Share
Crispy Idli Vada
ક્રિસ્પી ઈડલી વડાં
ખીરું બનાવવા માટે :
સામગ્રી:
3 થી 4 કલાક પલાળીને લીલાં મરચાં નાખીને વાટેલી ચણાની દાળ 1 કપ (કરકરી વાટવી)
ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ
લીલાં મરચાં 2 નંગ
કોથમીર 2 ટેબલસ્પૂન
મીઠું
પાણી
સુકા ધાણા 1 ટીસ્પૂન
વરીયાળી 1 ટીસ્પૂન
આખાં મરી 10 થી 12 નંગ
વઘાર માટે:
તેલ 1 ટેબલસ્પૂન
લાલ સુકું મરચું 1 નંગ
અડદની દાળ 1 ટીસ્પૂન
ચણાની દાળ 1/2 ટીસ્પૂન
લીમડાનાં પાન 4 થી 5 નંગ
હિંગ 1/2 ટીસ્પૂન
રાઈ 1/2 ટીસ્પૂન
તેલ તળવા માટે
સર્વિંગ માટે:
દહીં
ડુંગળીની સ્લાઈસ
રીત:
એક બાઉલમાં વાટેલી ચણાની દાળ, સમારેલી ડુંગળી, લીલાં મરચાં અને કોથમીર સમારેલી મિક્સ કરી થોડું મીઠું ઉમેરી પાણી વડે ઈડલી અથવા દાળવડા જેવું ખીરું બનાવો.
હવે તેમાં ઉપર જ સુકા ધાણા,વરીયાળી અને આખાં મરી ઉમેરી દો. અને એમજ રહેવા દેવું. હલાવવું નહિ.
વઘારિયામાં તેલ લઇ તેમાં લાલ આખું મરચું, અડદની દાળ, ચણાની દાળ, રાઈ, લીમડાનાં પાન, હિંગ નો વઘાર કરી મિશ્રણ પર ઉમેરી મિક્સ કરી લો
તેને ઈડલીના કુકરમાં તેલ લગાવી ઈડલીની જેમ ખીરું ભરી 7 થી 8 મિનીટ બાફીલો.
આ રીતે બધી ઈડલી તૈયાર કરીલો.
કઢાઈમાં તેલ ગરમ કરીને બધી તૈયાર કરેલી ઈડલી એકદમ બ્રાઉન રંગની તળીલો, ( ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી)
ચા અથવા દહીં અથવા ડુંગળીની સ્લાઈસ સાથે સર્વ કરો.
= window.adsbygoogle || []).push({});
No comments:
Post a Comment