ખસતા કચોરી
સામગ્રી:
ખસતા કચોરીનો મસાલો બનાવવા માટે:
- સુકાધાણા 2 ટેબલસ્પૂન
- જીરું 1 ટીસ્પૂન
- તજ 1 થી 2 નંગ
- લવિંગ 3 થી 4 નંગ
- કલોંજી 1 ટીસ્પૂન
- વરીયાળી 1 ટેબલસ્પૂન
- તલ 1 ટેબલસ્પૂન
- મીઠોલીમડો 8 થી 10 નંગ
મસાલો બનાવવા માટે : ઉપરની બધી સામગ્રી હલકી તેલમાં શેકીને વાટી લેવી. આ રીતે ખસતા કચોરીનો મસાલો તૈયાર થશે.
સ્ટફિંગ બનાવવા માટે :
- પાપડી ગાંઠિયા અથવા સાદા ગાંઠિયાનો ભૂકો 3 ટેબલસ્પૂન
- તળેલી મગની દાળનો ભૂકો 3 ટેબલસ્પૂન
- આમચૂર પાવડર 1/2 ટેબલસ્પૂન
- સંચળ પાવડર 1 ટીસ્પૂન
- લાલ મરચું પાવડર ટીસ્પૂન
- મીઠું
- ખસતા કચોરીનો મસાલો 2 ટીસ્પૂન
- તેલ 1 ટીસ્પૂન
અન્ય સામગ્રી:
- મેંદા અને રવાની બાંધેલી કણક 1 કપ
- તેલ તળવા માટે
એસેમ્બલ કરવા માટે:
બટાટા નો માવો
લીલી ચટણી
ખજુર આમલીની ચટણી અને સેવ
રીત;
- એક બાઉલમાં ગાંઠિયાનો ભૂકો, તળેલી મગની દાળનો ભૂકો, આમચૂર પાવડર, સંચળ, લાલ મરચું પાવડર, મીઠું અને ખસતા કચોરીનો મસાલો લઈને બરાબર મિક્સ કરો. છેલ્લે તેમાં તેલ મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો.
- હવે મેંદો અને રવાની બાંધેલી કણકમાંથી નાની પૂરી વણી લો.
- પુરીમાં સ્ટફિંગ ભરી કિનારી પર પાણી લગાવી બંધ કરી દબાવીને ગુલ્લા જેવું બનાવી વણી લો.
- ક્ચોરીને ઓછા ગરમ તેલમાં તળીને ઠંડી થવા દઈ ફરીથી તળી લો જેથી કચોરી ક્રિસ્પી થશે.
- ઠંડી થઇ ગયા બાદ વચ્ચે ખાડો કરીને તેમાં બટાટાનો માવો, લીલી ચટણી, આમલીની ચટણી અને સેવ મૂકી સર્વ કરો.