Search This Blog

Showing posts with label Chhole. Show all posts
Showing posts with label Chhole. Show all posts

Thursday, 23 July 2015

Rastorant Style Chhole


છોલે રેસ્ટોરન્ટ સ્ટાઈલ 




સામગ્રી:
પેસ્ટ બનાવવા માટે: 
  1. સમારેલી ડુંગળી 1 નંગ 
  2. લસણ 2 કળી 
  3. આદુ 1 ટુકડો 
  4. લીલાં  મરચાં 1 1/2 નંગ 
  5. ફુદીનો 10 થી 12  પાન  
છોલે  બનાવવા માટે: 
  1. મોટો એલચો, તમાલપત્ર અને ટી બેગ નાંખીને બાફેલા કાબુલી ચણા 1 કપ 
  2. તેલ 2 ટેબલસ્પૂન 
  3. વનસ્પતિ ઘી 3 થી 4 ટેબલસ્પૂન 
  4. જીરું 1/2 ટેબલસ્પૂન 
  5. ક્રશ કરેલાં ટામેટાં 2 નંગ   
  6. ગરમ મસાલો 1 ટીસ્પૂન 
  7. ધાણાજીરું 1 ટેબલસ્પૂન 
  8. લાલ મરચું 1/2 ટીસ્પૂન
  9. બાફીને સ્મેશ કરેલાં બટાટા 2 ટેબલસ્પૂન 
  10. પાણી 
  11. કિચનકિંગ મસાલો 1/2 ટીસ્પૂન
  12. મીઠું 
  13. લીંબુનો રસ 1 ટીસ્પૂન 
રીત;
પેસ્ટ બનાવવા માટે:
  1. એક મિક્સર જારમાં ડુંગળી, લસણ, આદું, લીલાં મરચાં અને ફુદીનો લઇ બરાબર ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરો. 
છોલે માટેની રીત:
  1. એક પેન કે કઢાઈ માં તેલ, વનસ્પતિ ઘી લઇ ગરમ થાય એટલે જીરું ઉમેરી સાંતળો.  
  2. ત્યારબાદ તેમાં ટામેટાં ની પ્યુરી અને થોડુંજ મીઠું ઉમેરી ઢાંકીને 5 મિનીટ માટે કુક થવા દો.
  3. હવે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી થોડું ગરમ થવા દો.
  4. થઇ જાય એટલે તેમાં ગરમ મસાલો, ધાણાજીરું, લાલ મરચું પાવડર, બાફીને સ્મેશ કરેલા બટાટા અને થોડું પાણી ઉમેરી ઢાંકીને કુક થવા દો. 
  5. થઇ જાય પછી તેમાં બાફેલા ચણા (તમાલપત્ર, એલચો અને ટી  બેગ કાઢી લઈને લેવાં) અને ફરીથી થોડું વનસ્પતિ ઘી અને કિચનકિંગ મસાલો ઉમેરી ઢાંકી દઈને કુક થવા દો.
  6. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી લો. 
  7. ઉપર ડુંગળીની સ્લાઈસ અને તળેલાં મરચાં મૂકી સર્વ કરો.

Tuesday, 9 June 2015

Chana Masala


ચના મસાલા




સામગ્રી :
  1. ઘી 1 ટેબલસ્પૂન 
  2. તેલ 3 થી 4 ટેબલસ્પૂન
  3. જીરું 2 ટીસ્પૂન
  4. ઝીણાં સમારેલાં મરચાં 2 નંગ, 
  5. વાટેલું લસણ થી 6 કળી 
  6. ઝીણું સમારેલું આદું 1 ટીસ્પૂન  
  7. ઝીણી સમારેલી ડુંગળી નંગ,
  8. ઝીણાં સમારેલાં ટમેટાં 2 નંગ,  
  9. મીઠું,  
  10. હળદર ટીસ્પૂન
  11. ધાણાજીરું 1 ટીસ્પૂન
  12. લાલ મરચું પાવડર 1ટીસ્પૂન
  13. બાફીને મેશ કરેલો બટાકાનો માવો 1 વાડકી
  14. દહીં અડધો કપ,
  15. બાફેલા કાબુલી ચણા અડધો ,(બાફતી વખતે મીઠું અને 2 તમાલપત્ર ઉમેરી દેવાં)
  16. લીંબુનો રસ 1 ટીસ્પૂન
  17. કિચનકિંગ મસાલો 2 ટેબલસ્પૂન
  18. કોથમીર અને સર્વ કરવા માટે ડુંગળીની સ્લાઈસ તેમજ તળેલાં મરચાં.   
રીત :
  1. કઢાઈ માં ઘી અને તેલ મૂકો.
  2. તેમાં જીરું,  ઝીણા સમારેલાં લીલા મરચાં, વાટેલા આદું અને લસણ,  ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી બરાબર સાંતળો. 
  3. ત્યારબાદ તેમાં ઝીણાં  સમારેલાં ટામેટાં, મીઠું, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાવડર, બટાકાનો માવો અને દહીં ઉમેરી મિક્સ કરો,  
  4. હવે એમાં બાફેલા ચણા, લીંબુનો રસ અને કિચનકિંગ મસાલો ઉમેરી મિક્સ કરો. 
  5. ઢાંકીને 5 મિનીટ કૂક કરો. 
  6. ત્યારબાદ કોથમીર ઉમેરી મિક્સ કરો અને સર્વ કરો.
= window.adsbygoogle || []).push({});