Search This Blog

Showing posts with label મસાલો. Show all posts
Showing posts with label મસાલો. Show all posts

Monday, 15 June 2015

Methi no Masalo



મેથીનો મસાલો

સામગ્રી:               
  1. દીવેલ ½ કપ, 

  2. ૩૦ થી ૩૫ ગ્રામ મીઠું, 

  3. ૧૫૦ ગ્રામ મેથીના કુરિયા, 

  4. હિંગ 1 ટેબલસ્પૂન 

  5. ૧૫૦ ગ્રામ લાલ કાશ્મીરી મરચું

રીત : 

  1. કઢાઈમાં ½ કપ દીવેલ ગરમ કરો, (રીફાઇન્ડ દીવેલ)

  2. બીજી કઢાઈમાં ૩૦ થી ૩૫ ગ્રામ મીઠું શેકો, (મીઠું શેકવાથી ભેજ ઉડી જશે)

  3. દીવેલ નો ગેસ બંધ કરી એક બાઉલમાં મેથીના કુરિયા ૧૫૦ ગ્રામ લઇ 

  4. તેમાં વચ્ચે  ખાડો કરી 1 ટેબલસ્પૂન હિંગ, ૪ નંગ લાલ સુકા મરચાં વચ્ચે જ મૂકી તેની ઉપર ગરમ દીવેલ રેડો, હલાવી દો  

  5. ગરમ જ ઢાંકી ને 2 મિનીટ મૂકી રાખો. 

  6. હવે તેને હલાવીને તેમાં મીઠું ઉમેરો. 

  7. ૧૫૦ ગ્રામ લાલ કાશ્મીરી મરચું ઉમેરો.(મેથીના કુરિયા જેટલું જ મરચું લેવાય,) હલાવો અને તેને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠરવા દો. બીજે દિવસે બરણીમાં ભરવું. 

Chhole Masala



છોલે મસાલા      
                                                                                  


સામગ્રી :
  1. જીરું 2 ટેબલસ્પૂન 
  2. અજમો 1 ટીસ્પૂન
  3. સુકા અનારદાના 1 ટેબલસ્પૂન
  4. લવિંગ 1 ટેબલસ્પૂન
  5. તજના 1 ઇંચ જેવડા ટુકડા ૩ નંગ, 
  6. મરી 1 ટેબલસ્પૂન
  7. ઈલાયચી ૧ ½ ટેબલસ્પૂન
  8. ૩થી 4 નંગ તમાલપત્ર, 
  9. શાહજીરું 2 ટીસ્પૂન
  10. જાયફળ 1 ટીસ્પૂન
  11. ધાણા પાવડર ૩ ટેબલસ્પૂન   
  12. લાલ મરચું પાવડર ટેબલસ્પૂન
  13. હળદર 2 ટીસ્પૂન 
  14. સુંઠ પાવડર  1 ટેબલસ્પૂન
  15. સંચળ પાવડર 1 ટેબલસ્પૂન
  16. કસુરીમેથી 2 ટેબલસ્પૂન
રીત :  
  1. એક કઢાઈમાં જીરું ,અજમો, અનારદાના, લવિંગ, તજ,મરી, ઈલાયચી, શાહજીરું અને તમાલપત્ર  લઇ તેને શેકી લો. 
  2. ત્યારબાદ ગેસ બંધ કરી   
  3. તેમાં  જાયફળ પાવડર ઉમેરી મિક્સ કરો. 
  4. મસાલો થોડો ઠંડો થાય એટલે તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર, સુંઠ પાવડર, સંચળ પાવડર અને ક્સુરીમેથી લઇ તેને ક્રશ કરી લો. 
  5. ત્યારબાદ તેને ચાળી લો.   
  6. ઠંડો થાય પછી બરણીમાં  ભરી લો.

Thursday, 11 June 2015

Pavbhaji Masala



પાવ ભાજી મસાલો:    
            

      સામગ્રી: 
  1. આખાધાણા 25 ગ્રામ,    
  2. તજ 12 ગ્રામ,     
  3. લવિંગ 12 ગ્રામ 
  4. ઈલાયચી 12 ગ્રામ,  
  5. કાળાં મરી 12 ગ્રામ, 
  6. જીરું 25 ગ્રામ,  
  7. બાદીયા 7 થી 8 ગ્રામ જેટલા,  
  8. નાગકેસર 5 ગ્રામ,  
  9. લાલ મરચું પાવડર 25 ગ્રામ,  
  10. સુંઠ પાવડર 1 ટીસ્પૂન
  11. હળદર 1 ટીસ્પૂન   
    પાવભાજી મસાલાની રીત:   
  1. એક કઢાઈમાં આખાધાણા, તજ, લવિંગ, ઈલાયચી, મરી, જીરું, બાદીયા, નાગકેસર ઉમેરી તેને શેકી લો. 
  2. મસાલો ઠંડો થઇ જાય પછી તેને મિક્સર જારમાં લઇ વાટી લો.
  3. ચારણીથી ચાળી લો. 
  4. હવે તેમાં લાલ મરચું પાવડર, સુંઠપાવડર અને હળદર ઉમેરી મિક્સ કરી લો. અને એર ટાઈટ બરણીમાં ભરીલો.
= window.adsbygoogle || []).push({});