It's providing "Rasoi" recipes in Gujarati language. Cooking food recipes to get in Gujarati. Cooking Ingredients measurements in Gujarati, Rajsthani, South Indian,Punjabi, Chinese, Sizzlers, and Traditional types of vegetarian foods and Breakfasts.
Search This Blog
Tuesday, 27 October 2015
Mix Dal Dhokla
મિક્સ દાળ ઢોકળાં
સામગ્રી:
ચોખા 1/2 કપ
ચણાની દાળ 2 ટેબલસ્પૂન
અડદની દાળ 2 ટેબલસ્પૂન
મોગરની દાળ 2 ટેબલસ્પૂન
તુવરની દાળ 2 ટેબલસ્પૂન
મસૂરની દાળ 1 ટેબલસ્પૂન
દહીં 1 ટીસ્પૂન
મીઠું
આદુંમરચાં ની પેસ્ટ 1 ટેબલસ્પૂન
બાફેલી મકાઇ 2 ટેબલસ્પૂન
ઝીણા સમારેલાં કેપ્સીકમ 1 ટેબલસ્પૂન
ઝીણા સમારેલાં ગાજર 2 ટેબલસ્પૂન
કોથમીર 1 ટેબલસ્પૂન
છીણેલી દુધી 1/3 કપ
તેલ 2 ટીસ્પૂન
ખાંડ 1/2 ટીસ્પૂન
હળદર 1/4 ટીસ્પૂન
ફ્રુટસોલ્ટ ચપટી
ઉપર લગાવવા માટે તેલ જરૂર મુજબ
ચીલી ફ્લેક્સ ચપટી
સર્વિંગ માટે
કેચપ અને લીલી ચટણી
રીત:
બધી દાળ ને મિક્સ કરીને સાથે જ પાણીમાં પલાળી દેવી. ચોખાને અલગથી પલાળવા.
બન્નેને 7 થી 8 કલાક માટે પલળવા દઈને અલગ જ વાટી લઈને મિક્સ કરીને 1 ચમચી જેટલું દહીં ઉમેરી આથો લાવવા માટે રાખી મુકવું.
આ રીતે આથો આવી જાય પછી તેમાં મીઠું, આદુંમરચાં ની પેસ્ટ, બાફેલી મકાઇના દાણા, ઝીણા સમારેલાં કેપ્સીકમ, ઝીણા સમારેલાં ગાજર, કોથમીર, છીણેલી દુધી, તેલ 2 ટીસ્પૂન, ખાંડ, હળદર ઉમેરી બધું મિક્સ કરો.
છેલ્લે તેમાં 1/2 ટીસ્પૂન ફ્રુટ સોલ્ટ ઉમેરી ઝડપથી હલાવીને ગ્રીઝ કરેલી થાળીમાં લઈને ઉપરથી ચીલી ફ્લેક્સ ભભરાવી અગાઉથી ગરમ થવા મુકેલા ઢોકળાના કુકરમાં 8 થી 10 મિનીટ માટે બફાવા મુકો. (ફ્રુટ સોલ્ટ ઉમેરવો હોય ત્યારે દરેક થાળી મુકતી વખતે દર વખતે થાળીના ભાગનું ખીરું બીજા બાઉલમાં લઈને તેમાં ખીરા જેટલો ફ્રુટ સોલ્ટ ઉમેરવો તો રીઝલ્ટ સારું આવશે.)
થઇ ગયા બાદ ઉપરથી તેલ રેડી ફેલાવી કાપીને કેચપ અને લીલી ચટણી સાથે સર્વ કરો.
No comments:
Post a Comment