ટુકડા, જીરું અને ખાંડ મિક્સ કરી 3 1/2 મિનીટ માટે માઈક્રો કરી લો. 
  4. ઠંડુ થયા બાદ મિક્સર જારમાં લઇ ક્રશ કરી લો. 
  5. એક પેન કે કાઢાઈમાં તેલ અને ઘી લઇ તમાલપત્ર, તજ, ઈલાયચી ખોલીને, જીરું અને ક્રશ કરેલું મિશ્રણ ઉમેરી 2 થી 3 મિનીટ માટે કુક થવા દો.
  6. ત્યારબાદ તેમાં કેપ્સીકમ, ડુંગળી, કેચપ, કસૂરી મેથી, બ્લાંચ કરેલા વટાણા, પનીર અને પનીરનું પાણી ઉમેરી હલાવી ઢાંકી કુક કરી લો. 
  7. સર્વિંગ બાઉલમાં લઇ ઉપર બટર  મૂકી સર્વ કરો. 

No comments:

Post a Comment

= window.adsbygoogle || []).push({});