ખજુર આમલીની ગળી ચટણી :
સામગ્રી:
- ખજુરનો પલ્પ 200 ગ્રામ (250 ગ્રામ ખજૂરને બી કાઢી લઇ ધોઈ તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી કુકરમાં બાફી લો, 2 થી 3 વ્હીસ્લમાં થઇ જશેપછી તેને મિક્સરમાં ક્રશ કરી ગાળી લઇ પલ્પ તૈયાર થશે.)
- ગોળ 100 ગ્રામ
- લાલ મરચું 1 ટીસ્પૂન
- શેકેલું જીરું પાવડર 1 ટીસ્પૂન,
- આમલીનો પલ્પ 2 ટેબલસ્પૂન
- સંચળ 1/2 ટીસ્પૂન
- મીઠું 1/2 ટીસ્પૂન
- પાણી
- એક પેન અથવા કઢાઈ માં ખજુરનો પલ્પ લો
- તેમાં ગોળ, લાલ મરચું, શેકેલું જીરું પાવડર, 2 ટેબલસ્પૂન પાણી, આમલીનો પલ્પ, સંચળઅને મીઠું ઉમેરી કુક થવા દો.
- ખદખદે ત્યાં સુધી થવા દો, અને સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment