દહીં વડાં
સામગ્રી:
- આખા અડદ (1/2 કપ ) અને મગની મોગરદાળ (2 ટેબલસ્પૂન)નું ખીરું 1 કપ (બંને સામગ્રીને 7 થી 8 કલાક પાણીમાં પલાળી,અડદનાં ફોતરાં કાઢી થોડું પાણી લઇ વાટી લેવું)
- પાણી
- લીલાં મરચાં 2 નંગ
- આદું1 ટુકડો
- મીઠું
- તેલ તળવા માટે
- દહીં
- સંચળ
- આમલીનીચટણી
- લીલી (ચાટની) ચટણી
- શેકેલું જીરું પાવડર
- લાલ મરચું પાવડર
- કોથમીર
- ઝીણી સેવ (ઓપ્શનલ )
- એક બાઉલમાં ખીરું લઇ તેમા થોડો પાણી વાળો હાથ કરી ખીરાને બરાબર ફીણવું. આ રીતે પાણીથી ફીણતાં જઈ એકદમ હલકુ થાય ત્યાં સુધી ખુબ ફીણવું (ખીરાનું એક ટપકું પાણીમાં પાડવું અને જો તે પાણીમાં તરે તો થઇ ગયું કહેવાય)
- ત્યારબાદ તેમાં લીલાં મરચાં,આદું અને મીઠું ઉમેરી બરાબર મિકસ કરી ખીરું તૈયાર કરો.
- પાણીવાળો હાથ કરી ખીરાના ગરમ તેલમાં ડપકાં મૂકી તળી લો. આ રીતે વડા તૈયાર થશે.
- તળેલાં વડાં ને સીધાં જ હિંગ અને મીઠું નાંખેલા પાણીમાં નાંખો.
- થોડી વાર એમજ રાખી પોચાં થઇ જાય પછી બહાર કાઢી હાથેથી દબાવી પાણી નીતરી લો
- એક પ્લેટમાં દહીં લઇ તેની ઉપર નીતારેલાં વડાં મૂકી ઉપરથી થોડું દહીં, આમલીની ચટણી, લીલી ચટણી, સંચળ પાવડર, શેકેલું જીરું પાવડર, લાલ મરચું પાવડર, કોથમીર અને ઝીણી સેવ ભભરાવી સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment