સુરતી લોચો
સામગ્રી:
- 4 થી 5 કલાક પાણીમાં પલાળીને ક્રશ કરેલી ચણાની દાળ 1 બાઉલ (વાટતી વખતે ખુબ જ ઓછું પાણી ઉમેરવું. પેસ્ટ જેવું જ રહેવું જોઈએ ખીરા જેવું ન થવું જોઈએ )
- ચણાનો લોટ 1 ટેબલસ્પૂન
- ખમણનો ટુકડો 1 નંગ
- આદુંમરચાં ની પેસ્ટ 1 ટેબલસ્પૂન
- હિંગ 1/4 ટીસ્પૂન
- મીઠું
- હળદર ચપટી
- પાણી
- તેલ 1 ટીસ્પૂન
- ઈનો (ફ્રુટ સોલ્ટ ) 1/2 ટીસ્પૂન
- શેકેલું જીરું પાવડર 1 ટીસ્પૂન
- લાલ મરચું પાવડર 1 1/2 ટીસ્પૂન
- સંચળ પાવડર 3/4 (પોણી ) ટીસ્પૂન
- મીઠું
- ઓગળેલું માખણ 2 ટેબલસ્પૂન
- સેવ 3 થી 4 ટેબલસ્પૂન
- સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન
- કોથમીર
- લીલી ચટણી
- વાટેલી ચણાની દાળમાં ચણાનો લોટ, ખમણનો ટુકડો ભૂકો કરીને ઉમેરી મિક્સ કરી લો,
- આ મિશ્રણને 3 થી 4 કલાક માટે ઢાંકણ ઢાંકી મૂકી રાખી આથો આવવા દો.
- આથો આવી જાય ત્યારબાદ આદું મરચાં ની પેસ્ટ, હિંગ, મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરો.
- હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
- ત્યારબાદ તેલ અને ઈનો ઉમેરી હલાવીને તરત જ તેલ લગાવેલી થાળીમાં પાથરી પહેલેથી ગરમ ઢોકળાં ના કુકરમાં 8 થી 10 મિનીટ માટે બફાવા મુકો.
- શેકીને વાટેલું જીરું ,લાલમરચું પાવડર, સંચળ પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરી દો. આ રીતે મસાલો તૈયાર થશે
સર્વિંગ માટે :
- એક પ્લેટમાં તૈયાર થયેલો થોડો લોચો લઇ તેની ઉપર મેલ્ટેડ બટર, બનાવેલો મસાલો, સેવ, સમારેલી ડુંગળી, ઉપર ફરીથી બટર ઉમેરી કોથમીર ભભરાવી લીલી ચટણી સાથે સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment