લીલી દ્રાક્ષનું અથાણું
સામગ્રી:
- લીલી દ્રાક્ષ 100 ગ્રામ ધોઈ, કોરી કરીને
- ગરમ કરીને ઠંડુ કરેલું તેલ 2 ટીસ્પૂન
- લીંબુનો રસ 3 ટીસ્પૂન
- વરીયાળી 1 ટીસ્પૂન
- મીઠું 1 ટીસ્પૂન
- મેથીનો તૈયાર મસાલો 2 ટીસ્પૂન
રીત:
- એક બાઉલમાં તેલ અને લીંબુનો રસ લઇ તેમાં વરીયાળી, મીઠું અને મેથીનો મસાલો લઇ ચમચી વડે હલાવી મિક્સ કરો.
- સહેજ ઘટ્ટ થઇ જશે પછી તેમાં લીલી દ્રાક્ષ ઉમેરી મિક્સ કરીને એમજ રહેવા દઈ બીજા દિવસે વાપરવું (તરત જ પણ ખાવાના ઉપયોગમાં લેવાય એવું હોય છે.)
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment