કુકરમાં કેક (હાઇડ & સીક અને પારલે જી બીસ્કીટમાંથી )
સામગ્રી:
- હાઇડ & સીક બિસ્કીટનું 1 પેક.
- પારલે જી બિસ્કીટનાં 2 નાનાં પેક (8 થી 10 નંગ બિસ્કીટ ).
- વાટેલી ખાંડ (બુરું ખાંડ ) 1/4 કપ.
- વેનીલા એસેન્સ 1/4 ટીસ્પૂન.
- હુંફાળું દૂધ પોણો કપ (3/4 કપ).
- ઈનો (પ્લેન ) ફ્લેવર વિનાનો 2 પાઉચ.
રીત :
- બધાં હાઇડ & સીક બિસ્કીટને મિક્સર જારમાં વાટી લઇ એક બાઉલમાં કાઢી લો.
- બધાં પારલે જી બિસ્કીટને મિક્સર જારમાં વાટી લો.
- બંને બિસ્કીટના ભૂકાને એક બાઉલમાં લઇ મિક્સ કરી દો.
- તેમાં વાટેલી ખાંડ ઉમેરો. અને મિક્સ કરી દો.
- હવે તેમાં ધીરે ધીરે થોડું થોડું કરીને હુંફાળું દૂધ ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ (બધું દૂધ એકીસાથે ઉમેરવું નહિ)
- બેટરની કન્સીસ્ટેન્સી (દૂધ વડે) ઢોંસાના ખીરા જેવી રાખવી.
- વેનીલા એસેન્સ 4 થી 6 ટીંપા ઉમેરી હલાવી લો.
- પ્રેશર કુકરમાં કાંઠલો મૂકી 2 ગ્લાસ પાણી રેડી ગેસ પર ગરમ થવા મુકો.
- એક સ્ટીલના કે એલ્યુમિનીયમના ડબ્બાને બટર અથવા તેલ વડે ગ્રીઝ કરી લો.
- કુકરમાંનું પાણી ગરમ થાય ત્યાંસુધી બિસ્કીટના મિક્ષ્ચરમાં ઇનોનાં 1 1/2 પેક ઉમેરી તરત જ ખુબ જ ઝડપથી હલાવો
- મિક્ષ્ચર એકદમ હલકું થઇ જશે.
- તેને બટર લગાડેલા વાસણમાં લઇ બંને હાથ વડે પકડી એક બે વાર નીચેથી થપથપાવી તરતજ કુકરમાં મુકેલા કાંઠલા ઉપર મૂકી કુકરનું ઢાંકણું બંધ કરી દો.
- કુકરના ઢાંકણા પરથી વ્હીસલ કાઢી લેવી.
- કુકરને 20 મિનીટ સુધી ફાસ્ટ તાપ પર અને 3 થી 4 મિનીટ સુધી ધીમા તાપ પર થવા દો.
- કુકર ઠંડુ થઇ જાય એટલે ખોલી તેમાં રહેલા કેકના ડબ્બાને ધીરેથી બહાર કાઢી ટુથપીક કે ચપ્પુથી જોઈ લેવું કે કેક બરાબર ચઢી ગઈ છે કે નહીં (જો ટુથપીક કે ચપ્પુ ઉપર કેક ચોંટે નહિ અને ટુથપીક કે ચપ્પુ ચોખ્ખાં જ બહાર નીકળે તો કેક ચઢી ગઈ કહેવાય)
- કેક ઠંડી થાય પછી અન્મોલ્ડ કરીને પીરસવી
- આ માત્ર સ્પોન્જી કેકની રેસીપી છે ઉપર મનગમતું આઈસીંગ અને ડેકોરેશન કરવું.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment