It's providing "Rasoi" recipes in Gujarati language. Cooking food recipes to get in Gujarati. Cooking Ingredients measurements in Gujarati, Rajsthani, South Indian,Punjabi, Chinese, Sizzlers, and Traditional types of vegetarian foods and Breakfasts.
Search This Blog
Showing posts with label nasto. Show all posts
Showing posts with label nasto. Show all posts
Thursday, 4 February 2016
METHI PURI
Labels:
Methi Poori,
Methi Puri,
nasto,
Poori,
Puri,
નાસ્તો,
પુરી,
પૂરી,
મેથી પુરી,
મેથી પૂરી
Tuesday, 12 January 2016
South Indian Samosa
સાઉથ ઇન્ડીયન સમોસા
સામગ્રી:
- તેલ 1 ટેબલસ્પૂન
- અડદની દાળ 1 ટીસ્પૂન
- જીરું 1/2 ટીસ્પૂન
- રાઈ 1/2 ટીસ્પૂન
- હિંગ ચપટી
- મીઠો લીમડો 8 થી 10 પાન
- સૂકાં લાલ આખાં મરચાં 2 નંગ
- સમારેલા લીલા મરચાં 1 ટીસ્પૂન
- બારીક સમારેલી ડુંગળી 1 નંગ
- મીઠું
- લાલુ બારીક સમારેલું નાળીયેર 2 ટેબલસ્પૂન
- ખાંડ 1 ટીસ્પૂન
- કોથમીર 2 ટેબલસ્પૂન
- વટાણા 2 ટેબલસ્પૂન
- લીંબુનો રસ 1/2 ટીસ્પૂન
- બાફેલા બટાટા છીણીને 200 ગ્રામ
અન્ય સામગ્રી:
- સમોસા પટ્ટી 3 થી 4 નંગ (સમોસાના નંગ અને સાઈઝ પર આધાર રાખે છે.) ,(સમોસા પટ્ટી બનાવવા માટે : મેંદામાં મીઠું નાંખી પાણીથી લોટ બાંધીને તેલ વડે કેળવી લેવો.)
- તેલ તળવા માટે
- મેંદાની સ્લરી
સર્વ કરવા માટે
- નાળીયેર અને કોથમીરની ચટણી
- કેચપ
રીત:
- સૌ પ્રથમ એક પેન કે કઢાઈમાં તેલ લઇ તેમાં સૂકાં લાલ આખાં મરચાં, અડદની દાળ, જીરું, રાઈ, હિંગ, મીઠો લીમડો તોડીને, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ડુંગળી, મીઠું, અને લીલું નાળીયેર ઉમેરી મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણને બાઉલમાં કાઢી તેમાં ખાંડ, મીઠું, કોથમીર, વટાણા, લીંબુનો રસ અને બાફેલા બટાટા ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.
- સ્ટફિંગને ઠંડુ થવા દો.
- હવે સમોસા પટ્ટીને ફોલ્ડ કરી તેમાં સ્ટફિંગ ભરી કિનારી પર મેંદાની સ્લરી લગાવી સમોસા તૈયાર કરો.
- તેલ ગરમ થવા મૂકી તેમાં ધીમા તાપે આછા ગુલાબી રંગના તળી લો.
- કોથમીર નાળીયેરની ચટણી અને કેચપ સાથે સર્વ કરો.
Thursday, 10 December 2015
Masala Vada
મસાલા વડાં
સામગ્રી
- ચણાનો કકરો લોટ 1/2 કપ
- ઘઉંનો કકરો લોટ 1/2 કપ
- મોણ માટે તેલ 2 થી 3 ટેબલસ્પૂન
- હિંગ 1/4 ટીસ્પૂન
- મીઠું
- દહીં 2 થી 3 ટેબલસ્પૂન
- પાણી લોટ બાંધવા માટે
- તલ 1 1/2 ટીસ્પૂન
- હળદર ચપટી
- આદું મરચાં ની પેસ્ટ 1 1/2 ટેબલસ્પૂન
અન્ય સામગ્રી:
- તેલ તળવા માટે
- સર્વ કરવા માટે લસણની ચટણી
રીત:
- એક બાઉલમાં ચણાનો કકરો લોટ, ઘઉંનો કકરો લોટ લઇ તેમાં તેલનું મોણ, હિંગ, સહેજ જ મીઠું અને દહીં ઉમેરી મિક્સ કરી લો.
- જરૂર પડેતો પાણી ઉમેરી કણક તૈયાર કરો.
- કણક પુરીના લોટ જેવી થવી જોઈએ.
- કણકને બરાબર કેળવી લઇ ઢાંકણ ઢાંકી 4 થી 5 કલાક માટે આથો આવવા દો.
- આથો આવ્યા બાદ તેમાં તલ, બાકીનું મીઠું, હળદર અને આદુમરચાંની પેસ્ટ લઇ બરાબર મિક્સ કરી લો.
- હવે પાણી વાળો હાથ કરી કણક ના ગોળા વાળી ગ્રીઝ કરેલી પ્લાસ્ટીક શીટ ની મદદથી (પ્લાસ્ટીકની વચ્ચે દબાવી )થેપી લઇ વડા તૈયાર કરો.
- વડાને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- લસણની ચટણી સાથે સર્વ કરો.
Friday, 6 November 2015
Butter Bhakharvadi
બટર ભાખરવડી
સામગ્રી:
સ્ટફિંગ બનાવવા માટે :
- તેલ 1 ટીસ્પૂન
- બટર 1 ટેબલસ્પૂન
- હિંગ 1/2 ટીસ્પૂન
- હલકા શેકીને અધકચરા વાટેલા ધાણા, વરીયાળી અને તલ 1 ટેબલસ્પૂન
- ચણાનો લોટ 30 થી 40 ગ્રામ
- મીઠું
- લસણની પેસ્ટ 1 થી 1 1/2 ટીસ્પૂન
- આદુની પેસ્ટ 1 ટીસ્પૂન
- લાલ મેચું 1 થી 1 1/2 ટીસ્પૂન
- આમચૂર પાવડર 1 થી 1 1/2 ટીસ્પૂન
- દળેલી ખાંડ 2 ટેબલસ્પૂન
- તજ લવિંગનો પાવડર 1/2 ટીસ્પૂન
અન્ય સામગ્રી :
- મેંદામાં બટર નું મોણ નાંખી બાંધેલી કણક
- દૂધ અને પાણી બ્રશિંગ માટે
રીત:
- એક કઢાઈમાં 1 ટીસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન બટર લઇ થોડું મેલ્ટ થાય એટલે તેમાં થોડી હિંગ, (ધાણા, વરીયાળી અને તલ હલકા શેકી, વાટીને) બનાવેલો પાવડર 1 ટેબલસ્પૂન, ચણાનો લોટ લઇ હલકું શેકી લો.
- ત્યારબાદ તેમાં મીઠું, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લાલ મરચું પાવડર, આમ્ચુર પાવડર અને દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી શેકી લો.
- આ રીતે સ્ટફિંગ તૈયાર કરીને બાઉલમાં કાઢી લો.
- હવે તેમાં તજ લવિંગનો પાવડર ઉમેરી મિક્સ કરીલો.
- મેંદાની બાંધેલી કણકમાંથી લુઆ કરી મોટો પાતળો રોટલો બનાવી તેની ઉપર પાણી લગાવી અડધા ભાગમાં સ્ટફિંગ પાથરી દો.
- બાકીનો અડધો ભાગ સ્ટફિંગ પર વાળીને બંધ કરો.
- ઉપર વેલણ ફેરવી અને કાપી લો.
- ભાખરવડીને ગ્રીઝ કરેલી ઓવન ટ્રેમાં લઇ ઉપર દુધથી બ્રશિંગ કરી પ્રી હીટ કરેલા ઓવનમાં 5 મિનીટ માટે 180 ડીગ્રી પર અને ત્યારબાદ 150 ડીગ્રી પર 5 થી 7 મિનીટ માટે બેક કરવા મુકો.
- બેક થયા બાદ થોડી વાર ખુલ્લામાં રહેવા દઈ સર્વ કરો.
Subscribe to:
Posts (Atom)
