ચાટપૂરી
સામગ્રી:
- બાફેલા બટાટા 2 નંગ સમારીને
- ફુદીનો અને કોથમીર સમારેલાં 1 ટેબલસ્પૂન,
- સંચળ 1/4 ટીસ્પૂન,
- લાલ મરચું ચપટી,
- પાણીપુરીની પૂરી અથવા ચાટ પૂરી
- સમારેલી ડુંગળી
- સમારેલી કાચી કેરી
- ખજુર આમલીની ચટણી
- લીલી ચટણી
- લસણની ચટણી
- શેકેલું જીરું,મરી, સંચળ, 1 લવિંગ અને મીઠું નાખી વાટીને બનાવેલો મસાલો
- ઝીણી સેવ
- ટામેટાં સમારેલાં ,
- કોથમીર
- બાઉલમાં બાફીને સમારેલાં બટાટા લઇ તેમાં ફૂદીનો, કોથમીર, સંચળ અને લાલ મરચું ઉમેરી હલાવી લો.
- હવે એક ડીશ માં પૂરું ગોઠવી (જો પાણીપુરીની પૂરી હોય તો ઉપરથી કાણાં પડી દેવાં)
- તેની ઉપર બટાટા,સમારેલી ડુંગળી, કાચી કેરી, ખજુર આમલીની ચટણી, લીલી ચટણી, લાલ ચટણી, બનાવેલો મસાલો, ઝીણી સેવ, અને ટામેટા સમારેલા મુકો
- ઉપર બનાવેલો મસાલો છાંટી કોથ્મીર ભભરાવી સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment