Search This Blog

Showing posts with label ઢોંસા. Show all posts
Showing posts with label ઢોંસા. Show all posts

Monday, 15 June 2015

Dhosani Lal Chatni



ઢોંસાની લાલ ચટણી :


સામગ્રી :


  1.  તેલ 2 ટેબલસ્પૂન

  2. લસણ 3 કળી

  3. ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ

  4. સહેજ તેલ વડે શેકેલા 3 ટેબલસ્પૂન દાળીયા

  5. જીરું 1 ટેબલસ્પૂન

  6. લાલ સુકા મરચાં 3 નંગ

  7. આદુનો ટુકડો

  8. તલ 1 ટેબલસ્પૂન

  9. અડદની દાળ 1 ટેબલસ્પૂન 

  10. ઝીણાં સમારેલાં ટામેટાં 2 નંગ

  11. મીઠું 

રીત: 

  1. કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લો.  

  2. તેમાં 3 કળી લસણ ની સમારેલી, 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી ઉમેરી થોડી જ સાંતળો.  

  3. હવે 3 ટેબલસ્પૂન શેકેલા દાળિયા ઉમેરો, સાંતળો,  

  4. 1 ટેબલસ્પૂન જીરું, 3 નંગલાલ સૂકાં મરચાં, આદુનો ટુકડો, 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન અડદની દાળ, 2 નંગ ટામેટાં સમારેલાં ઉમેરો અને થોડાં થવા દો 

  5. ટામેટાંને બહુ ચઢવવાના નથી. 

  6. મીઠું, ઉમેરી હલાવી ઠંડુ થવા દો, 

  7. પછી ક્રશ કરીલો. ચટણી ને વઘારવાની નથી હોતી.

                                                                                                                  
= window.adsbygoogle || []).push({});